ગુજરાત

gujarat

ખેડામાં નશીલી સિરપના સેવનથી વધુ એક યુવકની તબિયત કથળી

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2023, 4:32 PM IST

6 જણાના ભોગ લેનાર સિરપકાંડમાં નડિયાદના વધુ એક વ્યક્તિની તબિયત કથળી હોવાના સમાચાર સામે આવ્યા છે. હાલ આ યુવક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Kheda Syrup Issue 6 People Died 5 Arrested Kheda

ખેડામાં નશીલી સિરપના સેવનથી વધુ એક યુવકની તબિયત કથળી
ખેડામાં નશીલી સિરપના સેવનથી વધુ એક યુવકની તબિયત કથળી

પોલીસે રાત્રે જ હાથ ધર્યુ સર્ચ ઓપરેશન

ખેડાઃ ટોક ઓફ ધી સ્ટેટ બનેલા સિરપ કાંડનો વધુ એક યુવક શિકાર બન્યો છે. અત્યાર સુધી નકલી નશીલી સિરપ કાંડમાં કુલ 6 લોકોના મૃત્યુ થયા છે. પોલીસે 5 આરોપીઓની ધરપકડ પણ કરી છે. હવે ખેડાના નડિયાદમાં રહેતા યુવકની તબિયત આ નશીલી સિરપના સેવનથી કથળી ગઈ છે. તેને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સમગ્ર ઘટનાક્રમઃ નડિયાદના મરીડાની કર્મવીર સોસાયટીમાં 40 વર્ષીય હેમંતકુમાર રતિલાલ ચૌહાણ રહે છે. બનાવના દિવસે ઘરકંકાસથી પરેશાન થઈને હેમંતકુમાર ઘર છોડીને જતો રહ્યો હતો. તે બિલોદરાના હરિઓમ આશ્રમની બાજુમાં શેઢી નદીના કિનારે પહોંચ્યો હતો. અહીં તેણે ફેંકી દેવાયેલ નકલી અને નશીલી આયુર્વેદિક સિરપની બોટલો નજરે ચઢી. જેમાંથી કેટલીક બોટલો ખાલી હતી તો કેટલીક ભરેલી હતી. હેમંતકુમારે બે ભરેલી બોટલો ઘરે લાવીને તેમાંથી એક બોટલમાં રહેલ પ્રવાહી પી લીધું હતું. ત્યારબાદ તેમની તબિયત કથળી ગઈ હતી. પરિવારે તાત્કાલીક 108 બોલાવીને યુવકને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. હોસ્પિટલના તબીબે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક સિવિલ પહોંચી ગઈ હતી. પોલીસે યુવકને સિરપ વિશે પુછતા તેણે શેઢી નદીના કિનારેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું.

પોલીસ કાર્યવાહીઃ પોલીસને શેઢી નદીના કિનારે લાવારિસ હાલતમાં આયુર્વેદિક સિરપની બોટલો પડી હોવાનું જણાતા રાતોરાત નદી કિનારે સર્ચ ઓપરેશન શરુ કરી દેવામાં આવ્યું. જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો નદી કિનારે ધસી ગયો હતો. રાત હોવા છતાં પોલીસે સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં પોલીસે ફાયરબ્રિગેડ અને ડિઝાસ્ટર ટીમની પણ મદદ લીધી હતી. જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળે કે તરત જ પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.

ઘરકંકાસને લીધે યુવક શેઢી નદી કિનારે આવ્યા હતા. અહીં તેમણે નશીલી સિરપની બોટલો મળી આવી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતા રાત્રે પણ પોલીસ આ સ્થળે સર્ચ ઓપરેશન કરી રહી છે. પોલીસ ગામલોકોને અપીલ કરે છે કે આવી કોઈ ઘટના બને તો પોલીસનું ધ્યાન દોરે અને જવાબદાર નાગરિક હોવાની ફરજ નીભાવે...રાજેશ ગઢીયા(એસ.પી. ખેડા)

  1. બે દિવસમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત, આયુર્વેદિક સિરપ પીધા બાદ 3 લોકોના મોત, 55થી વધુ લોકોએ ખરીદી હતી આર્યુવેદિક સિરપ: DGP વિકાસ સહાય
  2. ખેડામાં આયુર્વેદિક સિરપ પીવાથી 6 લોકોના શંકાસ્પદ મોત મામલે SITની રચના

ABOUT THE AUTHOR

...view details