ગુજરાત

gujarat

Rain Update - ખેડામાં સાર્વત્રિક વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ

By

Published : Jun 20, 2021, 10:15 PM IST

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે.આજે સવારથી ખેડા જિલ્લામાં પણ ચોમાસાનો માહોલ સર્જાયો હતો. નડિયાદ, ડાકોર, મહુધા, મહેમદાવાદ, કપડવંજ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પવન સાથે સાર્વત્રિક વરસાદ થયો હતો.

Rain Update - ખેડામાં સાર્વત્રિક વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ
Rain Update - ખેડામાં સાર્વત્રિક વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ

  • જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો
  • મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ
  • નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ખેડા : જિલ્લામાં આજે રવિવારે સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું.બપોર બાદ વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લાના મહેમદાવાદમાં રવિવારે સૌથી વધુ 5 ઈંચ વરસાદ થયો હતો. જેને લઈ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં તેમજ ટેલિફોન એક્સચેન્જ વિસ્તારની સોસાયટીઓમાં કમરસમા પાણી ભરાયા હતા.

Rain Update - ખેડામાં સાર્વત્રિક વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ

ડાકોરમાં પાણી ભરાયા

યાત્રાધામ ડાકોરમાં પ્રથમ વરસાદમાં જ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી.રણછોડરાયજી મંદિર બહાર પાણી ભરાયા હતા.આજે રવિવારને લઈ મોટી સંખ્યામાં મંદિરે દર્શન માટે આવેલા ભાવિકો પાણી ભરાતા અટવાયા હતા. વરસાદ અને પવનને લઈ નડીયાદ નજીક ડભાણ થી ખેડા જતાં નેશનલ હાઇવે નં.8 પર એક તોતિંગ વૃક્ષ ધરાશાઈ થયું હતું.જેને લઈ થોડો સમય વાહન વ્યવહાર અટવાયો હતો. નજીકની હોટેલના પાર્કિંગમાંથી ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો.

ABOUT THE AUTHOR

...view details