ગુજરાત

gujarat

Kheda Crime News : કન્ટેઈનરના ખાનામાંથી રૂપિયા 23.98 લાખનો દારૂ ઝડપાયો, છુપાવાનો આઈડિયા જોઈ પોલીસ પણ ચોંકી

By

Published : Mar 31, 2023, 5:26 PM IST

ગુજરાતમાં દારૂબંધી જાણે કાગળ પર હોય એવું અનેક વખત સામે આવે છે. ખેડા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પરથી અનેક વખત ગુનાખોરી કરતી ટોળકી પકડાય છે. આ વખતે દારૂ સાથે પોલીસે કુલ 23.98 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જોકે, આ વિસ્તારામાંથી દારૂની ખેપ એ કોઈ નવી વાત નથી. પણ આટલો મોટો જથ્થો પકડાયા બાદ અનેક પ્રશ્નો ઊભા થાય છે.

Kheda Crime: કન્ટેઈનરના ખાનામાંથી રૂ.23.98 લાખનો દારૂ ઝડપાયો, છુપાવાનો આઈડિયા જોઈ પોલીસ ચોંક્યા
Kheda Crime: કન્ટેઈનરના ખાનામાંથી રૂ.23.98 લાખનો દારૂ ઝડપાયો, છુપાવાનો આઈડિયા જોઈ પોલીસ ચોંક્યા

ખેડા:ખેડા જિલ્લાના ગોબલજ ગામ પાસેથી નેશનલ હાઈવે પરથી પસાર થતા કન્ટેઈનરમાંથી રૂ.23.98 લાખના વિદેશી દારૂનો જથ્થો પોલિસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનો મુકવા માટેના કન્ટેઈનરમાં ગુપ્ત ખાનું બનાવી દારૂનો જથ્થો લઈ જવાતો હતો.પોલિસ દ્વારા કુલ રૂ.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 4 વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો:Surat Crime : ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ભારતમાં ભીખ માંગવા આવેલી મહિલા ઝડપાઈ

અમદાવાદમાં ડિલેવરી: દારૂબંધી વચ્ચે ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવા માટે અવનવી તરકીબો અજમાવવામાં આવતી હોય છે.ત્યારે આવી જ એક તરકીબથી અમદાવાદ લઈ જવાતા વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ જવા પામ્યો છે.જેમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોનું વહન કરતાં કન્ટેઈનરમાં ગુપ્ત ખાનું બનાવી તેમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલિસ પણ અચરજ પામી ગઈ હતી. વડોદરા તરફથી આવતા કન્ટેઈનર નંબર (NL 01 Q 1483)ને અટકાવાયુ હતું.

ચાલક ભાગ્યો: જે દરમિયાન થોડે દુર ઊભુ કરી પોલીસને જોઇને કન્ટેઈનર ચાલક ભાગવા લાગ્યો હતો.પોલીસ પહોંચે તે પહેલાં જ આ કન્ટેઈનરનો ચાલક પાછળ આવતી કાર નંબર (HR 1653)માં બેસી ભાગી ગયો હતો.પોલીસે કારનો પીછો કરતી હતી તે દરમિયાન કન્ટેઈનરમાંથી ક્લીનર ઉતરી ખેતરમાં ભાગવા જતા ક્લીનરને ઝડપી પાડ્યો હતો.

ગજબનો આઈડિયા:ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનોનુ વહન કરતા કન્ટેઈનરમાં 12 ફુટ પહોળુ અને 12 ફુટ ઉંડુ ગુપ્ત ખાનું બનાવ્યું હતું. પોલિસે ક્લીનરને ઝડપી કન્ટેઈનરમાં તપાસ કરતા તેમાં ડ્રાઈવર પાછળના ભાગે 12 ફુટ પહોળુ અને 12 ફુટ ઉંડુ પતરાનું ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. જેમાંથી વિદેશી દારૂની નાનીમોટી પેટી મળી કુલ રૂ.23,98,800નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો:Bhavnagar Crime: ભાવનગરના વળાવડ ગામમાં પ્લોટ બાબતે થયું ધીંગાણું

આરોપીની વિગત:પાયલોટીગ કરતી કારમાં સવાર સહિત ફરાર થયેલા અને પકડાયેલા એક આરોપી સહિત કુલ 4 સામે પ્રોહીબીશનનો ગુનો નોંધાયો છે.પોલિસ પૂછપરછમાં ઝડપાયેલા ક્લીનરે દારૂ અમદાવાદ ખાતે લઈ જવાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસ પુછપરછમાં તેણે પોતાનું નામ ગુરૂદીપસિગ ઉર્ફે ગોપી સોનસિંગ સ્વર્ણસીંગ જાટ શીખ (રહે.ગડશંકર, પંજાબ) હોવાનું જણાવ્યું હતું.

કાયદેસરની કામગીરી: પાછળ આવતી પાયલોટીગ કરતી કારમાં ફરાર કન્ટેઈનર ચાલક રાજુરામ (રહે.રાજસ્થાન) જ્યારે કારમાં ફૌજીભાઈ તેમજ કાળુભાઈ (બંને રહે.હરીયાણા) સવાર હતા.જે તમામ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. કન્ટેઈનર આર.સાઈ લોજીસ્ટીક ઈન્ડિયા પ્રા.લી. નાગાલેન્ડ ખાતેનું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે દારૂનો જથ્થો તેમજ કન્ટેઈનર સહિતનો કુલ રૂ.39,08,800નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details