ગુજરાત

gujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સાદાઈપૂર્વક જલઝીલણી મહોત્સવ ઉજવાયો

By

Published : Aug 30, 2020, 6:42 AM IST

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે વૈશ્વિક મહામારી કોરોનાને પગલે જલઝીલણી એકાદશી ખુબ જ સાદગીભેર ઉજવવામાં આવી હતી.

Jaljilani festival simply celebrated at Vadtal Swaminarayan temple
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સાદાઈપૂર્વક જલઝીલણી મહોત્સવ ઉજવાયો

વડતાલઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે વૈશ્વિક મહામારી કોરોનાને પગલે જલઝીલણી એકાદશી ખુબ જ સાદગીભેર ઉજવવામાં આવી હતી. આજે વડતાલ મંદિરના પૂજારી દ્વારા વિઘ્નહર્તા દુંદાળાદેવની આરતી ઉતાર્યા બાદ મંદિરમાંથી સંતો તથા પાર્ષદોની ઉપસ્થિતિમાં ઠાકોરજી તથા ગણપતિજીની યાત્રા ગોમતીજીએ લઇ જવામાં આવી હતી. જ્યાંં ગોમતી તીરે ગણપતિ તથા ઠાકોરજીની આરતી ઉતારી ભગવાનને સ્નાન કરાવી જળઝીલાવવા યાત્રિક હોડી દ્વારા 5 પ્રદક્ષિણા કરવામાં આવી હતી.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-03-jaljilani-photo-story-7203754_29082020223429_2908f_1598720669_175.jpeg

ડૉ. સંતસ્વામીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જલઝીલણી એકાદશીનું મોટુ મહાત્મ્ય છે. સંપ્રદાયના નાના-મોટા તમામ મંદિરોમાં આ જલઝીલણી ઉત્સવ ખુબજ ધામધુમથી ઉજવાય છે, પરંતુ વર્તમાનમાં કોરોનાને પગલે જનહિત ખાતર આ ઉત્સવ માત્ર વડતાલ મંદિર પુરતો જ સીમિત રાખવામાં આવ્યો હતો.

વડતાલ મંદિરમાંથી ઠાકરજી તથા ગણપતિજીની યાત્રા સંતો તથા પાર્ષદોની સાથે કાઢવામાં આવી હતી. જે યાત્રા ગોમતી કિનારે પહોંચી હતી. ગોમતી કિનારે ગણપતિની આરતી ઉતારવામાં આવી હતી. પૂજાવિધિ બાદ ઠાકોરજીને નવા નીરથી સ્નાન કરાવી જળ ઝીલાવવા હોડીમાં બેસાડી ગોમતીજીની પાંચ પ્રદક્ષિણા કરવામાં આવી હતી. સાથે સાથે 5 આરતી પણ ઉતારવામાં આવી હતી, ત્યારબાદ વડતાલ મંદિરમાં સ્થાપિત ગણપતિદાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સાદાઈપૂર્વક જલઝીલણી મહોત્સવ ઉજવાયો

આ પ્રસંગે મંદિરના પૂજારી ચૈતન્યાનંદજી, મુનીવલ્લભસ્વામી, બ્રહ્મસ્વરૂપસ્વામી, ત્યાગસ્વામી, સત્યનારાયણસ્વામી, પૂજારી ભાવીક ભટ્ટ, ટ્રસ્ટી ઘનશ્યામ ભગત સહિત પાર્ષદો જોડાયા હતાં. આ કાર્યક્રમના અંતે સંતો અને પાર્ષદોએ ગોમતીજીમાં સ્નાન કરી ચીભડા (કાકડી)નો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

ABOUT THE AUTHOR

...view details