ગુજરાત

gujarat

ખેડા જિલ્લામાં 11 સ્થળોએ સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયા

By

Published : Aug 9, 2019, 2:26 AM IST

ખેડાઃ જિલ્‍લામાં રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 11 સ્થળોએ મહિલા આરોગ્ય દિવસ નિમિતે સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયા હતા. જિલ્લાની 817 મહિલાઓના આરોગ્‍યની ચકાસણી કરવામાં આવી હતી.

સ્ત્રી રોગ નિદાન કેમ્પ

ખેડા જિલ્‍લામાં રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ખેડા જિલ્લા સિવિલ હોસ્પીટલ - નડીયાદ ખાતે એન.સી.ડી.નિદાન કેમ્પ તેમજ જિલ્લાના સબ-ડીસ્ટ્રીકટ હોસ્પીટલ-ખેડા, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સહિત-11 સ્‍થળે સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પોમાં કુલ 817 મહિલા લાભાર્થીઓએ લાભ લીઘો હતો.

આ કેમ્‍પમાં મહિલાઓના ડાયાબીટીસ, બ્લડ પ્રેસર, કેન્સર રોગ અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ પૈકી કુલ 11 મહિલાઓને વધુ સારવાર માટે રેફરલ હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવી છે. કેમ્પમાં હાજર રહેલા લાભાર્થીઓને વિવિઘ રોગોના નિદાન, સારવાર બાબતે વિવિઘ આરોગ્ય શિક્ષણ પ્રવૃતિ દ્રારા માહિતગાર કરવામાં આવ્યા હોવાનું મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ. જાગાણીએ જણાવ્‍યું છે.

ABOUT THE AUTHOR

...view details