ગુજરાત

gujarat

યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા 65 હજાર માસ્કનું વિતરણ

By

Published : Apr 25, 2020, 11:08 PM IST

આચાર્ય મહારાજના માર્ગદર્શનથી સંતો અને સ્વયંસેવકો દ્વારા સમગ્ર ચરોતરમાં 65 હજાર વોશેબલ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

vadtal
vadtal

ખેડા: જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દરેક નાગરિકને માસ્ક ફરજીયાત પહેરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા વડિલ સંતોના માર્ગદર્શન હેઠળ 65 હજાર માસ્કનું જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હોવાનું આસી.કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું.

યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચરોતરમાં 65 હજાર માસ્કનું વિતરણ

સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારીથી પીડાઇ રહ્યું છે, ત્યારે ભારતમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાઇ રહ્યો છે. ખેડા જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રામણને રોકવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઘરના બહાર ફરતા નાગરિકોને ફરજીયાત માસ્ક પહેરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ મંદિર દ્વારા જરૂરીયાત મંદોને અનાજની કીટ તથા 35 ટન શાકભાજીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલમાં જિલ્લામાં જાહેરમાં માસ્ક ફરજીયાત થયા છે, ત્યારે જેની પાસે હજુ સુધી માસ્ક પહોંંચ્યા નથી તેવા લોકો સુધી પહોંંચાડવાનો વડતાલ સંસ્થા દ્વારા પ્રયાસ શરૂ કર્યો છે. શનિવારે 3 હજાર માસ્ક આપવામાં આવ્યા છે. આ બધા માસ્ક કાપડના છે. દરરોજ સાંજે ગરમપાણીથી ધોઇને બીજા દિવસે ફરી ઉપયોગ કરી શકાય તેવા એક સેવાભાવી ભક્તના સહયોગથી તૈયાર કરવામાં આવ્યાં છે. આ ભક્ત દ્વારા 65 હજાર માસ્કનું અલગ અલગ ગામોમાં વિતરણ કરવામાં આવ્યું છે.

વડતાલ મંદિરના ચેરમેન દેવસ્વામી, મુખ્યકોઠારી ઘનશ્યામસ્વામી, સત્સંગમહાસભાના પ્રમુખ શા.નૌત્તમપ્રકાશદાસજી તેમજ ગોવિંદસ્વામી મેતપુરવાળા તથા ટ્રસ્ટી પાર્ષદ ઘનશ્યામભગત અને વડીલોના માર્ગદર્શન અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ તમામ સેવાકાર્ય થઇ રહ્યાં છે. આજે આપણે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરીએ, કરાવીએ એજ સાચી દેશભક્તિ છે તેમ આ.કોઠારી ડૉ.સંતસ્વામીએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details