ગુજરાત

gujarat

ખેડાની જિલ્લાની 8 તાલુકા પંચાયતો અને 5 નગરપાલિકા પર ભાજપનો કબ્જો

By

Published : Mar 3, 2021, 2:13 PM IST

ખેડા જિલ્લાની 5 નગરપાલિકાઓ અને 8 તાલુકા પંચાયતોમાં ભાજપનો વિજય થયો છે. સામાન્ય ચૂંટણીના આવેલા પરિણામોમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપે મહુધા તાલુકા પંચાયત કોંગ્રેસ અને કઠલાલ નગરપાલિકા સમાજવાદી પાર્ટી પાસેથી આંચકી લીધી છે.

ખેડાની જિલ્લાની 8 તાલુકા પંચાયતો અને 5 નગરપાલિકા પર ભાજપનો કબ્જો
ખેડાની જિલ્લાની 8 તાલુકા પંચાયતો અને 5 નગરપાલિકા પર ભાજપનો કબ્જો

  • ખેડા જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં ભાજપની જીત
  • મહુધા તાલુકા પંચાયતમાં ભાજપે પ્રથમવાર પરચમ લહેરાવ્યો
  • કઠલાલ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીને ભાજપે આપી હાર

ખેડા: જિલ્લાની 5 નગરપાલિકા તેમજ 8 તાલુકા પંચાયતોના આવેલા પરિણામોમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં ભાજપે સત્તા જાળવી રાખી છે. જ્યારે, ભાજપે જિલ્લાની કઠલાલ નગરપાલિકા સમાજવાદી પાર્ટી પાસેથી અને મહુધા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે.

ખેડાની જિલ્લાની 8 તાલુકા પંચાયતો અને 5 નગરપાલિકા પર ભાજપનો કબ્જો

ખેડાજિલ્લાની 5 નગરપાલિકાના પરિણામ

  • નડિયાદ નગરપાલિકા - કુલ 52 ભાજપ 43 કોંગ્રેસ 1 અપક્ષ 8
  • કઠલાલ નગરપાલિકા - કુલ 24 ભાજપ 15 સમાજવાદી પાર્ટી 9
  • કણજરી નગરપાલિકા - કુલ 24 ભાજપ 12 અને કોંગ્રેસ 12
  • કપડવંજ નગરપાલિકા - કુલ 28 ભાજપ 14 અપક્ષ 14
  • ઠાસરા નગરપાલિકા - કુલ 24 ભાજપ 9 અપક્ષ 15

ખેડા જિલ્લાની 8 તાલુકા પંચાયતના પરિણામ

  • ખેડા તાલુકા પંચાયત - કુલ 18 ભાજપ 12 કોંગ્રેસ 6
  • માતર તાલુકા પંચાયત - કુલ 20 ભાજપ 10 કોંગ્રેસ 8 આપ 1 (ચૂંટણી બંધ 1 બેઠક પર )
  • વસો તાલુકા પંચાયત - કુલ 16 ભાજપ 10 કોંગ્રેસ 5 બિનહરીફ 1
  • નડીઆદ તાલુકા પંચાયત - કુલ 26 ભાજપ 17 કોંગ્રેસ 8 અપક્ષ 1
  • મહેમદાવાદ તાલુકા પંચાયત - કુલ 26 ભાજપ 20 કોંગ્રેસ 6
  • મહુધા તાલુકા પંચાયત - કુલ 18 ભાજપ 12 કોંગ્રેસ 6
  • ઠાસરા તાલુકા પંચાયત - કુલ 24 ભાજપ 16 કોંગ્રેસ 6 અપક્ષ 2
  • ગળતેશ્વર તાલુકા પંચાયત- કુલ 18 ભાજપ 10 કોંગ્રેસ 7 અપક્ષ 1

ABOUT THE AUTHOR

...view details