ગુજરાત

gujarat

અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને આજીવન કેદની સજા

By

Published : Feb 4, 2021, 10:56 PM IST

નડિયાદ નજીક એક આધેડ મહિલાનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરી મહિલાને માર મારી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. જે ગુનામાં આરોપીને નડિયાદ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપી
અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપી

  • મહિલા મંદિરે દર્શન કરીને ઘરે જઇ રહી હતી
  • કારમાં લિફ્ટ આપવાના બહાને અપહરણ કર્યું હતું
  • આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી

નડિયાદ :ઓક્ટોબર 2018માં વડતાલ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી ભોગ બનનાર આધેડ ઉંમરની મહિલા ઘરે જઈ રહ્યા હતા. તેે દરમિયાન આરોપી કાર લઇને આવ્યો હતો. તેણે મહિલાને લિફ્ટ આપવાના બહાને કારમાં બેસાડી મહિલાનું અપહરણ કર્યું હતુ. બળજબરીપૂર્વક કારમાં મહિલાનું અપહરણ કરી આરોપી નેશનલ હાઇવે નં.8 પર નડિયાદ તાલુકાના નરસંડા ચોકડી નજીક ખેતરમાં લઈ ગયો હતો.

દુષ્કર્મનો પ્રયાસ કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી
આરોપીએ મહિલાને ખેતરમાં લઇ ગયો હતો. ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી ફરિયાદી મહિલાના હાથ પગ બાંધીને મોઢામાં ડૂચો મારી દીધો હતો. પેટના અને મોઢાના ભાગે લાતો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપી ત્યાંથી નાસી છુટ્યો હતો.

અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપી

આરોપીને આજીવન કેદની સજા
ઘટના મામલે ચકલાસી પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ચકલાસી પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે કેસ નડિયાદ કોર્ટમાં ચાલી જતા ગુરુવારના રોજ નડિયાદ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details