ગુજરાત

gujarat

ખેડામાં સાંસદ અને વિધાનસભાના મુખ્ય દંડક દ્વારા ઓક્સિજન સુવિધા માટે ગ્રાન્ટ તેમજ અંગત સહાય ફાળવાઈ

By

Published : May 11, 2021, 6:49 AM IST

ખેડા જિલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે, ત્યારે જિલ્લાના દર્દીઓ માટે નડિયાદ ખાતે આવેલી હોસ્પિટલોમાં ઓક્સિજન સુવિધા વધારવા વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઇના પરિવાર તેમજ તેમની ગ્રાન્ટમાંથી અને સાંસદ દેવુસિંહ ચૌહાણની ગ્રાન્ટમાંથી કુલ રૂપિયા 60 લાખની ફાળવણી કરવામાં આવી છે.

ખેડામાં સાંસદ અને વિધાનસભાના મુખ્ય દંડક દ્વારા ઓક્સિજન સુવિધા માટે ગ્રાન્ટ તેમજ અંગત સહાય ફાળવાઈ
ખેડામાં સાંસદ અને વિધાનસભાના મુખ્ય દંડક દ્વારા ઓક્સિજન સુવિધા માટે ગ્રાન્ટ તેમજ અંગત સહાય ફાળવાઈ

  • વિધાનસભાના મુખ્ય દંડકના પરિવાર દ્વારા 20 લાખની સહાય
  • વિધાનસભાના મુખ્ય દંડક દ્વારા કુલ રૂપિયા 25 લાખની ગ્રાન્ટ ફાળવાઈ
  • સાંસદ દ્વારા કુલ રૂપિયા 35 લાખની ગ્રાન્ટ ફાળવાઈ
    સહાય ફાળવાઈ

ખેડાઃ કોરોના મહામારીના કપરા સમયમાં ખેડા જિલ્લાના દર્દીઓને બચાવવા ઓક્સિજનની તાતી જરૂરિયાત છે. જેને લઈ ઓક્સિજન સુવિધા વધારવા તેમજ નવી સુવિધા ઉપલબ્ધ બનાવવા તંત્ર સાથે મળી આગેવાનો દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.

આ પણ વાંચોઃ ખેડામાં ભાજપ દ્વારા પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર અર્પણ કરાયા

મહાગુજરાત હોસ્પિટલ ખાતે વધુ એક ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે

નડિયાદ મહાગુજરાત હોસ્પિટલમાં 150 જેટલા ઓક્સિજન બેડને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે વધુ એક ઓક્સિજન પ્લાન્ટને કાર્યરત કરવા માટે મુખ્ય દંડક પંકજ દેસાઈના પરિવાર તરફથી રૂપિયા 20 લાખ તથા ખેડા સાંસદ દેવુસિંહજી દ્વારા તેમની ગ્રાન્ટ માંથી રૂપિયા 20 લાખ તથા અન્ય સામાજિક સંસ્થાઓ, અનેકવિધ મદદકર્તા દાનવીરોની સહાયથી રૂપિયા 20 લાખ મળી કુલ રૂપિયા 60 લાખની રકમ મહાગુજરાત હોસ્પિટલના સંચાલકોને અર્પણ કરવામાં આવી છે.

સહાય ફાળવાઈ

એન.ડી.દેસાઈ હોસ્પિટલ ખાતે ઓક્સિજન સ્ટોરેજ માટે ગ્રાન્ટ

એન.ડી.દેસાઈ હોસ્પિટલ નડિયાદ ખાતે 175 ઓક્સિજનની સુવિધા ધરાવતા બેડ માટે ઉભી થનારી ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક માટે હોસ્પિટલના સંચાલકોની માંગણીના સંદર્ભે મુખ્ય દંડક પંકજ દેસાઈએ પોતાની ગ્રાન્ટ માંથી રૂપિયા 25 લાખ તથા અને ખેડા સાંસદ દેવુસિંહજીએ રૂપિયા 15 લાખ પોતાની ગ્રાન્ટમાંથી તાત્કાલિક અસરથી ફાળવણી કરી છે.

ABOUT THE AUTHOR

...view details