ગુજરાત

gujarat

ખેડામાં BSF જવાનની દીકરીનો વીડિયો વાયરલ કરનાર સામે નોંધાઈ ફરિયાદ

By

Published : Dec 26, 2022, 11:09 PM IST

Updated : Jan 16, 2023, 4:24 PM IST

ખેડાના ચકલાસી ખાતે બીએસએફ જવાન હત્યા (BSF Soldier killed in Kheda District) મામલે વધુ એક ફરિયાદ નોધાઈ છે. BSF જવાનની દીકરીનો વીડિયો બનાવનાર આરોપી (Daughter of BSF jawan video viral accused) શૈલેષ જાદવ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. હાલ શૈલેષ જાદવ ફરાર છે. પોલીસે આઇટી એક્ટ અને પોકસો એક્ટ અંતર્ગત કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. (BSF jawan murder case)

ખેડામાં BSF જવાનની હત્યા કરનાર 7 આરોપીઓ ઝડપાયા
ખેડામાં BSF જવાનની હત્યા કરનાર 7 આરોપીઓ ઝડપાયા

ખેડા:ચકલાસી ખાતે બીએસએફ જવાન પર હુમલો કરી મોત (BSF Soldier killed in Kheda District) નીપજાવવાની ઘટના બની હતી. જે મામલે પોલીસે વધુ એક ફરિયાદ નોધી છે. BSF જવાનની દીકરીનો વીડિયો બનાવનાર આરોપી (Daughter of BSF jawan video viral accused) શૈલેષ જાદવ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. (BSF jawan murder case)

વીડિયો વાયરલ કરનાર વિરુદ્ધ ફરિયાદ:બીએસએફ જવાન હત્યા મામલે વધુ એક ફરિયાદ નોધાઈ છે. BSF જવાનની દીકરીનો વીડિયો બનાવનાર આરોપી શૈલેષ જાદવ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. વાંધાજનક વીડિયો વાઇરલ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપી વિરુદ્ધ પોલીસે આઇટી એક્ટ અને પોકસો એક્ટ અંતર્ગત કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ શૈલેષ જાદવ ફરાર છે.

7 આરોપીઓને ઝડપી લીધા: ચકલાસી પોલીસે હુમલો કરનાર સાત આરોપીઓને ઝડપી પાડી (BSF jawan murder police arrested 7 accused) વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દીકરીનો વીડિયો વાયરલ કરવા મામલે ઠપકો આપવાં જતાં સાત લોકોએ BSF જવાન સહિત તેમના પરિવાર પર હુમલો કર્યો હતો, જેમાં BSF જવાનનું મોત નીપજ્યું હતું.

પુત્રીનો વીડિયો વાઈરલ કરવા બદલ ઠપકો: અહીં નડીયાદમાં ચકલાસીના (Chaklasi Police Station) સૂર્યનગરમાં રહેતા BSF જવાન મેલજીભાઈ ડાહ્યાભાઈ વાઘેલા પૂત્રીનો વીડિયો વાઈરલ કરનારા યુવકને ઠપકો આપવા તેમના ઘરે ગયા હતા. તે દરમિયાન તેમની પર 7 લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે આ મામલે (Kheda Crime News) ચકલાસી પોલીસે (Chaklasi Police Station) તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:દેશ માટે બલિદાન આપવાની કસમ ખાનારા ખેડાના BSF જવાનની ખૂલ્લેઆમ હત્યા

ઠપકો આપવા મામલે હુમલો: આ અંગે મળતી માહિતી અનુસાર, વનીપુરા ગામના શૈલેષ ઉર્ફે સુનિલ દિનેશભાઇ જાદવે થોડા દિવસ અગાઉ મૃતક BSF જવાન મેલજીભાઈની દિકરીનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ બાબતે મૃતક BSF જવાન મેલજીભાઈ, તેમની પત્ની, તેમનો દીકરો અને ભત્રીજો શનિવારે રાત્રે ઠપકો આપવા શૈલેષના ઘરે ગયા હતા. જોકે, તે દરમિયાન શૈલેષ તો હાજર નહતો, પરંતુ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે શૈલેષના પિતા, કાકા, દાદા સહિતના પરિવારજનોએ (Kheda Crime News) લાકડી, ધારીયા, પાવડા લઈ BSF જવાન અને તેમના દિકરા પર હુમલો કરતા BSF જવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ છે.

BSF જવાનને સન્માનપૂર્વક વિદાય: મૃતક BSF જવાન મેલજીભાઈ ડાહ્યાભાઈ વાઘેલા BSF 56 મહેસાણા ખાતે ફરજ બજાવતા હતા. તેઓ છેલ્લા 28 વર્ષથી BSFમાં નોકરી કરતા હતા. ત્યારે તેમની હત્યા (BSF Soldier killed in Kheda District) થતાં તેમને BSF અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં સન્માન સાથે અંતિમવિદાય આપવામાં આવી હતી. બીજી તરફ મૃતકના ઘટના સંદર્ભે મૃતકનાં પત્ની મંજુલાબેને ચકલાસી પોલીસ સ્ટેશને (Chaklasi Police Station) ફરિયાદ નોંધાવતા પોલીસ 7 હુમલાખોરો (Kheda Crime News) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated :Jan 16, 2023, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details