ગુજરાત

gujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિર હોસ્પિટલમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું

By

Published : Apr 20, 2021, 6:29 PM IST

ખેડા જિલ્લામાં ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે 100 બેડ ધરાવતું કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ જરૂર જણાય તો બેડની સંખ્યા વધારવાનું આયોજન પણ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે.

vadtal swaminarayan temple
vadtal swaminarayan temple

  • તંત્ર સાથે મળીને વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વાર કરાયું આયોજન
  • યાત્રાધામ વડતાલ ખાતે કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું
  • બેડની સંખ્યા વધારવાનું પણ આયોજન કરાયું

ખેડા : જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને લઈ તંત્ર દ્વારા સારવાર માટે સુવિધા વધારવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા દર્દીઓને સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવા તંત્ર સાથે મળી 100 બેડનું કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો -યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા 65 હજાર માસ્કનું વિતરણ

મંદિર સંચાલિત હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું

યાત્રાધામ વડતાલ ખાતે આવેલા મંદિર સંચાલિત સ્વામિનારાયણ હોસ્પિટલમાં OPD બંધ કરી કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં હાલ ઓક્સિજન સહિતની જરૂરી સુવિધા સાથે કોરોના દર્દીઓ માટે 100 બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

વડતાલ સ્વામિનારાયણ મંદિર હોસ્પિટલમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું

આ પણ વાંચો -વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા ભક્તોએ રાહ જોવી પડશે

કલેક્ટર સહિત અધિકારીઓએ લીધી મુલાકાત

ખેડા જિલ્લા કલેક્ટર આઇ. કે. પટેલે DDO અને આરોગ્ય અધીકારી સાથે કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યાં વ્યવસ્થા નિહાળી આસિસ્ટન્ટ કોઠારી ડૉ. સંત સ્વામી સાથે ચર્ચા કરી હતી.

મંદિર સંચાલિત હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું

આ પણ વાંચો -વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે 5થી 15 એપ્રિલ સુધી ભોજનાલય અને ઉતારા બંધ

બેડની સંખ્યા વધારવાનું પણ આયોજન કરાયું

ખેડા જિલ્લાના અધીકારીઓ સાથે ચર્ચા કરતા ડૉ. સંત સ્વામીએ જરૂરિયાત ઉપસ્થિત થાય તો બેડની સંખ્યા વધારવાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતુ. જે માટે સ્વામિનારાયણ સંસ્થા વડતાલના બીજા રેસ્ટ હાઉસ અને હોલમાં પણ બેડ તૈયાર કરાશે.

ABOUT THE AUTHOR

...view details