ગુજરાત

gujarat

ખેડામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત બીજો કેસ નોંધાયો

By

Published : Jan 22, 2021, 12:27 PM IST

રાજ્યમાં બેફામ બનેલા ભૂમાફિયાઓને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. જમીનો ઉપર ગેરકાયદેસર કબ્જો જમાવી દેતાં ભૂમાફિયાઓ પર રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ખેડા જિલ્લામાં બે કેસ નોંધવામાં આવ્યા છે.

ખેડામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત બીજો કેસ નોંધાયો
ખેડામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત બીજો કેસ નોંધાયો

  • જીલ્લામાં અત્યાર સુધી લેન્ડ ગ્રેબિંગ સમિતિને 36 અરજીઓ મળી
  • જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને દર 15 દિવસે સમિતિની યોજાય છે બેઠક
  • અગાઉ ચકલાસી પોલીસ મથકે 11 આરોપીઓ સામે નોંધાયો હતો ગુનો

ખેડા: જિલ્લામાં અત્યાર સુધી લેન્ડ ગ્રેબિંગ સમિતિને 36 અરજીઓ મળી છે. અગાઉ ઉત્તરસંડા ગામે સર્વે નં.81 વાળી જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવવા મુદ્દે ચકલાસી પોલીસ મથકે નીલમબેન પટેલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં 11 આરોપીઓ સામે ગૂનો નોંધાયો હતો. જ્યારે બીજા ગુનામાં માતર તાલુકાના વસ્તાણા ગામની જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવવા મુદ્દે લિંબાસી પોલીસમથકે ફરિયાદ નોંધાતા ખેડા જિલ્લામાં જ આ કાયદા અંતર્ગત બીજો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

ખોટી રીતે કબજો મેળવીને કોર્ટમાં ખોટો દાવો કર્યો તો નવા કાયદા હેઠળ ગુનો નોંધાયો

જીલ્લામાં ઉત્તરસંડા બાદ લીંબાસી પોલીસ સ્ટેશને બીજો કેસ દાખલ થયો છે. જેમાં માતર તાલુકાના વસ્તાણા ગામે સર્વે નં.308 વાળી સંદિપભાઈ પંચાલની 8 વીઘા જમીન પર તેમના પિતા વિનુભાઈ દ્વારા કાંતિભાઈ ભરવાડ પાસેથી રૂ.2,50,000 લીધા હતા. જેમાં કાંતિભાઈ ભરવાડે જમીન પર કબજો જમાવી અને રજિસ્ટર સ્ટેમ્પ પર વેચાણ કરાર ઊભો કરીને કોર્ટમાં ખોટો દાવો કર્યો હતો.પરંતુ જમીન માલિકે લેન્ડ ગ્રેબિંગના નવા કાયદા મુજબ કલેક્ટરને અરજી કરી હતી. આ અરજીની સંપૂર્ણ ચકાસણી બાદ આ બાબત લેન્ડ ગ્રેબિંગની હોવાનું બહાર આવતાં લીંબાસી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સમિતિ દ્વારા લેન્ડ ગ્રેબિંગની તમામ અરજીઓની ઝીણવટભરી રીતે તપાસ થાય છે


રાજ્ય સરકારના આ કાયદા હેઠળ કામગીરી માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને દર 15 દિવસે લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજવામાં આવે છે. જેમાં આવેલી અરજીઓની તપાસ કરી રીપોર્ટ રજૂ કરવામાં આવે છે.જેની સંપૂર્ણ તપાસ બાદ લેન્ડ ગ્રેબિંગ થયુ છે કે કેમ? તેની સ્પષ્ટતા કરી જરૂર લાગે તો પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે રિપોર્ટ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details