ગુજરાત

gujarat

હવે સાસણ સફારી પાર્કની માણી શકશો મોજ, પ્રાણીસંગ્રહાલય આગામી 1લી ઓકટોબરથી ફરી ધમધમતા થશે

By

Published : Sep 5, 2020, 11:48 AM IST

આગામી 1 લી ઓકટોબરથી રાજ્યમાં આવેલા સાસણ સહિત અમરેલીનું દેવળીયા પાર્ક તેમજ જૂનાગઢમાં આવેલું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખોલવા માટે વનવિભાગ તૈયારી કરી રહ્યું છે.

jnd
પ્રાણીસંગ્રહાલય આગામી 1લી ઓકટોબરથી ફરી ધમધમતા થશે

જૂનાગઢ: આગામી 1 લી ઓકટોબરથી જૂનાગઢ નજીક આવેલું સાસણ સફારી પાર્ક સહિત દેવડીયા અને અમરેલીના ધારી નજીક બનાવવામાં આવેલું અમરેલી સફારી પાર્ક ખુલવા જઈ રહ્યું છે. જેને લઇને રાજ્ય વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પાછલા પાંચ મહિનાથી તમામ સફારી પાર્ક અને પ્રાણીસંગ્રહાલય બંધ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે આ પ્રાણીસંગ્રહાલય ખુલવા જઇ રહ્યા છે.

પ્રાણીસંગ્રહાલય આગામી 1લી ઓકટોબરથી ફરી ધમધમતા થશે
સફારી પાર્કને ખોલવા માટે કેટલાંક ચોક્કસ દિશા નિર્દેશો પણ વનવિભાગ બનાવી રહ્યું છે. સફારી પાર્ક અને પ્રાણીસંગ્રહાલયમાં કેટલા પ્રવાસીઓને એક સમયે પ્રવેશ આપવા સહિત માસ્ક જેવી ફરજિયાત વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. તેમજ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તકેદારીના તમામ ચુસ્ત પગલાંનો અમલ પણ થવા જઇ રહ્યો છે. ત્યારે આગામી ઓક્ટોબર માસમાં ફરીથી જૂનાગઢ નજીક આવેલું સાસણ સહિત દેવળીયા આંબરડી સફારી પાર્ક અને સૌરાષ્ટ્રના મોટાભાગના પ્રાણીસંગ્રહાલય પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details