ગુજરાત

gujarat

પાક ધિરાણ વીમો અને પ્રીમિયમની કામગીરી ઓનલાઇન કરવા હર્ષદ રિબડિયાની માગ

By

Published : Apr 20, 2021, 7:26 PM IST

વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ મુખ્યપ્રધાનને પત્ર લખીને ગત વર્ષના કૃષિ ધિરાણ ખેડૂતોને ઘેર બેઠા કરી આપવામાં આવે તેવી પત્ર દ્વારા માગ કરી છે. પત્રમાં લખ્યું છે કે, કોરોના સંક્રમણ કાળમાં ખેડૂતોને ખરાઇ માટે પંચાયત, સહકારી મંડળી કે બેન્કમાં બોલાવવાની જગ્યાએ ઓનલાઇન રજીસ્ટર મુજબ નવાજૂની કરી દેવાની માગ કરી છે.

પાક ધિરાણ વીમો અને પ્રીમિયમની કામગીરી ઓનલાઇન કરવા હર્ષદ રિબડિયાની માગ
પાક ધિરાણ વીમો અને પ્રીમિયમની કામગીરી ઓનલાઇન કરવા હર્ષદ રિબડિયાની માગ

  • વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ મુખ્યપ્રધાન રૂપાણીને લખ્યો પત્ર
  • કોરોનાકાળમાં ખેડૂતોને પાક ધિરાણના નવાજૂની ઓનલાઇન કરવા કરી રજૂઆત
  • ગત વર્ષના ઓનલાઈન ડેટાને ધ્યાને લઈને આ વર્ષના પાક ધિરાણમાં નવાજૂની કરવા રજૂઆત

વિસાવદર: ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખીને ખેડૂતોને આપવામાં આવતા પાક ધિરાણની નવાજૂની ઓનલાઈન કરવાની માગ કરી છે. સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે સતત વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને ગત વર્ષના પાક ધિરાણની વિગતો, પાક વીમો અને પ્રીમિયમ સહિતની તમામ સરકારી કામગીરી ઓનલાઇન કરવાની માગ કરાઈ છે. રિબડીયાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, સતત વધી રહેલું કોરોના સંક્રમણ ખેડૂતોને પાક ધિરાણ સહિત અન્ય કામગીરી માટે બેન્ક સહકારી મંડળી કે ઈ-ધરા કેન્દ્રમાં બોલાવવા ખૂબ જ ખતરારૂપ બની શકે છે.

પાક ધિરાણ વીમો અને પ્રીમિયમની કામગીરી ઓનલાઇન કરવા હર્ષદ રિબડિયાની માગ

સરકાર પાસે ખેડૂતોના પ્રમાણો ઓનલાઈન મોજૂદ છે

હર્ષદ રિબડિયાએ જણાવ્યું હતું કે, પાછલા કેટલાક વર્ષોથી ખેડૂતોની મોટાભાગની કામગીરી અને ધિરાણ મેળવવા માટે જરૂરી પ્રમાણપત્રો સરકાર પાસે ઓનલાઇન છે. ત્યારે કોરોના જેવા સંકટ ભર્યા સમયમાં ખેડૂતોને સહકારી મંડળીઓ, બેન્ક તેમજ સુવિધા કેન્દ્રોમાં પ્રમાણપત્રોની ચકાસણી માટે નહીં બોલાવીને તેમની પાસે જે ઓનલાઈન ડેટા પડેલો છે, તેના પર પાક ધિરાણ પ્રીમિયમ અને વિમા સહિતની તમામ નવાજૂનીની કામગીરી ઓનલાઈન કરવામાં આવે તેવી હર્ષદ રિબડિયાએ માગ કરી છે.

પાક ધિરાણ વીમો અને પ્રીમિયમની કામગીરી ઓનલાઇન કરવા હર્ષદ રિબડિયાની માગ

ABOUT THE AUTHOR

...view details