ગુજરાત

gujarat

ફરાર પાકા કામનાં કેદીને ઝડપી પાડતી પોરબંદર પેરોલ ફર્લો સ્કોડ

By

Published : May 28, 2021, 3:23 PM IST

હત્યાનાં ગુનામાં આજીવન કેદની સજા ભોગવનાર રાજકોટ મધ્યસ્થ જેલનાં ફરાર પાકા કામનાં કેદીને પોરબંદર પોલીસે ઝડપી પાડ્યા હતા. પોરબંદર પેરોલ ફર્લો સ્કોડ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકને ભાગી જતાં હોય જે કેદીઓને પકડી જેલ હવાલે કરવા માટે સખત સુચના આપી હતી. જે અનુસંધાને એક ફરાર કેદીને પોરબંદર પોલીસે ઝડપી પાડવામાં આવ્યો હતો.

ફરાર પાકા કામનાં કેદીને ઝડપી પાડતી પોરબંદર પેરોલ ફર્લો સ્કોડ
ફરાર પાકા કામનાં કેદીને ઝડપી પાડતી પોરબંદર પેરોલ ફર્લો સ્કોડ

  • રાજકોટ મધ્યસ્થ જેલનાં પોરબંદર પોલીસે ઝડપ્યો
  • ભાગી જનારા કેદીનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો
  • પોરબંદર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા સમયે કેદીને ઝડપ્યો

જૂનાગઢઃ હત્યાનાં ગુનામાં આજીવન કેદની સજા ભોગવનાર રાજકોટ મધ્યસ્થ જેલનાં ફરાર પાકા કામનાં કેદીને પોરબંદર પોલીસે ઝડપી પાડ્યા હતા. પોરબંદર પેરોલ ફર્લો સ્કોડ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવાર સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની સાહેબે પોરબંદર, પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ.ઍન.એમ.ગઢવી તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફ દ્વારા જેલમાં સજા ભોગવતા કાચા/પાકા કામનાં કેદીઓ વચગાળા રજા પર જઇ હાજર નહિ થવાનાં બદલે ભાગી જતાં હોય જે કેદીઓને પકડી જેલ હવાલે કરવા માટે સખત સુચના આપી હતી. જે અનુસંધાને એક ફરાર કેદીને પોરબંદર પોલીસે ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃવડોદરાનો કુખ્યાત બુટલેગર પોલીસને ચકમો આપી ફરાર, કોવિડ કેર સેન્ટરમાંથી નાસી છુટ્યો

ફરાર કેદી સંજય હરીશભાઈ ડોડીયાનો કોરોના ટેસ્ટ નેગેટિંવ

પોરબંદર પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફના સભ્યને હતાં. તે દરમિયાન પી.કે.બોદર તથા વજશીભાઈ માલદેભાઈને બાતમીરાહે હકિકત મળેલી તે જગ્યાએ તપાસ કરતાં પાકા કામનાં ફરાર કેદી સંજય હરીશભાઈ ડોડીયાનો કોરોના ટેસ્ટ કરાવતાં નેગેટીવ આવ્યો હતો. જેથી તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા તજવીજ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કુખ્યાત ગેડીયા ગેંગનો 8 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

પાકા કામનાં ફર્લો જંમ્પ કેદીને પકડી પાડવામાં સફળતા મળી

આરોપી ગીર સોમનાથ મરિન પોલીસ સ્ટેશન ફર્સ્ટ E.P. કલમ 304 મુજબનાં ગુનામાં કામે સંજય હરીશભાઈ ડોડીયા કોર્ટમાં કેસ ચાલી જતાં હત્યાનાં ગુનામાં સજા થયેલા જે સજા તેઓ રાજકોટ મધ્યસ્થ જેલમાં ભોગવતા હતા, ત્યાંથી 14 દિવસની ફર્લો રજા પર રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું. તેઓ સમયસર રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થયેલા નહિ અને ફરાર થયો હતો આમ, પોરબંદર, પેરોલ ફર્લો સ્કોડના ટીમને હત્યાનાં ગુનામાં સજા કાપતાં પાકા કામનાં ફર્લો જંમ્પ કેદીને પકડી પાડવામાં સફળતા મળી હતી.

કામગીરીમાં જોડાયેલા પોરબંદર પોલીસ સ્ટાફ

આ સમગ્ર કામગીરીમાં પોરબંદર, પેરોલ ફર્લો સ્કોડનાં પો.સ.ઇ. એન.એમ.ગઢવીની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં ઍ.એસ.આઇ. ઍ.જે.સવનિયા તથા હેડ કોન્સ. પિ.કે.બોદર તથા પો.કોન્સ. પ્રકાશભાઈ ગોરધનભાઈ તથા વજશીભાઈ માલદેભાઈ તથા રોહિતભાઈ વસાવા તથા ઉપેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતાં.

ABOUT THE AUTHOR

...view details