ગુજરાત

gujarat

Sakkarbagh Zoo : વર્ષના પ્રારંભે જ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં સિંહ બાળનો જન્મ થાય તેવી ઉજળી શક્યતા

By

Published : Feb 27, 2023, 4:52 PM IST

જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં સિંહ બાળનો જન્મ થાય તેવી ઉજળી શક્યતા જોવામાં આવી રહી છે. ઝૂમાં રહેલી 6 જેટલી સિંહણોનું તબીબી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને ટૂંક સમયમાં સિંહ બાળના જન્મના સમાચાર સામે આવી શકે છે.

Sakkarbagh Zoo : વર્ષના પ્રારંભે જ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં સિંહ બાળનો જન્મ થાય તેવી ઉજળી શક્યતા
Sakkarbagh Zoo : વર્ષના પ્રારંભે જ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં સિંહ બાળનો જન્મ થાય તેવી ઉજળી શક્યતા

જૂનાગઢ : જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલા એશિયાના એકમાત્ર સિંહ બ્રિડિંગ સેન્ટરમાંથી સિંહ બાળના જન્મના સમાચાર મળી શકે છે. બ્રિડિંગ સેન્ટરમાં રહેલી છ સિંહણો પૈકી કેટલીક સિંહણો ગર્ભવતી હોઈ શકે છે. તમામ સિંહણોની શારીરિક તપાસ હજુ કરવામાં આવી નથી પરંતુ આગામી દિવસોમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં નવા સિહબાળનો જન્મ થશે તેવી ઉજળી શક્યતાઓ વર્ષના પ્રારંભે જ જોવા મળે છે.

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એશિયાનું એકમાત્ર સિંહ બ્રિડિંગ સેન્ટર

સક્કરબાગમાં સંભળાશે સિંહ બાળની ડણકજૂનાગઢમાં આવેલા અને એશિયાનો સૌથી જૂનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પાછલા કેટલા વર્ષોથી એશિયામાં એકમાત્ર ગીરમાં જોવા મળતા જંગલના રાજા સિંહની સંતતિ સચવાઈ જળવાઈ અને આગળ વધે તે માટે બ્રિડિંગ સેન્ટર શરૂ કરાયું છે. દર વર્ષે 10થી લઈને 20 સુધીના સિંહ બાળનો જન્મ થઈ રહ્યો છે. આ ખૂબ જ સારા અને બ્રીડિંગ સેન્ટરને લઈને સચોટ સમાચાર માનવામાં આવે છે. બ્રિટિંગ સેન્ટરમાં છ જેટલી સિંહણો અને તેની સાથે નર સિંહને રાખવામાં આવ્યા છે. જેના પર સતત તબીબોના નિરીક્ષણ નિચે બ્રિડીંગ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં ગત વર્ષે ખૂબ સારી સફળતા મળી હતી. પાછલા ચાર પાંચ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ સિંહ બાળનો જન્મ થયો હતો ત્યારે આ વર્ષે પણ વર્ષના પ્રારંભિક મહિનામાં જ નવા સિંહ બાળની ડણકો થી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ગુંજતું જોવા મળશે.

આ પણ વાંચો જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના બ્રિડિંગ સેન્ટરમાં એક વર્ષમાં સૌથી વધુ 29 સિંહબાળનો થયો જન્મ

પાછલા ત્રણ વર્ષમાં 70 કરતાં વધુ સિંહ બાળનો જન્મ એશિયામાં એકમાત્ર ગીરના જંગલ વિસ્તારમાં જોવા મળતા સિંહોની સંતતિ સતત જળવાઈ રહે તે માટે બ્રીડિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. દર વર્ષે ધીમે ધીમે સફળતાનો દર પણ વધી રહ્યો છે. પાછલા ત્રણ વર્ષ દરમિયાન 70 કરતાં વધુ સિંહ બાળનો જન્મ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના બ્રિડિંગ સેન્ટરમાં થયો છે. આ બ્રિડિંગ સેન્ટરની સફળતાને ઉજાગર કરે છે. ત્યારે આ વર્ષના પ્રારંભના મહિનામાં નવા સિંહબાળ નો જન્મ થાય તેવી શક્યતાઓ છે. બ્રિડિંગ સેન્ટરમાં રહેલી છ જેટલી સિંહણોની ગર્ભાવસ્થાને લઈને તબીબી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તબીબી પરીક્ષણને અંતે કેટલી સિંહણો ગર્ભવતી છે તેની વિગત બહાર આવશે. ત્યાર બાદ આ વર્ષે કેટલા સિંહબાળ સકરબાગ પ્રાણી સંગ્રહાલયના બ્રીડિંગ સેન્ટરમાં જન્મ થશે તેની વિગતો પણ સામે આવશે.

આ પણ વાંચો અરે વાહ, જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (Sakkarbagh Zoo)માં વધુ ત્રણ સિંહ બાળનો જન્મ

રેન્જ અધિકારી સક્કરબાગે આપી માહિતીસક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના રેન્જ અધિકારી નીરવ મકવાણાએ ઈ ટીવી ભારતને માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ તમામ સિંહણોનું તબીબી પરીક્ષણ ચાલી રહ્યું છે. જે પૈકી બ્રીડિંગ સેન્ટરમાં રહેલી છ સિંહણો પૈકી કેટલી સિંહણો ગર્ભવતી છે તેને લઈને પણ પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસો બાદ ગર્ભવતી સિંહણોના આંકડાઓ સામે આવશે. ત્યાર બાદ ચોક્કસપણે કહી શકાશે કે આ વર્ષે કેટલી સિંહણો ગર્ભવતી બની છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે દર વર્ષની માફક આ વર્ષે પણ વર્ષના પ્રારંભના મહિનામાં જ સિંહ બાળની ડણકથી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનું બ્રીડિંગ સેન્ટર ગુંજી ઉઠશે.

ABOUT THE AUTHOR

...view details