ગુજરાત

gujarat

દર્શન પૂજન અને જળાભિષેક કરવાથી કર્મ બંધનમાંથી મુક્તિ અપાવતા ભવનાથ મહાદેવનું ધાર્મિક મહાત્મ્ય

By

Published : Sep 5, 2021, 2:36 PM IST

શ્રાવણ મહિનો હવે તેના અંતિમ કલાકો તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સ્વયંભૂ દેવાધિદેવ ભવનાથ મહાદેવ ગિરનારની તળેટીમાં બિરાજી રહ્યા છે કહેવાય છે કે ભવનાથ મહાદેવના દર્શન પુજન અને જળાભિષેકઃ કરવાથી ભવનો પાર થતો હોય છે તેવી ધાર્મિક આસ્થા સાથે શ્રાવણ મહિનામાં ભવનાથ મહાદેવની પૂજા કરીને શિવભક્તો પોતાની જાતને ધન્ય કરી રહ્યા છે.

દર્શન પૂજન અને જળાભિષેક કરવાથી કર્મ બંધનમાંથી મુક્તિ અપાવતા ભવનાથ મહાદેવનું ધાર્મિક મહાત્મ્યદર્શન પૂજન અને જળાભિષેક કરવાથી કર્મ બંધનમાંથી મુક્તિ અપાવતા ભવનાથ મહાદેવનું ધાર્મિક મહાત્મ્ય
દર્શન પૂજન અને જળાભિષેક કરવાથી કર્મ બંધનમાંથી મુક્તિ અપાવતા ભવનાથ મહાદેવનું ધાર્મિક મહાત્મ્ય

  • શ્રાવણ મહિનો અંતિમ કલાકો તરફ આગળ વધી રહ્યો છે
  • ભવનાથની ગિરિ તળેટીમાં સ્વયંભૂ પ્રગટેલા ભવનાથ મહાદેવનું છે અનન્ય ધાર્મિક મહત્વ
  • શ્રાવણ માસમાં ભાવિકો ભવનાથ મહાદેવના દર્શન પૂજા

જૂનાગઢ: શ્રાવણ મહિનાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે દેવાધિદેવ મહાદેવની પૂજા અભિષેક અને દર્શન કરવા માટે શિવ ભક્તો ભવનાથ મહાદેવના મંદિરે દેવાધિદેવ મહાદેવની પૂજા કરીને ધન્યતા અનુભવે છે. પ્રાચીન ધર્મગ્રંથોમાં ભવનાથ મહાદેવને ભવેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિર ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું અને પૌરાણિક માનવામાં આવે છે. દેવ ઉઠી અગિયારસના દિવસે ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમા હોય કે, મહા શિવરાત્રીનો મહાપર્વ ભવનાથ મહાદેવની પ્રથમ પૂજા આજે પણ ધાર્મિક મહત્વ રાખે છે. ત્યારે પવિત્ર અને શિવને પ્રિય એવા શ્રાવણ માસમાં ભાવિકો ભવનાથ મહાદેવના દર્શન પૂજા અને અભિષેક કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

દર્શન પૂજન અને જળાભિષેક કરવાથી કર્મ બંધનમાંથી મુક્તિ અપાવતા ભવનાથ મહાદેવનું ધાર્મિક મહાત્મ્ય

ધાર્મિક માન્યતા ભવનાથ મહાદેવના દર્શન સાથે જોડાયેલી

ભવનાથ મહાદેવની પૂજા કરવાથી જાણે કે અજાણે કોઈનું અહિત થયું હોય તેવા કર્મ બંધન માંથી મળે મુક્તિ છે. ભવનાથ મહાદેવ સ્વયંભૂ ગિરનારની તળેટીમાં બિરાજમાન છે કહેવાય છે કે, ભવનાથ મહાદેવના દર્શન કરવા માત્રથી મનુષ્ય યોનીમાં જન્મ ધારણ કર્યા બાદ કોઈ પણ વ્યક્તિથી કોઈનું અહિત થયું હોય તો તેનો નાશ થાય છે અને આવી પ્રત્યેક વ્યક્તિ કર્મ બંધનમાંથી મુક્ત થઈને શિવની સમીપ જાય છે, આવી ધાર્મિક માન્યતા ભવનાથ મહાદેવના દર્શન સાથે જોડાયેલી છે

નારદજીએ માતા પાર્વતીજીને જણાવ્યું

કૈલાશ પર્વતમાં અંતર્ધ્યાન બનેલા મહાદેવને પ્રાપ્ત કરવા માટે માતા પાર્વતીજીએ રેવતાચલ (ગિરનાર) પર્વતમાં કરી હતી. કઠોર સાધના ભવનાથ મહાદેવના સ્વયંભૂ પ્રગટ થવાને પાછળ પણ ધાર્મિક માન્યતા જોડાયેલી છે. હજારો વર્ષ પૂર્વે જ્યારે મહાદેવ કૈલાશમાંથી અંતર્ધ્યાન થયેલા ત્યારે માતા પાર્વતીજી ઘણા જ શોકમાં સરી પડયા હતા અને મહાદેવને કેવી રીતે ફરીથી પ્રાપ્ત કરી શકાય તે બાબતે નારદ ઋષિ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ બાદ નારદજીએ માતા પાર્વતીજીને જણાવ્યું હતું કે, આપ વસ્ત્રાપથેશ્વર નામના ક્ષેત્રમાં આવેલા રેવતાચલ પર્વત પર જઈને મહાદેવની આરાધના કરો તો મહાદેવની પ્રાપ્તિ ચોક્કસ થશે.

રેવતાચલ પર્વત પર મહાદેવને પ્રાપ્ત કરવા ગયા હતા પાર્વતી

નારદ ઋષિની આજ્ઞાને માન આપીને માતા પાર્વતીજી 33 કોટી દેવતા ઓને સાથે લઈને રેવતાચલ પર્વત પર મહાદેવને પ્રાપ્ત કરવા માટે તપ અને સાધનામાં મગ્ન થયા પાર્વતી માતાની તપશ્ચર્યા અને સાધના બાદ દેવાધિદેવ મહાદેવએ તેમનું મૃગચર્મ વસ્ત્રાપથેશ્વર વિસ્તારમાં ફેંક્યું અને મહાદેવે તેમનું પ્રમાણ દેવતાઓ અને સાધનામા મગ્ન બનેલા પાર્વતીજીને આપ્યું કે, તેઓ આ ક્ષેત્રમાં વાંસ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details