ગુજરાત

gujarat

Profit of Junagadh APMC: જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ કર્યો બે કરોડ કરતાં વધુનો નફો

By

Published : Apr 4, 2022, 5:08 PM IST

જૂનાગઢ APMCમાં (Junagadh APMC)બે કરોડ કરતાં વધુના નફાની સાથે ગત વર્ષે પુષ્કળ પ્રમાણમાં કૃષિ જણશીનું ખરીદ વેચાણ કરવામાં (Profit of Junagadh APMC)આવ્યું હતુ. જૂનાગઢ વિસ્તારમાં મગફળીની સરખામણીએ સોયાબીનનું વાવેતર સતત વધી રહ્યું છે જેને કારણે ગત વર્ષે મગફળી કરતા સોયાબીનની આવક વધુ નોંધાઇ હતી.

Profit of Junagadh APMC:  જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ કર્યો બે કરોડ કરતાં વધુનો નફો
Profit of Junagadh APMC: જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ કર્યો બે કરોડ કરતાં વધુનો નફો

જૂનાગઢઃગત નાણાકીય વર્ષ દરમિયાન(Junagadh APMC) જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બે કરોડ કરતાં વધુના નફાની સાથે ગત વર્ષે પુષ્કળ પ્રમાણમાં કૃષિ જણશીનું ખરીદ વેચાણ (Profit of Junagadh APMC)કરવામાં આવ્યુ હતુ. કોરોના કાળની (Corona period)વચ્ચે પણ જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કૃષિ પેદાશોની ખરીદ અને વેચાણ થયું હતું. જે ખૂબ ઉત્સાહ જનક વાતાવરણ પૂરું પાડી રહ્યું છે.

જૂનાગઢ APMC

કોરોનાને કારણે અનેક વખત માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણપણે બંધ રહ્યું -ગત વર્ષે જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કુલ 13 લાખ 37 હજાર 752 ક્વિન્ટલ જેટલી કૃષિ જણશીની આવક થઈ હતી. જેની સામે કુલ 743 કરોડ 85 લાખ 34 હજાર જેટલી રકમની ખરીદ વહેચાણ ગત વર્ષ દરમિયાન કરવામાં આવ્યું હતું. જૂના થકી APMCને અંદાજિત બે કરોડ કરતા વધુ નફો થયો હોવાની વિગતો બહાર આવી છે. પાછલા બે વર્ષ દરમિયાન કોરોના સંક્રમણને કારણે અનેક વખત માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું તેમ છતાં કૃષિ જણસોની આવક અને ખરીદ વેચાણની રકમમાં ખૂબ મોટો વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃજૂનાગઢ APMCમાં મગફળી અને સોયાબીનની આવક વધતા બંનેના બજાર ભાવ વધ્યા

ગત વર્ષે મગફળી કરતા સોયાબીનની આવકમાં વધારો -ગત વર્ષે જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવેલી કૃષિ જણસોનાની વાત કરીએ તો 1 લાખ 55 હજાર ક્વિન્ટલ મગફળી 19 લાખ 91 હજાર ક્વિન્ટલ સોયાબીન 2 લાખ 20 હજાર ક્વિન્ટલ ધાણા, 2 લાખ 15 હજાર ક્વિન્ટલ ઘઉં, 1 લાખ 43 હજાર ક્વિન્ટલ તલ અને 89 હજાર 500 કિલો ક્વિન્ટલ ચણાની આવક ગત નાણાકીય વર્ષ દરમિયાન જૂનાગઢ એપીએમસીમાં થવા પામી હતી.

જૂનાગઢ મગફળીના વાવેતર માટે અગ્રણી -પાછલા કેટલાંક વર્ષોની સરખામણીએ જૂનાગઢ વિસ્તારમાં મગફળીની સરખામણીએ સોયાબીનનું વાવેતર સતત વધી રહ્યું છે જેને કારણે ગત વર્ષે મગફળી કરતા સોયાબીનની આવક વધુ નોંધાઇ હતી. જૂનાગઢ જિલ્લાને મગફળીના વાવેતર માટે અગ્રણી જિલ્લા તરીકે ગણતરી કરવામાં આવે છે. પરંતુ પાછલા નાણાકીય વર્ષમાં મગફળીની સરખામણી એ સોયાબીનની વિશેષ આવક જોવા મળી હતી.
આ પણ વાંચોઃજૂનાગઢ APMCમાં ખેડૂતોની લાગી લાઈન, રોકડમાં ચૂકવણી થતા મગફળીની આવકમાં વધારો

ABOUT THE AUTHOR

...view details