ગુજરાત

gujarat

જૂનાગઢઃ દામોદર કુંડ ફિલ્ટર પ્લાન્ટ રહસ્યમય રીતે ગુમ, કુંડમાં ગંદા પાણીનું સામ્રાજ્ય

By

Published : Mar 2, 2020, 1:58 PM IST

છેલ્લા કેટલાક સમયથી દામોદર કુંડમાં સ્વચ્છ અને નિર્મળ જળ રહે તે માટે ફિલ્ટર પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો. આ પ્લાન્ટ છેલ્લા કેટલાક મહિનાઓથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયો છે. જેને લઇને દામોદર કુંડમાં પાણી ગંદુ અને કોઈ બીમારી ફેલાવે તેવું બની રહ્યું છે. જેને કારણે અહીં આવતા ભાવિકોની સાથે દામોદર કુંડના તીર્થ પુરોહિતોની લાગણી પણ દુભાઈ રહી છે.

kund
દામોદર કુંડ

જૂનાગઢ: ગત વર્ષે જૂનાગઢમાં આયોજિત મહાશિવરાત્રી મેળાને મીની કુંભનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારે અહીં સમગ્ર દેશમાંથી સાધુ સંતોનો જમાવડો થયો હતો. ત્યારે ગિરનાર તળેટીમાં મીનીકુંભ જેવો માહોલ ઊભો થાય અને અહીં આવતા દરેક શ્રદ્ધાળુને પવિત્ર અને ધાર્મિક સ્નાન માટે તક મળી રહે તે માટે દામોદર કુંડમાં ફિલ્ટર પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો. જે રહસ્યમય સંજોગોમાં ગુમ થતો જોવા મળી રહ્યો છે.

દામોદર કુંડમાં લગાવવામાં આવેલો ફિલ્ટર પ્લાન્ટ રહસ્યમય રીતે ગુમ

વર્ષોથી દામોદર કુંડના પાણીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. જેને ધ્યાને રાખીને સમગ્ર વર્ષ દરમિયાન દામોદર કુંડમાં સ્વચ્છ અને નિર્મળ પાણી વહે તે માટે દામોદર કુંડમાં ફિલ્ટર પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો. આ પ્લાન દામોદર કુંડ માટે જ રાખવામાં આવ્યો હતો. તેવું જે તે સમયે જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા છ મહિનાથી આ ફિલ્ટર પ્લાન્ટ દામોદર કુંડમાંથી અચાનક ગાયબ થયેલો જોવા મળી રહ્યો છે. જેને કારણે દામોદર કુંડમાં પાણીનું સ્તર ખૂબ જ ઘટી રહ્યું છે.

આ સાથે પાણી ખુબજ અસ્વચ્છ દુર્ગંધ મારતું અને કોઈ બીમારી ફેલાવી શકે એટલી હદે અપવિત્ર બની ગયું છે. ત્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓ અને દામોદર કુંડના તીર્થ પુરોહિતો અદ્રશ્ય થઈ ગયેલા ફિલ્ટર પ્લાન્ટને ફરીથી અહીં લગાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details