ગુજરાત

gujarat

Gujarat Weather: માર સમાન માવઠાએ ખેડૂતોનો ખેતી કરવાનો હરખ ભાંગ્યો, જૂનાગઢમાં વરસાદ

By

Published : Apr 29, 2023, 10:17 AM IST

Updated : Apr 29, 2023, 2:36 PM IST

જુનાગઢ શહેરના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો અને ધોધમાર વરસાદ શરૂ થયો વહેલી સવારે 06:00 વાગ્યાથી લઈને સાત વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો. જેને કારણે વૈશાખ મહિનાના દિવસોમાં પણ ચોમાસાના અષાઢ મહિનાના માહોલ ઉભો થયો હતો. ઉનાળુ પાક અને ખાસ કરીને કેસર કેરીના ઉત્પાદન પર માઠી અસર જોવા મળશે તેવી શક્યતા વધી રહી છે

Rainfall: મેહુલો બારેમાસ, ખેડૂતોનો ખેતી કરવાનો હરખ ભાગ્યો
Rainfall: મેહુલો બારેમાસ, ખેડૂતોનો ખેતી કરવાનો હરખ ભાગ્યો

મેહુલો બારેમાસ, ખેડૂતોનો ખેતી કરવાનો હરખ ભાગ્યો

જૂનાગઢ:મેહુલાના ઘાતકી મંડાણ થયા છે. આ મેહુલો માણવા જેવો નહીં પરંતુ ખેડૂતો માટે મોત સમાન છે. વરસાદના મંડાણ નહીં પરંતુ ખેડૂતો માથે આફતના મંડાણ કર્યા છે. ધરતીપુત્રને આ ઠંડીહવા ઝેરી હવા સમાન લાગી રહી છે. ઠંડા વાતાવરણમાં ખેડૂતોના કાળજા બળીને ખાખ થઇ રહ્યા છે. ઉનાળો, ચોમાસુ, શિયાળો કોઇ પણ સિઝનમાં મેઘરાજા ખેડૂતોને બક્ષવા માંગતા નથી. હવે અહીંયા ખેડૂત ટાર્ગેટ છે કે જીવન સૃષ્ટિ એ કહેવું મુશ્કેલ છે. પરંતુ હાલ તો ભારે ઉકળાટમાં જૂનાગઢ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે.

ધોધમાર વરસાદ: જુનાગઢ શહેરના વાતાવરણમાં શનિવારે વહેલી સવારે અચાનક પલટો આવ્યો હતો. ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સવારના છથી સાત એમ એક કલાક દરમિયાન ચોમાસાની માફક વરસાદ વરસતો જોવા મળ્યો હતો. વૈશાખ મહિનામાં ગરમી અને તાપનો મહિનો માનવામાં આવે છે. આવા સમયે અષાઢ મહિના જેવો ચોમાસાની યાદ અપાવે તે પ્રકારે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ વરસાદથી ચોક્કસ પણે ગરમીમાંથી રાહત મળશે. પરંતુ ફરી જ્યારે તડકાના દિવસો શરૂ થશે. આજે વરસાદ પ્રચંડ ગરમી માટે પણ કારણભૂત બની શકે છે. હવામાન વિભાગે પણ કમોસમી વરસાદને લઈને પાછલા દિવસો દરમિયાન શક્યતા વ્યક્ત કરી હતી. જૂનાગઢ શહેરમાં ધોધમાર એક ઇંચ જેટલો વરસાદ પડતા ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો JUNAGADH NEWS : જૂનાગઢની માંગરોળ સબ જેલમાંથી કેદીઓ પાસેથી મળી આવી પ્રતિબંધિત વસ્તુઓ

ઉનાળુ પાકને નુકસાન:શનિવારે અચાનક જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે. તેને લઈને ઉનાળુ પાકને ખૂબ મોટા અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની પૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જે રીતે ચોમાસાની માફક વરસાદ પડતો હતો. તે ઉનાળુ પાકો ખાસ કરીને તલ મગફળી વ્યાપક પ્રમાણમાં નુકસાન કરી શકે છે. વધુમાં ગીર વિસ્તારમાં થતી કેસર કેરી માટે પણ આ વરસાદ ચોક્કસપણે એકમાત્ર નુકસાન લઈને આવી શકે છે. આ દિવસો દરમિયાન કેરીના પાકને પુષ્કળ પ્રમાણમાં તડકો અને ગરમ પવનની જરૂર હોય છે. પરંતુ વર્તમાન સમયમાં ભેજવાળું વાતાવરણ નહીવત તડકો અને નુકસાનકારક કમોસમી વરસાદ કેરીના પાકમાં ઉત્પાદન સાથે તેમાં રોગ જીવાત નો ઉપદ્રવ પણ લાવી શકશે. જેને લઇને તૈયાર કેરીના પાક પર આ વરસાદ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરી શકે છે.

આ પણ વાંચો Junagadh News : જૂનાગઢમાં પ્રાણીઓ માટે વનમાં 450 પાણીના કુંડ ભરવાનું આયોજન

વરસાદના મામુલી ઝાપટા: પાછલા ત્રણ દિવસો દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારમાં છુટાછવાયા વરસાદના મામુલી ઝાપટા પડ્યા હોવાના અહેવાલો પણ મળ્યા હતા. હજુ આગામી દિવસોમાં વરસાદ પડશે. તેવો અંદેશો લાવી રહ્યા છે. પાછલા એક અઠવાડિયા દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં વાદળછાયા વાતાવરણની સાથે કેટલાક વિસ્તારમાં વરસાદના છાંટા પડ્યા અહેવાલ મળ્યા હતા. જેમાં આજે સવારે એક કલાક દરમિયાન પડેલા વરસાદ નોંધપાત્ર માનવામાં આવે છે. હવામાન વિભાગે પણ જે રીતે આગાહી કરી છે. તે પ્રમાણે હજુ પણ કેટલાક દિવસો વરસાદના જોવા મળી શકે છે. જે ખેડૂતની સાથે ઋતુ પરિવર્તન માટે પણ ચિંતાનું કારણ બનશે.

Last Updated :Apr 29, 2023, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details