ગુજરાત

gujarat

Organic Farming : કેન્દ્રીય બજેટમાં પ્રાકૃતિક ખેતી માટે જોગવાઈ અંગે કેન્દ્રીયપ્રધાને ટાળ્યું નિવેદન

By ETV Bharat Gujarati Team

Published : Jan 2, 2024, 4:22 PM IST

કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન ડો. ભાગવત કરાડ આજે એક દિવસની જૂનાગઢ મુલાકાતે હતાં. તેમણે પ્રાકૃતિક ખેતીને લઈને સરકાર ખૂબ જ કટિબદ્ધ અને ઉત્સાહિત છે તેવું નિવેદન આપ્યું હતું પરંતુ આગામી બજેટમાં પ્રાકૃતિક ખેતીને લઈને કેવા પ્રકારની જોગવાઈઓ કરવામાં આવશે તેવા સવાલ પર નિવેદન આપવાનું ટાળ્યું હતું

Organic Farming : કેન્દ્રીય બજેટમાં પ્રાકૃતિક ખેતી માટે જોગવાઈ અંગે કેન્દ્રીયપ્રધાને ટાળ્યું નિવેદન
Organic Farming : કેન્દ્રીય બજેટમાં પ્રાકૃતિક ખેતી માટે જોગવાઈ અંગે કેન્દ્રીયપ્રધાને ટાળ્યું નિવેદન

જૂનાગઢની મુલાકાતે કેન્દ્રીયપ્રધાન

ટજૂનાગઢ : કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન ડો ભાગવત કરાડ જુનાગઢ લોકસભા બેઠક પર ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જુનાગઢ લોકસભા બેઠક પર પાછલા 24 કલાકથી સતત મોનિટરિંગ અને યાત્રા સાથે જોવા મળી રહ્યા છે. ત્યારે આજે જુનાગઢ ખાતે કેન્દ્રીય પ્રધાન કરાડે પત્રકારો સાથે કરેલી ભેટ વાર્તામાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતીને લઈને કેન્દ્રની સરકાર ખૂબ જ સક્રિય છે તેવું નિવેદન આપ્યું હતું. પરંતુ ઈ ટીવી ભારતના સવાલને લઈને કેન્દ્રીય પ્રધાન ભાગવત કરાડે નિવેદન આપવાનું ટાળ્યું હતું .

પ્રાકૃતિક ખેતીનો સવાલ :આગામી બજેટમાં કેન્દ્રની સરકાર પ્રાકૃતિક ખેતીને લઈને કેવા પ્રકારનું આયોજન કરી રહી છે તે સવાલના જવાબમાં પ્રધાન કરાડે બજેટ જેવી બાબતોમાં બજેટ રજૂ થયા પૂર્વે કોઈ પણ જોગવાઈઓ પર નિવેદન આપવું યોગ્ય નથી તેવું કહીને જવાબ આપવાનુ ટાળ્યુ હતું.

આગામી બજેટમાં કેન્દ્ર સરકારના કામોની છાપ : વર્તમાન કેન્દ્રની સરકાર દ્વારા આગામી દિવસોમાં બજેટ રજૂ કરવા જઈ રહી છે. જે વર્તમાન સરકારનું અંતિમ બજેટ હશે. જેમાં પાછલા દસ વર્ષથી મોદી સરકારની યોજનાઓ અને ખાસ કરીને લોક લોભામણી જાહેરાતોને લઈને બજેટમાં વિશેષ જોગવાઈ હશે તેવો નિર્દેશ આજની કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન ભાગવત કરાડના વાર્તાલાપમાં સામે આવ્યો છે.

કેન્દ્રીય બજેટમાં સમાવેશ :મહિલાલક્ષી ખાસ કરીને મહિલાઓ સ્વરોજગારી તરફ આગળ વધે તે દિશામાં પણ બજેટમાં ખાસ જોગવાઈ હશે. પ્રાકૃતિક ખેતીની સાથે ખેતીને લગતા અન્ય વિષયો પણ આગામી ચૂંટણીને ધ્યાને રાખીને કેન્દ્રીય બજેટમાં સમાવવામાં આવ્યા હશે અને આ જ પ્રકારની જોગવાઈ જ્યારે કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરશે તેમાં ચોક્કસપણે જોવા મળી શકે છે. તેવો નિર્દેશ કેન્દ્રીય પ્રધાન ભાગવત કરાડની આજની જુનાગઢ મુલાકાત બાદ સામે આવી રહ્યો છે.

ભાગવત કરાડે આપ્યો પ્રતિભાવ :કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન ભાગવત કરાડે પ્રાકૃતિક ખેતીને લઈને બજેટની જોગવાઈઓ પર આગામી બજેટમાં કેવી છાપ જોવા મળશે તેવા ઈ ટીવી ભારતના સવાલનો પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે બજેટ એ ખૂબ ગુપ્ત દસ્તાવેજ છે ત્યારે કોઈપણ બજેટ રજુ થતા પૂર્વે તેમાં કેવી જોગવાઈઓ છે તેને લઈને જાહેરમાં નિવેદન આપવું યોગ્ય નથી તેવો જવાબ આપીને પ્રાકૃતિક ખેતીને લઈને બજે ની જોગવાઈ પર નિવેદન આપવાનું ટાળ્યું હતું.

  1. Budget Session 2024 : ગુજરાત વિધાનસભા બજેટ સત્રની સત્તાવાર જાહેરાત, વિધાનસભા બજેટ સત્ર 2024 ની સંપૂર્ણ માહિતી
  2. Budget 2024-25: 2 ફેબ્રુઆરીએ રાજ્યનું 'સંપૂર્ણ' બજેટ 2024-25 રજૂ થશેઃ ઋષિકેશ પટેલ

ABOUT THE AUTHOR

...view details