ગુજરાત

gujarat

Junagadh Animal Lover: આકરી ગરમીમાં પશુ-પક્ષીઓ માટે શરૂ થયો અનોખો સેવા યજ્ઞ, નિર્જન વિસ્તારમાં જઈ આપે છે પાણી

By

Published : May 15, 2023, 10:23 AM IST

Updated : May 15, 2023, 11:49 AM IST

દિવસે દિવસે ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. બપોરે કુદરતી કર્ફ્યૂ લાગી જાય છે. એવામાં પશુની ચિંતા કરીને એક પશુપ્રેમીએ ઉમદા સેવાયજ્ઞ કર્યો છે. જેમાં પશું પંખીઓને ભરબપોરે પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં વનવગડામાં પણ આ વ્યક્તિ જઈને પીવાનું પાણી પૂરુ પાડી રહ્યા છે. જોઈએ એક ખાસ મુલાકાત

Junagadh Animal Lover: આકરી ગરમીમાં પશુ-પક્ષીઓ માટે શરૂ થયો અનોખો સેવા યજ્ઞ, નિર્જન વિસ્તારમાં જઈ આપે છે પાણી
Junagadh Animal Lover: આકરી ગરમીમાં પશુ-પક્ષીઓ માટે શરૂ થયો અનોખો સેવા યજ્ઞ, નિર્જન વિસ્તારમાં જઈ આપે છે પાણી

Junagadh Animal Lover: આકરી ગરમીમાં પશુ-પક્ષીઓ માટે શરૂ થયો અનોખો સેવા યજ્ઞ, નિર્જન વિસ્તારમાં જઈ આપે છે પાણી

જૂનાગઢઃઉનાળાની આકરી ગરમીના દિવસોને લઈને જૂનાગઢમાં અનોખો સેવાયજ્ઞ પશુઓ માટે શરૂ કરવામાં આવ્યો છે. આવો શ્રેષ્ઠ વિચાર આવ્યો છે. પ્રકૃતિપ્રેમી પરષોત્તમભાઈ પોશિયાને આ વિચાર આવ્યો છે. પશુ પક્ષીઓને પીવાનું પાણી અને ખોરાકની કોઈ મુશ્કેલી ન પડે તે માટે આશીર્વાદ રુપ યજ્ઞ શરૂ થયો છે. ઉનાળાની સીઝન દરમિયાન કુદરતી રીતે પશુ પક્ષી અને પ્રાણીઓને જે ખોરાક અને પાણીની વ્યવસ્થા હોય છે. તેમાં ખૂબ મોટો ઘટાડો આવતો હોય છે. અન્ન અને પાણીનું શ્રેષ્ઠ દાન કરીને ખરા અર્થમાં તેઓ પશુસેવા કરી રહ્યા છે. પોતાના આ યજ્ઞ વિશે દિલ ખોલીને વાત કરતા પુરૂષોત્તમભાઈ ઘણી વાત કરી.

પાછલા 20 વર્ષથી પશુ પક્ષીઓને ચણ પાણી અને ખોરાક માટેની સેવા કરી રહ્યો છું. સનાતન ધર્મમાં પણ જળ અને ભોજન પ્રસાદની સેવાને સર્વોત્તમ માનવામાં આવી છે. પાણી જેવું કોઈ પુણ્ય નહીં. અન્ન જેવું કોઈ દાન નહીં. ઉનાળાના દિવસો દરમિયાન ખાસ કરીને પક્ષીઓને પીવાનું પાણી અને ચણ મેળવવા ખૂબ જ મુશ્કેલ બનતા હોય છે. કુદરતી પાણીના તમામ સોર્સ ખૂટી ગયેલા જોવા મળતા હોય છે. ખેતરમાં પણ પક્ષીઓ ચણી શકે તેવા અનાજનું વાવેતર પણ હોતું નથી. આવા સમયે તેમને ચણ અને પાણી તેમનાથી બનતા પ્રયાસો થી પૂર્ણ કરીને તેઓ ઉનાળામાં પક્ષીઓને ઓછી તકલીફ પડે તે માટે સેવા યજ્ઞ ચાલે છે.---પરષોત્તમભાઈ પોશિયા

યુવાનની અનોખી સેવાઃપરષોત્તમ ભાઈ ગીરનારની જૂની સીડી વિસ્તારમાં જઈને સેવા કરે છે. જ્યાં ભાગ્યે જ કોઈ જોવા મળે છે. આ વિસ્તારને ભરતવન અને શેસાવનથી પણ ઓળખવામાં આવે છે. ખૂબ નિર્જન વિસ્તાર હોવાને કારણે પશુઓ સિવાય કોઈ આવતું નથી. જોકે, ગીરનારની અત્યારે જે સીડી ઉપયોગમાં લેવાઈ રહી છે ત્યાં આ પરષોત્તમભાઈ સિવાઈ પણ અનેક એવા પશુ પ્રેમીઓ પાણી અને ખોરાક આપવા માટે આવતા હોય છે. ખાસ કરીને વહેલી સવારે આવા લોકોનું એક મોટું ગ્રૂપ ઉમટી પડે છે.

Last Updated :May 15, 2023, 11:49 AM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details