ગુજરાત

gujarat

જૂનાગઢમાં વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર વર્તન કરનાર શિક્ષક ફરાર, વાલીઓએ નોંધાવી પોલીસ ફરિયાદ

By

Published : Dec 16, 2022, 1:50 PM IST

જૂનાગઢમાં વિદ્યાર્થિનીઓ સાથે શિક્ષક અભદ્ર વર્તન કરતો હોવાની ઘટના (school teacher Indecent act students) સામે આવી છે. આ મામલે વાલીઓએ અમરાપુર સરકારી પે સેન્ટર શાળામાં (Junagadh Amrapur Government School) હોબાળો મચાવ્યો હતો. તો આ ઘટના અંગે પોલીસ ફરિયાદ (parents filed police complaint) થતાં શિક્ષક ફરાર થઈ ગયો હતો.

જૂનાગઢમાં વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર વર્તન કરનાર શિક્ષક ફરાર, વાલીઓએ નોંધાવી પોલીસ ફરિયાદ
જૂનાગઢમાં વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર વર્તન કરનાર શિક્ષક ફરાર, વાલીઓએ નોંધાવી પોલીસ ફરિયાદ

શિક્ષકે કર્યું અશોભનીય વર્તન

જૂનાગઢવાલીઓ કેટલા વિશ્વાસથી બાળકોને સ્કૂલમાં શિક્ષકને હવાલે કરતા હોય છે, પરંતુ આવા વાલીઓને વિશ્વાસ તોડવાનું કામ કેટલાક શિક્ષક કરી રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જૂનાગઢમાં. અહીં માળિયા હાટીના તાલુકાની (Maliya Hatina Taluka) અમરાપુર સરકારી પે સેન્ટર શાળાનો (Junagadh Amrapur Government School) શિક્ષક વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર વર્તન (school teacher Indecent act students) કરતો હોવાનું સામે આવ્યું છે. તો આ મામલે વાલીઓએ શાળામાં હોબાળો કર્યો હતો. ત્યારબાદ તેમણે પોલીસ (parents filed police complaint) ફરિયાદ નોંધાવી હતી.

શિક્ષકે કર્યું અશોભનીય વર્તનસમગ્ર મામલો આજે સવારે બહાર આવ્યો હતો. શાળાના (Junagadh Amrapur Government School) સમય દરમિયાન વિદ્યાર્થિનીઓની માતાઓએ શાળાના શિક્ષક ગિરીશ લાડાણી અંગે મહિલા શિક્ષકોને ફરિયાદ કરી હતી. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, આરોપી શિક્ષક ગિરીશ લાડાણી બાળકીઓ સાથે અશોભનીય વર્તન (school teacher Indecent act students) કરે છે. ત્યારબાદ આ સમગ્ર મામલો માળિયા હાટીના પોલીસ સ્ટેશન (Maliya Hatina Police Station) પહોંચ્યો હતો.

ગ્રામ પંચાયતના સભ્યોનો શિક્ષક વિરૂદ્ધ ગંભીર આક્ષેપવાલીઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચેલા ગ્રામ પંચાયતના સભ્ય કિરીટ ખાણીયાએ પણ શિક્ષક સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આરોપી શિક્ષક ગિરીશ લાડાણી છેલ્લા એકાદ વર્ષથી શાળામાં અભ્યાસ કરતી નાની બાળકીઓ સાથે અભદ્ર અને (school teacher Indecent act students) અશોભનીય વર્તન કરી રહ્યો હતો. તેમ છતાં તેના વિરૂદ્ધ કોઈ પણ કાર્યવાહી નહીં થતાં આજે સમગ્ર મામલો પોલીસ મથકે (Maliya Hatina Police Station) પહોંચ્યો છે.

શિક્ષણ તંત્રમાં ચકચાર માંગરોળ ડીવાયએસપી ડી. બી. કરમટાએ (Mangarol DySP) ગિરીશ લાડાણી નામના શિક્ષક વિરૂદ્ધ વિદ્યાર્થીનીઓ અને તેના વાલીઓની પૂછપરછ અને ફરિયાદ બાદ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જુનાગઢ જિલ્લાના શિક્ષણ તંત્રમાં (school teacher Indecent act students) ભારે ચકચાર મચી જવા પામ્યો છે અને આરોપી શિક્ષક ગિરીશ લાડાણી વિરૂદ્ધ આકરી કાર્યવાહી થાય તેવી ગામના રાજકીય અગ્રણીઓ અને શાળામાં અભ્યાસ કરતી બાળકીઓની સાથે તેમના વાલીઓ પણ કરી રહ્યા છે.

શાળાના શિક્ષકો પણ સમગ્ર મામલાથી અજાણસમગ્ર મામલે શાળાના શિક્ષકો અજાણ હોવાનું સામે આવ્યું છે. તો ઈન્ચાર્જ આચાર્ય સંગીતાબેન ઉજિયાએ આ ઘટનાનું સમર્થન કર્યું હતું. સાથે જ તેમણે યોગ્ય તપાસની ખાતરી આપી હતી. તેમ જ આવતી કાલથી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓના નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરાશે તેવું જણાવ્યું હતું. ઉપરાંત સમગ્ર મામલામાં શિક્ષક જરા પણ કસૂરવાર સાબિત થશે તો તેમના વિરુદ્ધ શિક્ષણ વિભાગ આકરી કાર્યવાહી કરશે તેવો ભરોસો આજે તેમણે શાળામાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓના વાલીઓને અપાવ્યો છે. શિક્ષક સામે અશોભનીય અને અભદ્ર વર્તન કરવાની ફરિયાદ વિદ્યાર્થીનીઓએ કરતા જુનાગઢ જિલ્લાના શિક્ષણ તંત્રમાં ભારે ખડભળાટ મચી જવા પામ્યો છે.

ABOUT THE AUTHOR

...view details