ગુજરાત

gujarat

Junagadh News : જૂનાગઢમાં મગફળીની ગુણવત્તા અને ઉત્પાદન વધારવા વૈજ્ઞાનિકો અને સંશોધનકારોએ કરી બેઠક

By

Published : May 24, 2023, 9:30 PM IST

Updated : May 24, 2023, 10:41 PM IST

મગફળી ગુજરાતના ઘણા બધા મુખ્ય પાકો પૈકીના એક છે. ઉત્પાદન સામે ભાવ વધારાનું ગણિત ક્યારેક મોટી ચર્ચા ઊભી કરે છે. પરંતુ મગફળીના ઉત્પાદનમાં હજુ કેટલા સુધારા વધારા કરી શકાય એ માટે કૃષિ વૈજ્ઞાનિકોની એક ટીમ જુનાગઢ પહોંચી હતી. જેમની સાથે રાજ્યના જુદા જુદા પ્રતિનિધિઓ પાકની ગુણવત્તા તેમજ ઉત્પાદકતા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરશે.

Agriculture University: મગફળીની ગુણવત્તા અને ઉત્પાદન વધારવા વૈજ્ઞાનિકો અને સંશોધન કારોએ કરી બેઠક
Agriculture University: મગફળીની ગુણવત્તા અને ઉત્પાદન વધારવા વૈજ્ઞાનિકો અને સંશોધન કારોએ કરી બેઠક

મગફળીની ગુણવત્તા અને ઉત્પાદન વધારવા વૈજ્ઞાનિકો અને સંશોધન કારોએ કરી બેઠક

જૂનાગઢ: શહેરમાં આવેલી કૃષિ યુનિવર્સિટી આમ તો ઘણા બધા રિસર્ચને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ મગફળીનું ઉત્પાદન વધારવા માટે નિષ્ણાતોની એક કમિટી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ત્રણ દિવસ બેઠક કરશે. 100થી વધારે રિસર્ચસ મગફળી ઉપર સંશોધન કરી રહ્યા છે. માત્ર ગુજરાત જ નહીં જુદા જુદા જિલ્લા- રાજ્યોમાં મગફળીના વાવેતર સાથે મોટી ગુણવત્તા તથા ઉત્પાદકતા કેવી રીતે મેળવી શકાય એની ચર્ચા થશે. આ બેઠકમાં ઊંડી ચર્ચા કર્યા બાદ મગફળીને લઈને કૃષિ વૈજ્ઞાનિકોની ટીમ એક એવા પરિણામ સુધી પહોંચશે. જેમાં મગફળીની ખેતીને વેગ મળવાની સાથે આધુનિકતા પણ પ્રાપ્ત થશે. જેની સીધી અસર એની ગુણવત્તા પર પડશે.

સંશોધનકારોની બેઠક:જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં આજથી ત્રણ દિવસ સુધી દેશના 100 કરતાં વધુ સંશોધનકારોની હાજરીમાં આધુનિક સમયમાં મગફળીનું ઉત્પાદન અને તેની ગુણવત્તાને લઈને જે સંશોધનો થઈ રહ્યા છે. તેના પર એક જગ્યા પર બેસીને તેમના દ્વારા થયેલા સંશોધનોનું કોઈ અંતિમ નિષ્કર્ષ કાઢશે. ત્રણ દિવસ સુધી દેશના અલગ અલગ રાજ્યમાં મગફળીનું વાવેતર અંગે ચર્ચા થશે. મગફળીનું ઉત્પાદનની સાથે ગુણવત્તામાં કઈ રીતે વધારો કરી શકાય તે માટેના સંશોધનકારોના વિચારો અને તેમના સંશોધનો અલગ અલગ રાજ્યના વૈજ્ઞાનિકો સાથે શેર કરશે. આગામી વર્ષોમાં મગફળીનું ઉત્પાદન વધારવાની સાથે ગુણવત્તા યુક્ત મગફળી ખેડૂતના ખેતર સુધી બિયારણ રૂપે મળે તે માટે પણ આ સંશોધન બેઠકને મહત્વની માનવામાં આવે છે.

ભારતમાં મુખ્ય પાંચ કેન્દ્રો:રાષ્ટ્રીય મગફળી અનુસંધાન કેન્દ્ર દ્વારા ભારતમાં મુખ્ય પાંચ સંશોધન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં જૂનાગઢ આંધ્રપ્રદેશમાં કાદરી મહારાષ્ટ્રમાં જલગાવ તમિલનાડુમાં વૃદ્ધા ચલમ અને કર્ણાટકના ધારવાડમાં મગફળી અનુસંધાન કેન્દ્ર ચાલી રહ્યા છે. જેમાં મગફળીની ગુણવત્તા અને ઉતારા ન લઈને સતત સંશોધન કાર્ય આજે પણ ચાલી રહ્યું છે. ત્યારે પ્રતિ હેક્ટર 17.5 ક્વિન્ટલ મગફળીનું જે લક્ષણ રાખવામાં આવ્યું છે.

ખેતીનો આધુનિક યુગમાં થશે પ્રવેશ:એગ્રીકલ્ચર ક્ષેત્રમાં પણ આધુનિક ટેકનોલોજી અને મશીનોનો ઉપયોગ સતત વધતો જોવા મળે છે. જેના સારા પરિણામો પણ મળી રહ્યા છે. નેનો યુરિયા અને ડીએપી ટપક સિંચાઈ પદ્ધતિ ગુણવત્તા યુક્ત બિયારણ અને આધુનિક સમયમાં ખેતી પદ્ધતિના બદલાવ થકી મગફળીની ગુણવત્તા અને તેના ઉત્પાદનમાં કઈ રીતે વધારો થઈ શકે તે વિશે મગફળીના સંશોધનકારો અને વૈજ્ઞાનિકો કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચશે.

"ગુજરાત સહિત દેશના અન્ય પાંચ રાજ્યોમાં મગફળીનું વાવેતર થાય છે. પરંતુ તેની ગુણવત્તા અને ઉતારા ને લઈને હજુ પણ એક સમાનતા જોવા મળતી નથી. જેના પર આજના સેમિનારમાં ખૂબ જ ગંભીરતાથી ચર્ચાઓ કરવામાં આવશે. આંધ્રપ્રદેશના વરસાદી વિસ્તારોમાં ખેડૂતો મગફળીના વાવેતરને લઈને ઉત્સાહિત જણાતા નથી. આ વિસ્તારમાં ખેડૂતો મગફળીના વાવેતર પ્રત્ય ઓછા ખર્ચે અને વરસાદી વાતાવરણની વચ્ચે કેવા પ્રકારની મગફળીનું વાવેતર કરીને તેનું ઉત્પાદન વધારી શકે"--ડો સંપત કુમાર (મગફળી સંશોધન કેન્દ્રના વિભાગીય વડા )

ચર્ચાપત્ર રજૂ થશે:સંપત કુમાર સંશોધન વૈજ્ઞાનિકે જણાવેલી માહિતી અનુસાર તમિલનાડુના વૃદ્ધાચલમ અને કર્ણાટકના ધારવાડમાં મગફળીનું ઉત્પાદન થાય છે. તે જ પ્રમાણે આંધ્ર પ્રદેશમાં પણ મગફળીના ઉત્પાદનને લઈને ખેડૂતોને કઈ રીતે ઉપયોગી થઈ શકાય તે બાબતને લઈને પણ પરિસંવાદમાં તેમના દ્વારા ચર્ચાપત્ર રજૂ થશે.આધુનિક ટેકનોલોજી અને મશીનોનો ઉપયોગને લઇને પણ તેમણે માહિતી આપી હતી.

  1. Junagadh news: જૂનાગઢ પોલીસ 20,770 જેટલા વાહનોની મેળવશે કસ્ટડી, જાણો શું છે સાચું કારણ?
  2. Junagadh News : સિંહના બચ્ચાની જડબાની સર્જરી સફળ થતાં જંગલમાં કરાયું મુક્ત
  3. Junagadh News : બદલાતા વાતાવરણ વચ્ચે શાકભાજીના ભાવે તેજીની પકડી સ્પીડ
Last Updated :May 24, 2023, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details