ગુજરાત

gujarat

વિદેશી લોકોએ સોમનાથમાં પતંગ મહોત્સવની મજા માણીને અનુભૂતિ કરી શેર

By

Published : Jan 11, 2023, 9:01 PM IST

સોમનાથના સદભાવના મેદાન પર આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું (International Kite Festival in Somnath) આયોજન થયું હતું. જ્યાં 15 કરતાં વધુ દેશોના પ્રતિનિધિઓએ પતંગ મહોત્સવ માણ્યો હતો. જેમાં ઈન્ડોનેશિયાથી આવેલા વ્યક્તિએ કહ્યું કે, સોમનાથ મહાદેવે મને અહીં આવવાનો સંદેશો મોકલ્યો હતો. (Somnath Makar Sankranti 2023)

વિદેશી લોકોએ સોમનાથમાં પતંગ મહોત્સવની મજા માણીને અનુભૂતિ કરી શેર
વિદેશી લોકોએ સોમનાથમાં પતંગ મહોત્સવની મજા માણીને અનુભૂતિ કરી શેર

સોમનાથ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન

સોમનાથ : સોમનાથ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થયું હતું. જેમાં સદભાવના મેદાન પર ઈન્ડોનેશિયાથી આવેલા ઈનાબાબુ સુગ્રસેન પતંગ ચગાવીને ભારતની આ સંસ્કૃતિને સાથે સોમનાથ મહાદેવની અનુભૂતિ પ્રાપ્ત કરી હતી. તેવો અહેસાસ તેમણે આજે સોમનાથની ભૂમિ પર પતંગ ચગાવતી વેળાએ અનુભવ કર્યો છે.

આ પણ વાંચોMakar Sankranti 2023 Surat : પતંગ સહિતની વસ્તુઓમાં મોટો ભાવવધારો, PM મોદીના ફોટો સાથેના પતંગોની માગ

ઇન્ડોનેશિયાના પતંગબાજો સોમનાથમાં સોમનાથ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગબાજોની હાજરીમાં પતંગ મહોત્સવ 2023નું આયોજન થયું હતું. સદભાવના મેદાન પર ભારત સહિત 15 કરતાં વધુ દેશોના પ્રતિનિધિઓએ પતંગ મહોત્સવમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો, ત્યારે આ પતંગ મહોત્સવમાં ઈન્ડોનેશિયાથી આવેલા ઈનાબાબુ સુગ્રસેને તમામ પતંગબાજોમા અલગ તરી આવતા હતા. ઇન્ડોનેશિયામાં પણ હિન્દુ ધર્મને માનનાર અનેક લોકો છે, ત્યારે સોમનાથની ભૂમિ પર આવેલા પતંગબાજ ઈનાબાબુ સુગ્રસેને સોમનાથ મહાદેવના વાઇબ્રેશનને કારણે તેઓ અહીં આવ્યા છે. આજના પતંગ મહોત્સવમાં સોમનાથ મહાદેવની સાક્ષીએ પતંગ ચગાવવાની મજા માણી છે. તે તેના જીવનના એક આહલાદક અનુભવો સાથે સરખાવી રહ્યા છે.

આ પણ વાંચોMakar Sankranti 2023 : મેગાસિટીમાં 140થી 150 રૂપિયામાં એક પતંગ વહેંચાઈ રહી છે

સોમનાથ મહાદેવે બોલાવ્યો એટલે હું આવ્યો ઈન્ડોનેશિયાથી આવેલા પતંગબાજ ઈનાબાબુ સુગ્રસેન સોમનાથની ધરતી પર આવતા તેમનો અનુભવ વ્યક્ત કર્યો હતો કે, સોમનાથ મહાદેવે મને અહીં આવવાનો સંદેશો મોકલ્યો હતો. માટે હું અહીં આવ્યો છું. અહીં આવવાથી માનસિક અને આત્માને ખૂબ જ શાંતિ મળે છે. વધુમાં અહીંથી પતંગ ચગાવીને જે આનંદ મળ્યો છે. તેના કરતાં પણ વધારે આનંદ સોમનાથ મહાદેવની સમીપે રહેવાનો અનુભવ થયો છે. તે જીવનની અનમોલ ક્ષણ સમાન માનુ છુ, ત્યારે આજનું વાતાવરણ પૃથ્વી પર પતંગના સ્વર્ગ સમાન જોવા મળે છે. જેનો અનુભવ સોમનાથ મહાદેવની સાક્ષીએ તેમને કરવાની તક પ્રાપ્ત થઈ છે. જેના માટે તેઓ તેમની જાતને ધન્ય માની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં ગુજરાતની મકરસંક્રાંતિનો પર્વ ભરપુર વખણાય છે. જેને લઈને વિદેશી લોકોની પહેલી પસંદ મકરસંક્રાંતિને લઈને ગુજરાત હોય છે, ત્યારે આજે સોમનાથની ભૂમિ પર વિદેશી લોકો પતંગ મહોત્સવની ભરપુર મજા માણી હતી.

ABOUT THE AUTHOR

...view details