ગુજરાત

gujarat

જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કૃષિ જણસોની મબલખ આવક

By

Published : Apr 9, 2021, 5:16 PM IST

Updated : Apr 9, 2021, 5:51 PM IST

જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં શિયાળુ જણસો ઘઉં, તુવેર, ચણા અને ધાણાની આવક પુષ્કળ પ્રમાણમાં થતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બનાવવામાં આવેલા શેડ સંપૂર્ણપણે ભરાઇ ગયા છે. જેને કારણે માર્કેટિંગ યાર્ડમાં ખરીદાયેલા કૃષિ જણસોની જગ્યા પર હવે નવી આવનાર જણસોને રાખવાની થોડી અગવડતાને કારણે આગામી ત્રણ-ચાર દિવસો સુધી ખેડૂતો પોતાની જણસો યાર્ડમાં વેચાણ માટે ન લાવે તેવી વિનંતી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ કરી છે.

જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કૃષિ જણસોની મબલખ આવક
જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કૃષિ જણસોની મબલખ આવક

  • જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ જણસો ઘઉં, ચણા, તુવેર, ધાણાની આવક મબલખ
  • વધુ આવકને પગલે માર્કેટિંગ યાર્ડના નવ જેટલા શેડ સંપૂર્ણ ભરાયા
  • આગામી ત્રણ-ચાર દિવસ સુધી ખેડૂતો કૃષિ જણસો વેચાણ માટે ન લાવે તેવી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની વિનંતી
  • જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં શિયાળુ પાકોની આવક થતા માર્કેટિંગ યાર્ડોમાં રાખવાની જગ્યાની ઉભી થઇ અગવડતા

જૂનાગઢઃ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં શિયાળુ પાકો જેવાકે ઘઉં, ચણા, તુવેર, ધાણાની આવક દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે જૂનાગઢ APMCમાં બનાવવામાં આવેલા શેડમાં ખરીદાયેલી કૃષિ જણસો હજુ પણ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં નવા વેચાણ માટે આવતી કૃષિ જણસોને રાખવા માટે થોડી અગવડતા પડી રહી છે. જેને ધ્યાને રાખીને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ આગામી થોડા દિવસો સુધી ખેડૂતોને શિયાળુ પાકો કૃષિ જણસોના વેચાણ માટે ન લાવવાની વિનંતી કરી છે.

આ પણ વાંચોઃરાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ શુક્રવારથી રાબેતા મુજબ શરૂ થશે

નવી કૃષિ જણસોને રાખવાની કેટલીક અવ્યવસ્થાઓ ઊભી થઈ શકે છે

APMCના સચિવ પી.એસ.ગજેરાએ જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા અગાઉ ખરીદાયેલી કૃષિ જણસોને બનાવવામાં આવેલા શેડમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં જ્યાં સુધી જુની કૃષિ જણસોની નિકાલ વેપારીઓ દ્વારા કરવામાં ના આવે ત્યાં સુધી નવી કૃષિ જણસોને રાખવાની કેટલીક અવ્યવસ્થાઓ ઊભી થઈ શકે છે. જેને લઇને ખેડૂતો પોતાની જણસો આગામી બે-ત્રણ દિવસ સુધી વેચાણ માટે માર્કેટિંગ યાર્ડમાં ન લાવે તેવી વિનંતી કરવામાં આવી છે.

Last Updated : Apr 9, 2021, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details