ગુજરાત

gujarat

ધારી: વનવિભાગે ગીરમાં સિંહની પજવણી કરનારા સગીર સહિત અન્ય એક વ્યક્તિની અટકાયત કરી

By

Published : Dec 12, 2020, 5:33 PM IST

સિંહની પજવણીનો વીડિયો વાયરલ થતાં ધારી વન વિભાગે બે યુવકની અટકાયત કરી હતી. થોડા દિવસ પહેલા ધારી ગીરના ગઢીયા પુર્વ વિસ્તારમાં સિંહની પાછળ બાઈક દોડાવીને તેને પરેશાન કરવામાં આવી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેની તપાસ ધારી વન વિભાગે કરતાં ગઢીયાના યુનુસ પઠાણ સહીત અન્ય એક સગીર વ્યક્તિની અટકાયત કરીને ધારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને અમરેલી જેલ હવાલે કર્યો હતો.

સિંહની પજવણી
સિંહની પજવણી

  • સિંહની પજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • વન વિભાગે એક સગીર સહિત બે લોકોની અટકાયત કરી
  • કોર્ટે આરોપીને અમરેલી જેલ હવાલે કર્યા

ધારી/અમરેલી: ધારી ગીર પુર્વના સરસીયા રેન્જના ગઢીયા વિસ્તારમાં બે દિવસ અગાઉ સિંહ પાછળ બાઈક દોડાવીને તેને પરેશાન કરવામાં આવી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને ધારી વન વિભાગે સમગ્ર વીડિયોની તપાસ હાથ ધરી હતી. ધારી ગીર પુર્વના નાયબ વન સંરક્ષક અંશુમન શર્માએ તુલસીશ્યામ રેન્જના RFOને સમગ્ર મામલાની તપાસ આપી સોંપી હતી. તપાસને અંતે આ વીડિયો ધારી ગીર પુર્વના સરસીયા રેન્જના ગઢીયા વિસ્તારનો હોવાનું બહાર આવ્યું હતું.

ગીરમાં સિંહની પજવણી કરવા બદલ વન વિભાગે સગીર સહિત બે વ્યક્તિની અટકાયત કરી

કોર્ટે આરોપીને અમરેલી જેલ હવાલે કર્યા

વીડિયોમાં સિંહ પાછળ બાઈક દોડાવી રહેલા ગઢિયાના યુનુસ પઠાણ અને અન્ય એક સગીર વ્યક્તિની વન વિભાગે ધરપકડ કરી હતી. ત્યારબાદ પકડાયેલા બંને આરોપીને વન વિભાગે ધારી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓને અમરેલી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details