ગુજરાત

gujarat

લીલી પરિક્રમાના મેળામાં પ્રથમ વખત એનડીઆરએફની બે ટીમોને કામે લગાડાઈ

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2023, 5:56 PM IST

લીલી પરિક્રમાના મેળામાં પ્રથમ વખત એનડીઆરએફની બે ટીમોને તૈનાત કરવામાં આવી છે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રથમ વખત રાજ્ય સરકાર દ્વારા બે ટીમો ફાળવાઈ છે જે પૈકીની એક ટીમ બોરદેવી અને બીજી ટીમ જીણાબાવાની મઢીએ પરિક્રમા દરમિયાન સતત કાર્યરત જોવા મળશે.

for-the-first-time-two-teams-of-ndrf-were-deployed-in-girnar-lili-parikrama-junagadh
for-the-first-time-two-teams-of-ndrf-were-deployed-in-girnar-lili-parikrama-junagadh

એનડીઆરએફની બે ટીમોને કામે લગાડાઈ

જૂનાગઢ: આદિ અનાદિ કાળથી પરંપરાગત રીતે આયોજિત થતો લીલી પરિક્રમાના મેળામાં પ્રથમ વખત એનડીઆરએફની બે ટીમની રાજ્ય સરકારે ફાળવણી કરી છે. આ બંને ટીમો ગિરનાર પરિક્રમા ક્ષેત્રમાં બોરદેવી અને જીણાબાવાની મઢી વિસ્તારમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દર વર્ષે પરિક્રમા કરનારની સંખ્યામાં ઉતરોતર વધારો થાય છે.

લીલી પરિક્રમાના મેળામાં પ્રથમ વખત એનડીઆરએફની બે ટીમોને તૈનાત

એનડીઆરએફની બે ટીમોને કામે લગાડાઈ: 15 થી 20 લાખની સંખ્યામાં લીલી પરિક્રમા કરનારાઓ ગિરનાર ક્ષેત્રમાં આવતા હોય છે. પરિક્રમાના પાંચ દિવસો દરમિયાન કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની બે ટીમોને તૈનાત કરવામાં આવી છે.

'કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ ખાસ કરીને ગિરનાર પર્વત વિસ્તારમાં પર્વતોનું અચાનક ધસી પડવું કે રોપ-વે સહિત ગિરનાર વિસ્તારમાં કોઈપણ પ્રવાસી ફસાય તો તેને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ટીમને ડ્યુટી આપવામા આવી છે. બંને ટીમો તેમના નિર્ધારીત સ્થળે સ્ટેન્ડબાય થઈ ચૂકી છે અને મેળાના પાંચ દિવસ દરમિયાન કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને નિવારવા માટે તેમજ કોઈપણ મુશ્કેલ ભર્યા સમયમાંથી પરિક્રમાર્થીઓને બહાર કાઢવા માટે અમારા વિશેષ તાલીમ પામેલા જવાનો ફરજ પર હાજર જોવા મળશે.' -મનજીતભાઈ, ટીમ લીડર એનડીઆરએફ

પરિક્રમાના માર્ગ પર સ્ટેન્ડ બાય: ગિરનારની પરિક્રમા જંગલ વિસ્તારમાં થતી હોય છે તેમજ લાખોની સંખ્યામાં પરિક્રમાથીઓની સંખ્યાને ધ્યાને રાખીને કોઈ પણ લેન્સલાઈડ અથવા તો આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા આ ટીમ તૈયાર રહેશે. ગિરનાર રોપવેમાં કોઈપણ મુશ્કેલ ભરી સ્થિતિ સર્જાય તો આવી પરિસ્થિતિમાં તમામ શ્રદ્ધાળુઓ અને પરિક્રમા કરનારને સફળતા પૂર્વક બહાર કાઢી શકાય અને તેમના બચાવ કાર્યમાં કોઈપણ પ્રકારના સમયનો વેડફાટ ન થાય તે માટે બંને ટીમોને જંગલ વિસ્તારમાં પરિક્રમાના માર્ગ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

  1. ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમા કરવા ચાર મહિનાના બાળક સાથે દંપતિ પહોંચ્યું, શ્રદ્ધાનો દરિયો ઉમટ્યો
  2. ગિરનારની લીલી પરિક્રમાને પ્લાસ્ટિકમુક્ત બનાવવા પરિક્રમાર્થીઓને અપાઈ રહી છે કાપડની બેગ

ABOUT THE AUTHOR

...view details