ગુજરાત

gujarat

Junagadh News: ચાતુર્માસ માટે નમ્રમુનિ મહારાજ ગિરનારની સાધના ભૂમિમાં ચાર મહિના થશે ઉપાસના

By

Published : Jun 23, 2023, 10:45 AM IST

Updated : Jun 23, 2023, 11:59 AM IST

ચાતુર્માસને લઈને આત્મક કલ્યાણની ભાવના અને અમૃત ધારા સતત વહેતી રહે તે માટે સમગ્ર ચાતુર્માસ દરમિયાન રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ ગિરનારની સાધના ભૂમિમાં રોકાણ કરશે સમગ્ર ચાતુર્માસ દરમિયાન સાધના આરાધના અને અનુષ્ઠાન દ્વારા નમ્રમુનિ મહારાજ લોકોને આત્મ કલ્યાણના માર્ગ પર ચાલવાને લઈને ઉપદેશ આપશે

Junagadh News: ચાતુર્માસ માટે નમ્રમુનિ મહારાજ ગિરનારની સાધના ભૂમિમાં ચાર મહિના થશે ઉપાસના
Junagadh News: ચાતુર્માસ માટે નમ્રમુનિ મહારાજ ગિરનારની સાધના ભૂમિમાં ચાર મહિના થશે ઉપાસના

ચાતુર્માસ માટે નમ્રમુનિ મહારાજ ગિરનારની સાધના ભૂમિમાં ચાર મહિના થશે ઉપાસના

જૂનાગઢ: નમ્ર મુનિ મહારાજ ગિરનારની સાધના ભૂમિમાંજૈન ધર્મમાં રાષ્ટ્રીય સંત તરીકે આત્મ કલ્યાણની અમૃત ધારાઓ સતત વહેતી રાખતા નમ્રમુનિ મહારાજના સાનિધ્યમાં સમગ્ર ચતુર્માસ દરમ્યાન આત્મ કલ્યાણની અમૃત ધારાઓથી ગિરનારની સાધના ભૂમિ પવિત્ર બનશે. ધાર્મિક ઉત્સવ પર્વ મહોત્સવ આરાધના અનુષ્ઠાન અને વિવિધ પ્રકારની આત્મ હિતકારી શિબીરો દ્વારા નમ્રમુનિ મહારાજ સાધના ભૂમિ એવા ગિરનાર પરીક્ષેત્ર માં સમગ્ર માસ દરમિયાન રોકાણ કરીને આત્મ કલ્યાણના માર્ગે લઈ જવાનો ઉપદેશ આપશે. સમગ્ર ચતુર્માસ દરમિયાન સૌરાષ્ટ્ર માંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો 26મી જુન અને સોમવારના દિવસે સાધના ભૂમિ ગિરનારમાં આવીને હું અને મારા ગુરુ ની ઉજવણી કરશે.

"ચાતુર્માસ એટલે સાધના આરાધના અને ઉપાસનાનું ત્રિવેણી સંગમ આ સમય દરમિયાન સાધનાની ભૂમિ એવા ગિરનાર પરીક્ષેત્રમાં ભગવાન નેમીનાથ ગુરુ દત્તાત્રે ની સાધના આરાધના અને ઉપાસના દ્વારા ભક્તો મા આત્મકલ્યાણ ની ભાવના ઉત્પન્ન થાય તે માટે ચતુર્માસ ખૂબ જ મહત્વનો છે. મનુષ્ય પોતાની વૃતિને શાંત કરીને આધ્યાત્મિક આરાધના માટે પુરુષાર્થનો પથ પકડે છે. તેને માટે ચાતુર્માસ ખૂબ જ પવિત્ર અને મહત્વનો માનવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન ભાવિકોએ ધારણ કરેલું મૌન પણ ઉત્તમ સાધના તરીકે ઓળખવામાં આવે છે ચાતુર્માસ દરમિયાન સૌ ભાવિકોએ સાધના આરાધના અને ઉપાસના દ્વારા પોતાના ઈષ્ટદેવને સમીપે જવાનો પ્રયાસ કરવો જોઈએ"-- (નમ્રમુનિ મહારાજ રાષ્ટ્રીય સંત)

અનેક કાર્યક્રમોનું આયોજન: સમગ્ર ચાતુર્માસ દરમ્યાન અનેક વિવિધ મહોત્સવ આયોજિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 12 સપ્ટેમ્બર થી 19 સપ્ટેમ્બર સુધી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ઉજવાશે જેની સાથે 24 સપ્ટેમ્બર ના દિવસે રાષ્ટ્રીય સંત પરમ ગુરુદેવ ના 54 માં જન્મોત્સવ અવસરે પણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં 12મી નવેમ્બર અને દીપાવલીના અવશરે ભગવાન મહાવીર નિર્વાણ કલ્યાણ તેમજ તપ સમ્રાટ પૂજ્ય ગુરુદેવ રતિલાલ મહારાજ સાહેબની જન્મ જયંતીનો ઉત્સવ પણ યોજાશે.

જ્ઞાન પૂજન વિધિનું વિશેષ: 13 નવેમ્બરના દિવસે નૂતન વર્ષ મહા માગલિક અવસર ની સાથે 17 નવેમ્બરના દિવસે જ્ઞાન પંચમી અવસરે જ્ઞાન પૂજન વિધિનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ તમામ ધાર્મિક કાર્યક્રમો સમગ્ર ચાતુર્માસ દરમિયાન આયોજિત થનાર છે 14 મી જુલાઈ થી લઈને 24મી ઓક્ટોબર દરમિયાન આત્મોત્થાન શિબિરનું આયોજન ભારત વર્ષમાં વસતા ભાવિકો માટે કરવાનું આયોજન પણ કરાયું છે જેની સાથે યુવાનો માટે યુવા સંસ્કાર શિબિરનું આયોજન પણ 13 થી 17 નવેમ્બર દરમિયાન કરાવ્યું છે.

  1. Junagadh News : ગિરનાર અભયારણ્ય જાહેર થયા પછી વધ્યું પ્રદૂષણનું પ્રમાણ
  2. ગિરનાર જંગલમાંથી 3000 કિલો પ્લાસ્ટિક એકત્ર, પ્રકૃતિને પ્રદુષણમુક્ત કરવા અભિયાન
Last Updated : Jun 23, 2023, 11:59 AM IST

ABOUT THE AUTHOR

...view details