ગુજરાત

gujarat

Dr Atul Chag Suicide Case : સાંસદ રાજેશ ચુડાસમાએ અતુલ ચગ આત્મહત્યા મુદ્દે પહેલીવાર ખુલાસો કર્યો, ચગના વકીલે પ્રશ્ન ઉઠાવ્યો

By

Published : Mar 18, 2023, 9:56 PM IST

વેરાવળના ખ્યાતનામ તબીબ અતુલ ચગની આત્મહત્યા મામલામાં આજે પહેલીવાર સાંસદ રાજેશ ચુડાસમાએ કોઇ ખુલાસો કર્યો છે. પ્રદેશ ભાજપ બેઠકમાં આવેલા ચુડાસમાએ માધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ તમામ પ્રકારની તપાસમાં સહકાર આપવા તૈયાર છે. તો સામે ડોક્ટર ચગના વકીલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે તેઓ અત્યાર સુધી સામે શા માટે આવ્યાં ન હતાં?

Dr Atul Chag Suicide Case : સાંસદ રાજેશ ચુડાસમાએ અતુલ ચગ આત્મહત્યા મુદ્દે પહેલીવાર ખુલાસો કર્યો, ચગના વકીલે પ્રશ્ન ઉઠાવ્યો
Dr Atul Chag Suicide Case : સાંસદ રાજેશ ચુડાસમાએ અતુલ ચગ આત્મહત્યા મુદ્દે પહેલીવાર ખુલાસો કર્યો, ચગના વકીલે પ્રશ્ન ઉઠાવ્યો

તેઓ તમામ પ્રકારની તપાસમાં સહકાર આપવા તૈયાર છે.

જૂનાગઢ : વેરાવળના તબીબ ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાના મામલાને લઈને પ્રથમ વખત જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ માધ્યમ સમક્ષ ખુલાસો કર્યો છે. સાસણ નજીક પ્રદેશ ભાજપના પદાધિકારીઓની બેઠકનું આયોજન થયું છે. જેમાં સાંસદ રાજેશ ચુડાસમાએ અતુલ ચગની આત્મહત્યા મામલે પ્રથમ વખત જાહેર માધ્યમથી ખુલાસો કર્યો છે. જેમાં અતુલ ચગની આત્મહત્યાને લઈને તેઓ તમામ પ્રકારની તપાસમાં સહયોગ આપવાની વાત કરી રહ્યા છે.

સાંસદ રાજેશ ચુડાસમાનો ખુલાસો : વેરાવળના ખ્યાતનામ તબીબ ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાના મામલાને લઈને આજે પ્રથમ વખત જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ જાહેર માધ્યમ થકી માધ્યમોને સમગ્ર મામલામાં તેમનો પક્ષ રજૂ કર્યો છે. પાછલા એક મહિનાથી વેરાવળના તબીબ ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાને લઈને મામલો રાજ્યની વડી અદાલત સુધી પહોંચી ગયો છે. ત્યારે સમગ્ર મામલામાં સાંસદ રાજેશ ચુડાસમાને આરોપી બનાવવાને લઇને ચગ પરિવારની માંગ હાઇકોર્ટ સુધી પહોંચી છે .ત્યારે જે પ્રથમ વખત સાંસદ રાજેશ ચુડાસમાએ ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાના મામલામાં તેઓ કસૂરવાર નથી અને સમગ્ર તપાસમાં તેઓ સહકાર આપશે તેવો જાહેર માધ્યમો દ્વારા આજે ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો Doctor Atul Chag Suicide Case: ડોક્ટરના પરિવારે HCમાં કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની અરજીની પ્રક્રિયા શરૂ કરી

ભાજપની શિબિરમાં સાંસદે કર્યો ખુલાસો : પ્રદેશ ભાજપના પદાધિકારીઓની કાર્યશાળા સાસણ નજીક માલણકા ગામ પાસે ખાનગી રિસોર્ટમાં ચાલી રહી છે. જેમાં આજે હાજરી આપવા માટે આવેલા સંસદ રાજેશ ચુડાસમાએ ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાને લઈને ખુલાસો કર્યો છે. સંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું છે કે તેમનો સંબંધ ડોક્ટર અતુલ ચગના પરિવાર સાથે પાછલા 30 વર્ષ પહેલાનો સ્થપાયેલો છે. જ્યારે તેઓ રાજકીય રીતે સક્રિય ન હતા તેવા સમયે પણ અતુલ ચગના પરિવાર સાથે રાજેશ ચુડાસમા અને તેમના પરિવારનો પારિવારિક સંબંધ હતો. પરંતુ અચાનક અતુલ ચગે આત્મહત્યા કરી અને ત્યારબાદ તેમના પુત્ર દ્વારા જે રીતે સુસાઇડ નોટને આધાર બનાવીને તેમને આરોપી બનાવવાની વાત કરી છે. તે મામલામાં તેઓ પોલીસ સહિત તમામ તપાસમાં સહયોગ આપશે તેવી માધ્યમો સમક્ષ વાત કરી છે.

આ પણ વાંચો Gujarat High Court News : ડો. અતુલ ચગ આત્મહત્યા કેસ સંદર્ભે વેરાવળ પોલીસ અધિકારીઓને રૂબરૂ હાજર રહેવા ફરમાન

સમગ્ર મામલામાં રાજ્યની વડી અદાલતમાં થઈ છે અરજી : સમગ્ર મામલામાં મૃતક તબીબ ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગ દ્વારા સાંસદ રાજેશ ચુડાસમા ને સમગ્ર કેસમાં આરોપી તરીકે શામેલ કરવાને લઈને રાજ્યની વડી અદાલતમાં અરજી દાખલ કરી છે. તેના પર પણ હવે નિર્ણય આવવાનો બાકી છે. ત્યારે આજે સાંસદ રાજેશ ચુડાસમાએ જાહેર ખુલાસો માધ્યમોમાં કર્યો છે. તેને લઈને કેસ સાથે જોડાયેલા એડવોકેટ ચિરાગ કક્કડે પણ પ્રતિક્રિયા આપી છે અને તેમણે જણાવ્યું છે કે જો સાંસદ રાજેશ ચુડાસમા નિર્દોષ હોય તેવો તપાસમાં સહકાર આપવા માંગતા હો તો આટલા દિવસ સુધી તેઓ સામે શા માટે નથી આવ્યા. અને આજે જ્યારે આવ્યા છે ત્યારે તેઓએ સામે ચાલીને પોલીસ ફરિયાદ દાખલ થાય તેને લઈને પણ આગળ આવવું જોઈએ તેવી વાત એડવોકેટ ચિરાગ કક્કડે કરી છે.

ABOUT THE AUTHOR

...view details