ગુજરાત

gujarat

જૂનાગઢનો દામોદર કુંડ 2 દિવસમાં 6 વખત ઓવરફ્લો, જુઓ વીડિયો

By

Published : Jul 7, 2020, 2:27 PM IST

જૂનાગઢ અને ગિરનાર પર્વત પર અવિરત ધીમી ધારે પડી રહેલા વરસાદને કારણે પવિત્ર દામોદર કુંડ બે દિવસમાં સતત છઠ્ઠી વખત ઓવરફલો થઇને વહી રહ્યો છે. કુદરતનો આ વરસાદી નજારો જાણે કોઈને અહીં ખેંચી લાવતા હોય તેઓ અહેસાસ થઇ રહ્યો છે.

Damodar kund
Damodar kund

જૂનાગઢઃ જૂનાગઢ અને ગિરનાર પર્વત પર અવિરત ધીમી ધારે પડી રહેલા વરસાદને કારણે પવિત્ર દામોદર કુંડ બે દિવસમાં સતત છઠ્ઠી વખત ઓવરફલો થઇને વહી રહ્યો છે. કુદરતનો આ વરસાદી નજારો જાણે કોઈને અહીં ખેંચી લાવતા હોય તેઓ અહેસાસ થઇ રહ્યો છે.

જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર છેલ્લા 48 કલાકથી સતત અને ધીમી ધારે અવિરત મેઘ સવારી થઈ રહી છે. જેને કારણે ગિરનાર પર્વત અને આસપાસના વિસ્તારોમાંથી વરસાદી પાણીનો પ્રવાહ સતત ગિરિ તળેટી તરફ આવી રહ્યો છે. જેને કારણે પવિત્ર દામોદર કુંડ છેલ્લા 48 કલાકમાં છ વખત ઓવરફલો થઇને વહી રહ્યો છે. હજુ પણ ગિરનાર અને તેની આસપાસને પર્વતમાળાઓ પર સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ હજુ પણ આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

જુનાગઢનો દામોદર કુંડ છેલ્લા 48 કલાકમાં છ વખત થયો ઓવરફ્લો

ગિરિ તળેટી સમીપે આવેલા પવિત્ર દામોદર કુંડમાં ચોમાસા દરમિયાન જે દ્રશ્યો જોવા મળે છે. જેને કુદરતના આલિંગન સમાન માનવામાં આવે છે. દર ચોમાસા દરમિયાન આવા જ દ્રશ્યો દામોદર કુંડ નજીક જોવા મળતા હોય છે. જેને જોવાનો પણ એક અલગ લ્હાવો અને અનુભવ માનવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ દામોદર કુંડનું વિશેષ મહત્વ જોવામાં આવે છે, પરંતુ ચોમાસા દરમિયાન અહીં જે દૃશ્ય સર્જાય છે. જેને જોતા સૌ કોઈ અહીં ખેંચાઈને આવે છે.

ABOUT THE AUTHOR

...view details