ગુજરાત

gujarat

Junagadh Building Collapse : શું જુનાગઢ મનપા પાસે જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર નથી ?

By

Published : Jul 25, 2023, 7:34 PM IST

Updated : Jul 25, 2023, 9:13 PM IST

ગતરોજ કડિયાવાડ વિસ્તારમાં મકાન ધરાશાયી થતા તેના કાટમાળ નીચે ચાર જેટલા વ્યક્તિઓના મોત થયા હતા. જેને લઈને આજે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે સંકલનની બેઠક યોજાઇ હતી. જેમાં જર્જરિત મકાનોને દૂર કરવા નિર્ણય લેવાયો હતો. ઉપરાંત જવાબદાર તમામ વ્યક્તિઓ સામે કાયદાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા રાજ્ય સરકારને ઠરાવ કરીને તેમનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.

Junagadh Building Collapse
Junagadh Building Collapse

શું જુનાગઢ મનપા પાસે જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર નથી ?

જુનાગઢ : ગતરોજ કડિયાવાડ વિસ્તારમાં આવેલ શાકભાજી માર્કેટમાં એક જર્જરીત મકાન ધરાશાયી થયું હતું. જેમાં બે પુરુષ અને બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અચાનક મકાન ધરાશાયી થતા જુનાગઢ શહેરમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આજે જુનાગઢ મનપા ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્યપ્રધાન જોગ પત્ર :આ બેઠકમાં સમગ્ર ઘટનાના સામે કાયદાકીય અને શિક્ષાત્મક કામગીરી કરવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી છે. તેમજ જૂનાગઢ શહેરમાં જર્જરિત મકાનોને ઉતારી પાડવા માટે રાજ્ય સરકારની વિશેષ સેવા લેવાનો ઠરાવ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર મોકલી આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગામી સોમવારે જુનાગઢ શહેરના ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર સહિત તમામ પદાધિકારીઓ રૂબરૂ મુલાકાત કરીને સમગ્ર ઘટનાનો વિસ્તૃત અહેવાલ આપવા જવાના છે.

જુનાગઢની ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખીને તમામ જર્જરિત મકાનોને દૂર કરવા જરુરી છે. ત્યારે આ કાર્ય કરી શકાય તેવા સાધન કે વ્યક્તિગત કામગીરી કે તેના અનુભવી કર્મચારીઓ જુનાગઢ મનપા પાસે નથી. આવી પરિસ્થિતિમાં નાની શેરીઓની ભૌગોલિક રચના ધરાવતા વિસ્તારમાં મકાનોને ઉતારી પાડવા માટેની વિશેષ તાલીમ અને કુશળતા ધરાવતી ટીમ રાજ્ય સરકાર પાસે છે. જેની અમે મદદ માગી છે. તેમજ ખૂબ જ જર્જરિત તમામ મકાનોને ખાનગી કોન્ટ્રાક્ટરોને કામ આપી ને પણ ઉતારી લેવા જુનાગઢ મનપાએ કામગીરી શરૂ કરી છે.-- ગિરીશ કોટેચા (ડેપ્યુટી મેયર, જુનાગઢ)

કાગળનો વાઘ મનપા ? મનપાની અકસ્માત બાદ જુનાગઢ મનપામાં જવાબદાર અધિકારી અને કર્મચારી તેમજ પદાધિકારીઓ સામે શિક્ષાત્મક કે દંડનીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પરંતુ તેના માટે કોઈ અધિકાર ન ધરાવતી જુનાગઢ મનપા કાગળના વાઘ સમાન સાબિત થાય છે. જુનાગઢ મનપા શહેરમાં આવેલા અનેક જર્જરીત મકાનોને અકસ્માત પૂર્વે કઈ રીતે ઉતારી શકશે તેના પર પણ સવાલો ઉભા થયા છે.

યુદ્ધના ધોરણે કામગીરી : આજની બેઠકમાં જૂનાગઢના કમિશનરની સાથે અધિકારી, મેયર, ડેપ્યુટી મેયર સહિત ધારાસભ્ય પણ જોડાયા હતા. કાલના અકસ્માત બાદ યુદ્ધના ધોરણે જર્જરિત મકાનોને સ્વેચ્છાએ હટાવવા જણાવ્યું છે. ઉપરાંત કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. તેને દૂર કરવા પણ સરકારનું વિશેષ માર્ગદર્શન અને મદદ માગવામાં આવી છે. આવતીકાલથી જે મકાનો જર્જરીત છે જેને સરળતાથી ઉતારી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

  1. Junagadh Building Collapse: જૂનાગઢમાં 3 માળનું મકાન ધરાશાયી થતા, એકજ પરિવારના 3 લોકો સહિત 4 લોકોના નિપજ્યા મોત
  2. Junagagh NDRF: પૂરમાં તણાયેલી મહિલાનો મૃતદેહ NDRFના હાથે લાગ્યો, બે દિવસથી હતી લાપતા
Last Updated : Jul 25, 2023, 9:13 PM IST

ABOUT THE AUTHOR

...view details