ગુજરાત

gujarat

Pipavav Port Lion : ઔદ્યોગિક એકમ સિંહોને પ્રિય બની રહ્યો શું ? આવનારા દિવસોમાં બની શકે છે ચિંતાનું કારણ

By

Published : May 20, 2023, 3:24 PM IST

પીપાવાવ પોર્ટ આસપાસનો ઔદ્યોગિક એકમ સિહોને પ્રિય બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ફરી એકવાર ઔદ્યોગિક એકમ પીપાવાવ પોર્ટ પર વહેલી સવારના સમયે બે સિંહણ અને ચાર બચ્ચાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિંહની સતત હાજરી ચિંતા ઉપજાવે તેવી જોવા મળી રહી છે.

Pipavav Port Lion : ઔદ્યોગિક એકમ સિંહોને પ્રિય બની રહ્યો શું ? આવનારા દિવસોમાં બની શકે છે ચિંતાનું કારણ
Pipavav Port Lion : ઔદ્યોગિક એકમ સિંહોને પ્રિય બની રહ્યો શું ? આવનારા દિવસોમાં બની શકે છે ચિંતાનું કારણ

પીપાવાવ પોર્ટ પર સિંહોની સતત હાજરી, ચાર બચ્ચા અને બે સિંહણો મળી જોવા

જૂનાગઢ :બૃહદ ગીર અને અમરેલી જિલ્લાના રાજુલા નજીક આવેલા ઔદ્યોગિક એકમ પર ફરી એક વખત વહેલી સવારના સમયે સિંહની હાજરી મોબાઇલ કેમેરામાં કેદ થઈ છે. છેલ્લા કેટલાક સમયથી પીપાવાવ પોર્ટ અને આસપાસના વિસ્તારમાં સિહોની સતત હાજરીને લઈને ચર્ચામાં જોવા મળે છે. ઔદ્યોગિક એકમોમાં બિલકુલ મુક્ત પણે જોવા મળતા સિંહો હવે ચિંતા પણ ઉપજાવી રહ્યા છે. સિંહ કોઈ પર હુમલો કરે કે સિંહ પોતે અકસ્માતનો ભોગ બને તે પ્રકારના દ્રશ્યો મોબાઇલ કેમેરામાં કેદ થયા છે. જે આવનારા દિવસોમાં કોઈ મોટી ચિંતાનું કારણ પણ બની શકે છે.

સિંહની સતત હાજરી :સુત્રો અનુસારચાર દિવસ પૂર્વે પીપાવાવ પોર્ટમાં કામ કરતા એક પરપ્રાંતીય મજૂર પર સિંહોએ હુમલો કર્યો હતો. જેમાં મજુર ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેની હોસ્પિટલમાં હજુ સારવાર ચાલી રહી છે, કેટલાક વર્ષ પૂર્વે પીપાવાવ પોર્ટ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં સિંહોના અકસ્માતને કારણે મોત પણ થયા છે. તો એક મહિના પૂર્વે પીપાવાવ પોર્ટની કર્મચારી કોલોનીમાં પણ એક બબ્બર શેર રાત્રિના સમયે આંટા મારતો હોય તે પ્રકારના CCTV પણ સામે આવ્યા હતા, ત્યારે આજે ફરી એક વખત બે સિંહણ અને તેના ચાર બચ્ચા પીપાવાવ પોર્ટ પર રહેલી સવારે જોવા મળ્યા છે.

ઔદ્યોગિક એકમ સિંહોને પ્રિય :છેલ્લા એક દસકાથી પીપાવાવ પોર્ટ અને તેની આસપાસનો ઔદ્યોગિક એકમ સિહોના ખૂબ જ પ્રિય બની રહ્યો છે. અગાઉ ક્યારેય પણ આ વિસ્તારમાં સિંહ જોવા મળતા ન હતા, પરંતુ ધીમે ધીમે હવે સિંહ આ વિસ્તારમાં નવું રહેઠાણ ઊભો કર્યું છે. તેને પર્યાવરણ પ્રેમીઓ પણ આવકારી રહ્યા છે, પરંતુ જે રીતે સિંહો ઉદ્યોગિક એકમમાં આંટાફેરા મારી રહ્યા છે અને સતત તેમની હાજરી અહીં નોંધાઈ રહી છે, ત્યારે સમગ્ર મામલો ખૂબ જ ચિંતાજનક બની જાય છે. પીપાવાવ પોર્ટ પર વન વિભાગના કર્મચારી પણ સિંહોને કાબુ કરવામાં નિષ્ફળ રહે છે. જેને કારણે આ વિસ્તારમાં સિંહો સતત જોવા મળે છે. આ વિડીયો પુષ્ટી ETV Bharat નથી કરતું.

ABOUT THE AUTHOR

...view details