ગુજરાત

gujarat

બૉલિવૂડ અભિનેતા આમિર ખાન ગીરની મુલાકાતે, સિંહ દર્શન કર્યા

By

Published : Dec 27, 2020, 8:04 AM IST

Updated : Dec 27, 2020, 10:49 PM IST

બૉલિવૂડના પ્રખ્યાત અભિનેતા આમિર ખાન પોતાના પરિવાર સાથે સાસણ-ગીરની મુલાકાતે આવ્યા છે, ત્યારે આજે (રવિવાર) વહેલી સવારે છ કલાકે સિંહ દર્શન માટે નીકળ્યા હતા.

આમિર ખાને સિહં દર્શન કર્યા
આમિર ખાને સિહં દર્શન કર્યા

  • બૉલિવૂડ અભિનેતા આમિર ખાન સિંહ દર્શન માટે સાસણ પહોંચ્યા
  • વહેલી સવારે જીપ્સી મારફતે જંગલમાં જવા રવાના
  • આમિર ખાન પરિવાર સાથે ગુજરાતની મુલાકાતે

જૂનાગઢઃ બૉલિવૂડ એક્ટર આમિર ખાન પોતાના પરિવાર સાથે ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે આજે વહેલી સવારે છ કલાકે પરિવાર સાથે સાસણમાં સિંહ દર્શન માટે પહોંચ્યા હતા.

આમિર ખાને સિહં દર્શન કર્યા

આજે વહેલી સવારે 6 કલાકે પરિવાર સાથે સિંહ દર્શન માટે નીકળ્યા આમિર ખાન

બૉલિવૂડના ખ્યાતનામ અભિનેતા આમિર ખાન સાસણની મુલાકાતે આવ્યા છે, ત્યારે આજે વહેલી સવારે છ કલાકે તેમના પરિવારના સભ્યો સાથે જીપ્સીમાં સવારી કરીને સિંહ દર્શન માટે રવાના થયા હતા. આ સમયે મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ જોવા મળ્યા હતા.

આમિર ખાને સિહં દર્શન કર્યા

બૉલિવૂડના અભિનેતા આમિર ખાન સિંહ દર્શન માટે સાસણમાં

અમિર ખાન આજે સિંહ દર્શન માટે તેના પુરા પરિવાર સાથે સાસણ પહોંચ્યા હતા. વહેલી સવારે 6 કલાકે આમિર ખાનનો કાફલો સાસણ સિંહ સદન ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં તેઓ જીપ્સીમાં સવાર થઈને જંગલના રાજા સિંહને જોવા માટે નીકળ્યા હતા.

આમિર ખાને સિહં દર્શન કર્યા

આમિર ખાનની પહેલી સાસણ સિંહ દર્શન યાત્રા

આ સમયે સાસણ વનવિભાગના અધિકારીઓ પણ વહેલી સવારે ખ્યાતનામ કલાકારને વેલકમ કરવા માટે સિંહ સદન હાજર રહ્યા હતા. આમિર ખાનની પહેલી સાસણ સિંહ દર્શન યાત્રા છે. જેને લઇને આસપાસના લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બૉલિવૂડ અભિનેતા આમિર ખાન સિંહ દર્શન માટે સાસણ પહોંચ્યા

અગાઉ સલમાન ખાન પણ સિંહ દર્શન માટે સાસણ આવી ચૂક્યા છે

આ અગાઉ સલમાન ખાન પણ સિંહ દર્શન માટે સાસણ આવી ચૂક્યા છે, ત્યાર બાદ આજે આમિર ખાન સિંહ દર્શન માટે આવી પહોંચ્યા છે. આમિર તેના પરિવાર સાથે હજૂ અમુક સમય સાસણમાં વિતાવી શકે છે તેને લઈને અહીં શાસન આવતાં પ્રવાસીઓ પણ મારે ખુશી જોવા મળી રહી છે.

બૉલિવૂડ એક્ટર આમિર ખાન સિંહ દર્શન માટે સાસણ પહોંચ્યા
Last Updated :Dec 27, 2020, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details