ગુજરાત

gujarat

વેકરિયા ડેમ પાસેથી સિંહણ અને 4 ચિકારા મૃત હાલતમાં મળ્યા

By

Published : May 22, 2021, 2:56 PM IST

જૂનાગઢમાં ગીર પશ્ચિમના વિસાવદર રેન્જના રાજપરા રાઉન્ડમાં આવેલા વેકરિયા ડેમ નજીકથી 5થી 9 વર્ષની સિંહણ અને 4 જેટલા ચિંકારા મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેને લઈને વન વિભાગના અધિકારીઓએ મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વેકરિયા ડેમ પાસથી સિંહણ અને 4 ચિકારા મૃત હાલતમાં મળ્યા
વેકરિયા ડેમ પાસથી સિંહણ અને 4 ચિકારા મૃત હાલતમાં મળ્યા

  • વેકરિયા ડેમ નજીકથી સિંહણ અને ચિકારાના મૃતદેહ મળી આવ્યા
  • વનવિભાગે મૃતદેહનો કબજો કરીને વધુ તપાસ હાથ ધરી
  • પોસ્ટમોર્ટમ બાદ આ પ્રાણીઓના મોતનું કારણ બહાર આવે તેવું અધિકારીઓનું માનવું છે

જૂનાગઢઃ ગીર પશ્ચિમના વિસાવદર રેન્જના રાજપરા રાઉન્ડ નીચે આવતા વેકરિયા ગામ પાસે બનાવવામાં આવેલી સિંચાઈ યોજના નજીકથી વન વિભાગને 5થી 9 વર્ષની એક સિંહણ અને 4 જેટલા ચિંકારા મૃત હાલતમાં મળી આવ્યા હતા.

આ પણ વાંચો-પ્રયાગરાજમાં શ્રૃંગવેરપુર ઘાટ પર ઘણા મૃતદેહ મળી આવ્યા

પોસ્ટમોર્ટમ બાદ આ પ્રાણીઓના મોતનું કારણ બહાર આવે તેવું અધિકારીઓનું માનવું છે

પ્રાણીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા

વન વિભાગે તમામ મૃતદેહનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે વન વિભાગના અધિકારીઓએ સિંહ અને ચિંકારાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટરમાં મોકલીને મોતનું સાચું કારણ જાણવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો-સુરતમાં બે વર્ષ પહેલા એક યુવકની હત્યા કરનારા શખ્સનો મૃતદેહ મળ્યો

પોસ્ટમોર્ટમ બાદ જાણવા મળશે તેવો કર્યો દાવો

સમગ્ર મામલાને લઈને ઈટીવી ભારતની ટીમે ગીર પૂર્વ અને પશ્ચિમના મુખ્ય વન્ય સંરક્ષક ડો. ડી. ટી. વસાવડાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સિંહણ અને ચિકારાના મોતનું કારણ તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કર્યા બાદ નમૂનાનો રિપોર્ટ આવે ત્યારબાદ ચોક્કસ કારણ જાણવા મળી શકે છે. સિંહણ અને ચિકારાના મોતનું કારણ જાણવા ડેમ વિસ્તારમાં પણ પૂરાવાઓ તપાસી રહી છે, પરંતુ જ્યાં સુધી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી મોતના કારણ ને લઈને અટકળો લગાવી પણ ખૂબ મુશ્કેલ બની શકે છે.

ABOUT THE AUTHOR

...view details