ગુજરાત

gujarat

INS વાલસુરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

By

Published : Jun 5, 2020, 8:10 PM IST

સંયુક્ત રાષ્ટ્રની જાહેરાતવાળી થીમ ‘જૈવવિવિધતા’ની ઉજવણી કરતી ભારતીય નૌકાદળની અગ્રિમ વિદ્યુત તાલીમ સંસ્થા INS  વાલસુરા દ્વારા 05 જૂન 2020 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી.

World Environment Day
World Environment Day

જામનગરઃ સંયુક્ત રાષ્ટ્રની જાહેરાતવાળી થીમ ‘જૈવવિવિધતા’ની ઉજવણી કરતી ભારતીય નૌકાદળની અગ્રિમ વિદ્યુત તાલીમ સંસ્થા INS વાલસુરા દ્વારા 05 જૂન 2020 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી.

યુનિટ દ્વારા પર્યાવરણને બચાવવા અને જૈવવિવિધતામાં વધારો કરવાના મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે વાલસુરા પરિવારના દરેક અને દરેક વર્ગની સંખ્યાબંધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. એક સમૂહ વાવેતર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ 63 સ્થાનિક પ્રજાતિઓના 610 રોપાઓ સમગ્ર મથકની આજુબાજુ રોપવામાં આવ્યા હતા.

આ એકમ મિયાવાકી વાવેતરની વિભાવનાના આધારે શહેરી જંગલ પણ વિકસાવી રહી છે અને નિયુક્ત વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. યુનિટ નર્સરીમાં 300 ઝાડની કલમ કરવામાં આવી હતી અને રહેણાંક વિસ્તારોમાં લીલોતરી વધારવા માટે રહેવાસીઓને છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સામૂહિક શ્રમદાન દરમિયાન તમામ રહેવાસીઓ દ્વારા તેમના પરિસરમાંથી પ્લાસ્ટિક અને બિન-બાયોડિગ્રેડેબલ કચરો કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમજ તમામ કર્મચારીઓને કામના સ્થળે જવા માટે સાઈકલનો ઉપયોગ કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.

આ એકમ દ્વારા પેઇન્ટિંગ અને સ્લોગન લેખન સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. જેમાં ભાગ લેનારાઓએ પર્યાવરણીય મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાવવા તેમની રચનાત્મક કલાત્મક કુશળતા દર્શાવી હતી. આમ, યુવાઓને શિક્ષિત કરવાના ઉદ્દેશથી, કેન્દ્રિય વિદ્યાલય અને એકમની નૌકા કિન્ડરગાર્ટન શાળાઓ દ્વારા વેબિનાર્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details