ગુજરાત

gujarat

Chandrayaan 3 Landing: જામનગરમાં એલ જે હરિયા સ્કૂલમાં ચંદ્રયાન 3નું વર્કિંગ મોડેલ અને રંગોળી બનાવવામાં આવી

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 4:03 PM IST

આજે ચંદ્રયાન 3 ચંદ્ર પર લેન્ડિંગ થવા જઈ રહ્યું છે. ત્યારે સમગ્ર દેશમાં અનેક મંદિરોમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. જોકે જામનગરની એલ જે હરિયા સ્કૂલમાં સ્કૂલના બાળકોએ ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ થાય તે માટે 30 ફૂટની લાંબી રંગોળી બનાવી છે અને વર્કિંગ મોડેલ પણ બનાવ્યું છે.

જામનગરમાં એલ જે હરિયા સ્કૂલમાં ચંદ્રયાન 3નું વર્કિંગ મોડેલ અને રંગોળી બનાવવામાં આવી
જામનગરમાં એલ જે હરિયા સ્કૂલમાં ચંદ્રયાન 3નું વર્કિંગ મોડેલ અને રંગોળી બનાવવામાં આવી

જામનગરમાં એલ જે હરિયા સ્કૂલમાં ચંદ્રયાન 3નું વર્કિંગ મોડેલ અને રંગોળી બનાવવામાં આવી

જામનગર: ચંદ્રયાન 3 પર દેશને નહીં પરંતુ દેશની સાથે પુરી દુનિયાને નજર છે. આજે સાંજે ચંદ્રયાન 3 ચંદ્ર પર લેન્ડિંગ થવાનું છે. ત્યારે જામનગર શહેરમાં આવેલી એલ જે હરિયા સ્કૂલમાં 700 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ખાસ કરીને સ્કૂલના બાળકોને ચંદ્રયાન વિશે નોલેજ મળી રહે તે માટે અહીં ચંદ્રયાન ત્રણનું એક્ઝિબિશન આજે યોજવામાં આવ્યું છે.

" છેલ્લા એક મહિનાથી સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફ ચંદ્રયાનના વર્કિંગ મોડેલ પર કામ કરી રહ્યો હતો. સ્કૂલના બાળકોએ જ અહીં 30 ફૂટ લાંબી રંગોળી બનાવી છે. જે રંગોળીમાં પણ ઈસરોનું ચંદ્રયાન બનાવવામાં આવ્યું છે.--" ધવલ પત, (પ્રિન્સિપાલ)

ચંદ્ર પર ભારતની છાપ:ચંદ્રની સપાટી પર લેન્ડ થશે: પ્રિન્સિપાલ વધુમાં કહ્યું કે, જે ઘડીની દિવસોથી રાહ જોવાઇ રહી છે તે આજે આવી પહોંચી છે. ચંદ્રયાન આજે સાંજે ચંદ્ર પર લેન્ડ કરીને ઇતિહાસ રચવા જઈ રહ્યું છે.પરંતુ મિશનને પૂર્ણ કરવા માટે 14 દિવસ સુધી સતત કામ કરવું પડશે. વિક્રમ લેન્ડરથી અલગ થનાર પ્રજ્ઞા રોવર સૌથી પહેલા ચંદ્ર પર ભારતની છાપ છોડશે. એક ચંદ્રયાન બે ના પ્રોજેક્ટ ડાયરેક્ટર જણાવ્યા અનુસાર ચંદ્રયાન ત્રણ પર રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ પણ લગાવવામાં આવ્યો છે.આ રોવરમાં ભારતનો ધ્વજ અને ઈસરોની નિશાની પણ છે. તે 14 દિવસ સુધી ચંદ્રની સપાટી પર જ્યાં પણ પડશે ત્યાં તે ભારતની નિશાની છોડી દેશે. જોકે તે કેટલું અંતર કાપશે તે અત્યારે નક્કી થઈ શકે તેમ નથી.

એલ જે હરિયા સ્કૂલ ખાતે ચન્દ્રયાન 3નું વર્કિંગ મોડલ અને રંગોળી બનાવી

વિશ્વની નજર ભારત તરફ: ભારત માટે આજ સૌથી મહત્વનો દિવસ છે. સમગ્ર વિશ્વની નજર પણ આજ ભારત પર જોવા મળી રહી છે. કારણે કે ભારતે ચંદ્ર પર મોકલેલ ચંદ્રયાન 3નું આજ સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવશે. સોફ્ટ લેન્ડિંગ થતા જ ભારત ઈતિહાસ સર્જશે. જેને સમગ્ર દેશમાં વિવિધ જગ્યા પર લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.એકવાર સોફ્ટ લેન્ડિંગ થઈ ગયા પછી, દેશ આ સિદ્ધિ હાંસલ કરનારા કેટલાક દેશોમાંનો એક બની જશે. ભારતના મામલામાં સૌથી મહત્વની બાબત એ છે કે ISRO દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે, જ્યાં તાજેતરમાં રશિયાનું મિશન નિષ્ફળ ગયું છે.

  1. Chandrayaan 3 : રોકેટ વૈજ્ઞાનિકનો દાવો, ભારત 40 વર્ષમાં ચંદ્ર પર ત્રિરંગો ફરકાવનાર બીજો દેશ બનશે
  2. Chandrayaan-3: સમગ્ર દુનિયાની નજર ચંદ્રયાન પર, ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગમાં ભારત સફળ થશે!

ABOUT THE AUTHOR

...view details