ગુજરાત

gujarat

જામનગરના વસઈમાં 5 ઈંચ બાદ કાલાવડ પથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

By

Published : Jun 20, 2021, 8:28 PM IST

જામનગર પથકમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાની સવારી યથાવત જોવા મળી રહી છે. ત્યારે, જામનગરથી 10 કિલોમીટર દૂર આવેલા વસઈમાં એક જ દિવસમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આથી, ખેડૂતોમાં વાવણીને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

કાલાવડ પથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
કાલાવડ પથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

  • જામનગર પથકમાં બીજા દિવસે ધમાકેદાર વરસાદ
  • કાલાવડ પથકમાં 2 ઈંચ વરસાદ ખાબકયો
  • ભારે વરસાદ પડતા નદી નાડામાં પૂરની સ્થિતિ

જામનગર:કાલાવડ પંથકના વિવિધ ગામડાઓમાં ધમાકેદાર મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી હતી. જામનગરના વસઈ ગામમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે. આ સિઝનના પ્રથમ વરસાદમાં જ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો વાવણીની કામગીરીમાં જોડાયા છે.

આ પણ વાંચો:સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાનું આગમન, સૌથી વધુ થાન તાલુકામાં વરસાદ નોંધાયો

વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

જામનગર પંથકમાં શુક્રવારે પણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જામજોધપુર કાલાવડ લાલપુર ધ્રોલ જોડિયા સહિતના વિસ્તારમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. ત્યારે, શનિવારે પણ સવારથી જ સમગ્ર પંથકમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ ખાબક્યો છે. કાલાવડ પંથકના અનેક ગામડાઓના વાડી વિસ્તારમાં ભારે વરસાદ પડતા નદી નાડામાં પૂર આવ્યા છે. આથી, ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.

આ પણ વાંચો:ભાવનગર સહિત સાત તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ : ખેડૂતો આનંદો

ABOUT THE AUTHOR

...view details