ગુજરાત

gujarat

Jamnagar News : જામજોધપુર અને લાલપુરના અનેક વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોના પાક પર પથારી ફરી ગઈ

By

Published : May 3, 2023, 10:26 PM IST

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. જામજોધપુર અને લાલપુરના 30 જેટલા ગામોમાં પાકને નુકસાન થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા અલગ અલગ ટીમ બનાવીને સર્વેની કામગીરી આદરવામાં આવશે.

Jamnagar News : જામજોધપુર અને લાલપુરના અનેક વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોના પાક પર પથારી ફરી ગઈ
Jamnagar News : જામજોધપુર અને લાલપુરના અનેક વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોના પાક પર પથારી ફરી ગઈ

જામજોધપુર અને લાલપુરના 30 જેટલા ગામોમાં પાકને નુકસાન થયું

જામનગર : જામનગર પંથકમાં છેલ્લા ચાર પાંચ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને જામજોધપુર અને લાલપુર તાલુકાના ગામોમાં વરસાદ થયો છે, ત્યારે જગતનો તાત ચિંતિત બન્યો છે. ત્યારે જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે, જામજોધપુર અને લાલપુરના 30 જેટલા ગામોમાં પાકને નુકસાન થયું છે. સર્વેની કામગીરી માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. જે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ રિપોર્ટ સરકારમાં સોંપવામાં આવશે, ત્યારબાદ સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો :Kutch News : કચ્છમાં કમોસમી વરસાદથી 6335.8 હેક્ટરમાં પાકને નુકસાની, વળતરની કરાઇ માંગ

ખેડૂતોએ કરી સરકાર પાસે માંગ : જામનગર તાલુકાના દાંડિયા ગામના રમેશ મકવાણા વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે. હાલ તેમને 50 વીઘા જમીનમાં જુદા જુદા ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે. જોકે કમોસમી વરસાદ પડતા તમામ પાકમાં નુકસાન થયું છે, ત્યારે તેઓ માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકારે તાત્કાલિક સર્વેની કામગીરી કરવી જોઈએ અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ક્યાંકને ક્યાંક ખેડૂતોની ચિંતા વધતી જોવા મળી રહી છે. જોકે રાજ્ય સરકારે સર્વેની કામગીરી પૂર્ણ કરી અને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવી જોઈએ.

આ પણ વાંચો :Porbandar News : ખેડૂતોએ કમોસમી વરસાદ મામલે સહાય માંગી, અધિકારીએ પાકમાં નુકસાનની વાત નકારી

ઉનાળામાં તેલીબિયાં પાકો :ધ્રોલના ખેડૂતોએ કહ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરી છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. જોકે બાજરો, તલ સહિતના પાકોમાં પુષ્કળ નુકસાન થયું છે. સમગ્ર પંથકમાં ઉનાળુ પાક ગત વર્ષની સરખામણીમાં ઓછું થયું છે. કારણ કે ખેડૂતો ઉનાળામાં ખેતી કાર્ય કરવા માટે જમીનને ખુલ્લી રાખે છે. જોકે સૌની યોજના અને સ્થાનિક ડેમો દ્વારા સિંચાઈ માટે ઉનાળુ પાકને પાણી આપવામાં આવી રહ્યું છે. જેથી ખેડૂતો હવે ઉનાળામાં તેલીબિયાં પાકો અને બાજરી ઘઉંનું વાવેતર કરે છે.

ABOUT THE AUTHOR

...view details