ગુજરાત

gujarat

2000 Note Rain : બિલ્ડર-નેતાઓ દ્વારા જામનગરના લોક ડાયરામાં 2000ની નોટોનો કર્યો વરસાદ

By

Published : May 23, 2023, 5:51 PM IST

જામનગરમાં લોક ડાયરામાં 2000ની ચલણી નોટોનો વરસાદ જોવા મળ્યો હતો. 2000ની ચલણી નોટોનો વરસાદ ધારાસભ્ય અને બિલ્ડર દ્વારા કરવામાં આવ્યો હતો. મહારાણા પ્રતાપની જન્મ જયંતીની લઈને અન્ય પણ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, પરંતુ લોકો ડાયરામાં 2000ની નોટોનો વરસાદ થતાં ચર્ચાનો વિશેષ બન્યો હતો.

2000 Note : બિલ્ડર-નેતાઓ દ્વારા જામનગરના લોક ડાયરામાં 2000ની નોટોનો વરસાદ
2000 Note : બિલ્ડર-નેતાઓ દ્વારા જામનગરના લોક ડાયરામાં 2000ની નોટોનો વરસાદ

જામનગરમા યોજાયેલા લોક ડાયરામાં 2000ની નોટોનો વરસાદ

જામનગર : જામનગરમાં યોજાયેલા લોક ડાયરામાં 2000ની ચલણી નોટોનો વરસાદ જોવા મળી હતો. વીર મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિત્તે પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા જામનગરમાં પદમ હોટલ ખાતે ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક ડાયરામાં ગાયક કિર્તીદાન ગઢવી, માયા આહીર અને કિંજલ દેવ સહિતના કલાકારો હતા. ત્યારે આ લોક ડાયરામાં 2000ની ચલણી નોટોનો વરસાદ ધારાસભ્ય કાંધલ જાડેજા અને બિલ્ડર મેરામણ પરમાર કરતા હોવાનું સામે આવ્યું છે.

ગુલાબી નોટનો વરસાદ :જામનગરમાં ભવ્ય લોકડાયરો યોજાયો હતો ગુલાબી નોટનો વરસાદ થયો હતો સાથે સાથે ડોલર અને પાઉન્ડની નોટો પણ ઉડી હતી. પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજાનો જન્મ દીવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા અને બિલ્ડર મેરામણ પરમાર તેમજ રીબડા ગૃપ અને જયરાજ ગ્રુપ દ્વારા રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.

મહારાણા પ્રતાપની જન્મ જયંતી હોવાના કારણે સમગ્ર હાલાર પંથકના રાજપૂત સમાજના વિવિધ સંગઠનો દ્વારા આ લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું - હકુભા જાડેજા (પૂર્વ ધારાસભ્ય)

વિવિધ આયોજન : જામનગર મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજપૂત સમાજ દ્વારા શહેરમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી અને રક્ત તુલાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે ભવ્ય લોક ડાયરો પણ યોજાયો હતો. જેમાં લોકસાહિત્ય કાર કિર્તીદાન ગઢવી માયા આહીર અને કિંજલ દવે ઉપસ્થિત રહી હતી.

2000 Currency Note Withdrawn : 2000ની નોટ ખર્ચવા વડોદરાવાસીઓ થયાં ઉતાવળાં, બેંકોમાં શું છે સ્થિતિ જૂઓ

2000 Note Exchange: બેંકોમાં બે હજારની નોટ બદલી શરૂ, અમુક બેંકોએ નોટ બદલવા ભરાવ્યા ફોર્મ

2000 Note: રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર 2000ની નોટ સ્વીકારાશે- ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિએશન

ABOUT THE AUTHOR

...view details