ગુજરાત

gujarat

Coastal Car Rally : 7500 કિલોમીટરનો દરિયાકાંઠા કાપીને આવેલી કોસ્ટલ કાર રેલી વાલસુરાથી ભુજ રવાના

By

Published : Apr 21, 2023, 3:32 PM IST

ઇન્ડિયન નેવીનું કોસ્ટલ મોટર કાર અભિયાન જામનગર આવી પહોંચ્યું હતું. કોલકતાથી 7500 કિલોમીટરનો દરિયાકાંઠાને આવરી લઈને જામનગરના વાલસુરામાં એક દિવસનું રોકાણ કર્યું હતું. કોસ્ટલ એરિયામાં જવાનો વૃદ્ધા શ્રમમાં વડીલોને હૂંફ સાથે ડોનેટ પણ આપતા જાય છે.

Coastal Car Rally : 7500 કિલોમીટરનો દરિયાકાંઠા કાપીને આવેલી કોસ્ટલ કાર રેલી વાલસુરાથી ભુજ રવાના
Coastal Car Rally : 7500 કિલોમીટરનો દરિયાકાંઠા કાપીને આવેલી કોસ્ટલ કાર રેલી વાલસુરાથી ભુજ રવાના

ઇન્ડિયન નેવીનું કોસ્ટલ મોટર કાર અભિયાન જામનગરના વાલસુરા ખાતે આવી પહોચ્યું

જામનગર :ઇન્ડિયન નેવીનું કોસ્ટલ મોટર કાર અભિયાન જામનગરના વાલસુરા ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોસ્ટલ મોટરકાર અભિયાન સમનો વરૂનાહ ભારતીય દરિયાકાંઠે કોલકાતા, પશ્ચિમ બંગાળથી લખપત, ગુજરાત સુધીની લગભગ 7500 કિલોમીટરની આવરી લઈને જામનગર આવી પહોંચ્યું હતું. INS વાલસુરામાં એક દિવસનું રોકાણ કર્યા બાદ કોસ્ટલ કાર રેલી ભુજ ખાતે જવા રવાના થઈ છે.

કોસ્ટલ કાર રેલીનો ઉદ્દેશ શું છે? :આ કાર્યક્રમમાં NWWAના પ્રમુખ કલા હરિ કુમાર, પ્રમુખ ફ્લેગ ઓફ કરી કોસ્ટલ રેલીને રવાના કરી છે. કોસ્ટલ કાર રેલી ભુજથી દિલ્હી ખાતે રવાના થશે. કોસ્ટલ કાર રેલીનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં નેવી પ્રત્યે અવેરનેસ આવે અને પર્યાવરણની જાળવણી થાય તેમજ દરિયાઈ પટ્ટી પર વસતા લોકોના જીવન ધોરણ જાણી શકાય. કુલ 40 નેવીના મહિલા અને પુરુષ જવાનો કોસ્ટલ કાર રેલીમાં જોડાયા છે.

આ પણ વાંચો :Coastal Motor Car Rally: કોસ્ટલ મોટર કાર રેલીનું INS વાલસુરા ખાતે કરાયું ભવ્ય સ્વાગત

નેવી જવાનો કરી રહ્યા છે નવો કીર્તિમાન :કોસ્ટલ કાર રેલીમાં જોડાયેલા નેવી ઓફિસર જણાવી રહ્યા છે કે, વધુમાં વધુ લોકો નેવી વિશે જાણે અને યુવાઓ અગ્નિપથ કે સીધી ભરતીથી નેવીમાં જોડાઈ અને દેશ સેવા કરે તેવો મુખ્ય ઉદ્દેશ્ય છે. ખાસ કરીને લોકો દરિયા વિશે બહુ ઓછું જાણે છે. અમે ગામડામાં લોકોને મળી રહ્યા છીએ અને દરિયા વિશે અમારા અનુભવો વિગતવાર રજૂ કરી રહ્યા છીએ. સાથે સાથે કોસ્ટલ એરિયામાં આવેલા વૃદ્ધાશ્રમના વડીલોને હૂંફ મળે તે માટે તેની સાથે સમય પસાર કરીએ છીએ. જે જગ્યા એ ડોનેટની જરૂર હોય ત્યાં ડોનેટ પણ કરીએ છીએ.

આ પણ વાંચો :પોરબંદરમાં ભારતીય નૌકાદળ દ્વારા બેન્ડ કન્સર્ટ કાર્યક્રમ યોજાયો

રેલી માટે 40 જવાનોની પંસદગી : પર્યાવરણની જાળવણી કરવી મહત્વની છે ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો છે. ખાસ કરીને દરિયા કિનારે ગંદકી વધુ હોય છે, અહીં નેવી ટીમ સફાઈ અભિયાન પણ શરૂ કરે છે. તો દરિયાના પાણીથી આરોગ્ય પર થતી અસરો અને તને કેમ રોકવી તે વિશે નેવીના જવાનો લોકો સાથે સીધો સંવાદ કરે છે. નેવી જવાનો આમ તો પોતાના અદભૂત કરતબો દરિયામાં દેખાડતા હોય છે. જોકે, હવે આ નવી જવાનો કોસ્ટલ એરિયાના રક્ષણ માટે કાર રેલી યોજી રહ્યા છે. રેલીમાં સમગ્ર દેશમાંથી 40 જેટલા મહિલા અને પુરુષ નેવીના જવાનોની પસંદગી કરવામાં આવી છે

ABOUT THE AUTHOR

...view details