ગુજરાત

gujarat

Jamnagar News : જામનગરની હોસ્પિટલમાં મોટી દુર્ઘટના થતા અટકી, આગ લાગતા મચી અફરાતફરી

By

Published : May 30, 2023, 5:55 PM IST

જામનગરની જી જી હોસ્પિટલમાં મોટી દુર્ઘટના થતા અટકી છે. હોસ્પિટલમાં આગ લાગતા આર્મીમેને સમય સૂચકતાથી આગને કાબૂમાં લઈ લીધી હતી. હોસ્પિટલમાં આગ લાગતાં ભાગદોડ મચી હતી. ત્યારે શું હતો સમગ્ર બનાવ જૂઓ.

Jamnagar News : જામનગરની હોસ્પિટલમાં મોટી દુર્ઘટના થતા અટકી, આગ લાગતા મચી અફરાતફરી
Jamnagar News : જામનગરની હોસ્પિટલમાં મોટી દુર્ઘટના થતા અટકી, આગ લાગતા મચી અફરાતફરી

શહેરની જી જી હોસ્પિટલની કેશબારી પાસે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી મચી

જામનગર :શહેરની જી જી હોસ્પિટલની કેશબારી પાસે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. હોસ્પિટલ સ્ટાફ આગને કાબુ લેવા માટે પ્રત્યનો કર્યા હતા. આ ઉપરાંત દવા લેવા આવેલા આર્મીમેને આગને કાબૂ કરતા જહેમત લીધી હતી, ત્યારે આર્મીમેને ફાયર બોટલનો ગેસ છોડ્યો અને આગને કાબુમાં સફળતા મેળવી હતી. આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલાં બુઝાવી હતી અનેક દર્દીઓ કેશબારી પાસે લાઈનમાં ઉભા હતા, પરંતુ આગ કાબૂમાં લેવાયા બાદ મનપા ફાયર ટીમ પહોંચી હતી.

હોસ્પિટલના સત્તાધીશો ઊંઘમાં :જો કે, જી જી હોસ્પિટલમાં મોટી દુર્ઘટના થતી અટકી આર્મીમેને સમય સૂચકતાથી આગને કાબુમાં લીધી હતી. જી જી હોસ્પિટલમાં દર મહિનાની 6 તારીખે જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. જો કે નવી બિલડીગમાં જ મોકડ્રિલ યોજાઈ છે. જૂની બિલ્ડિંગમાં અત્યાર સુધીમાં એક પણ મોકડ્રિલ યોજાઈ નથી. રોજ 800થી 900 ઓપીડી નીકળે છે, છતાં હોસ્પિટલના સત્તાધીશો ઊંઘમાં હોય એવું લાગી રહ્યું છે.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જો કે હોસ્પિટલ સ્ટાફ અને દવા લેવા આવેલા આર્મીમેને તાત્કાલિક આગને કાબુમાં લેવા માટે ફાયર બોટલનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી.- ડો.દિપક તિવારી (હોસ્પિટલના અધિક્ષક)

ફાયર સેફ્ટીના સાધનો હલકી ગુણવત્તાના : ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અનેક હોસ્પિટલમાં આગ લાગવાના કારણે લોકોના મૃત્યુ પણ નીપજ્યા હોવાના દાખલા સામે આવી ચૂક્યા છે. ત્યારે જામનગરની હોસ્પિટલમાં દર્દીઓ તેમજ દર્દીઓના સગા વ્હાલાઓની ભારે ભીડ હોય છે. ત્યારે હજુ થોડા સમય પહેલા જી જી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો હલકી ગુણવત્તા વાળા લગાવવામાં આવ્યા હોવાની રાવ ઉઠી હતી અને વિવાદ થયો હતો. વિપક્ષ દ્વારા યોજાયેલ જનરલ બોર્ડમાં ફાયર સેફ્ટીના સાધનો મુદ્દે ખૂબ હોબાળો પણ થયો હતો.

  1. Kheda Fire Accident : ગોબલેજમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં વિકરાળ આગ, કાબૂમાં લેવા અમદાવાદ ફાયર સહિતની 14 ટીમ દોડી
  2. Vadodara News : વરણામાં વેસ્ટેજ પ્લાસ્ટિકના કચરાના કારણે કંપનીમાં ભીષણ આગ
  3. Car Fire : આટલું કરશો તો ક્યારેય નહીં સળગે કાર, નિષ્ણાતથી લઈને RTOનું વલણ જાણો

ABOUT THE AUTHOR

...view details