ગુજરાત

gujarat

ગૃહિણીઓનું બજેટમાં હળવાશ, રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં નોંધાયો ઘટાડો

By

Published : Dec 10, 2022, 4:32 PM IST

રાજયમાં હાલ મોંઘવારીની વચ્ચે તેલના ભાવમાં ઘટાડો (Fall in oil prices) જોવા મળ્યો છે. તેલના ભાવ ઘટાડાથી ગૃહિણીઓનું બજેટમાં હળવાશ જોવા મળી રહી છે. આ ઘટાડામાં હજુ પણ ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.

ગૃહિણીઓનું બજેટમાં હળવાશ, રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં નોંધાયો ઘટાડો
ગૃહિણીઓનું બજેટમાં હળવાશ, રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં નોંધાયો ઘટાડો

ગૃહિણીઓનું બજેટમાં હળવાશ, રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં નોંધાયો ઘટાડો

જામનગરકપાસિયા, પામોલિન, સનફ્લાવર અને સિંગતેલના ભાવમાં (Fall in oil prices) ઘટાડો થયો છે. રાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. દરરોજ વધતી મોંઘવારીની વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડોજોવા મળ્યો છે. સિંગતેલ, કપાસિયા તેલ, પામોલિન અને સનફ્લાવર તેલના ભાવમાં લાંબા સમય બાદ ઘટાડો નોંધાયો છે. તેલના ભાવ ઘટાડાથી ગૃહિણીઓનું બજેટમાં હળવાશ શનિવારે કપાસિયા, સિંગતેલ, પામેલિન અને સનફ્લાવર તેલનાભાવમાં ઘટાડો થયો છે. કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 200નો ઘટાડો નોંધાયો છે.

ઘટાડો નોંધાયોજ્યારે સિંગતેલ અને પામોલિન તેલના ભાવમાં ડબ્બે રૂપિયા 100નો ઘટાડો નોંધાયો છે. સાથે જ સનફ્લાવર તેલ પણ સસ્તુ થયું છે. જેમાં સૌથી વધારે ઘટાડો થયો છે. સનફ્લાવર તેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 400નો ઘટાડો નોંધાયો છે.

ભાવમાં ઘટાડોકપાસની મબલક આવક થતાં હાલ રાજ્યમાં કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. કપાસિયા તેલનો ડબ્બો 200 રૂપિયા સસ્તો થયો છે. હજુ પણ તેલના ભાવમાં ધટાડો(Fall in oil prices) થવાની સંભાવના હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

200 રૂપિયાનો ઘટાડો કપાસિયા તેલના ડબ્બે 200 રૂપિયાનો ઘટાડો તેલના વેપારી નકુમભાઈએ જણાવ્યું કે, કપાસિયા તેલના ભાવ ઘટતા તેલનો ડબ્બો રૂપિયા 2250એ પહોંચ્યો છે. સીંગતેલ તેલના ડબ્બાના ભાવ રૂપિયા 2600 લેખે થઈ ગયા છે. જોકે, બજારમાં ગુણવતાયુક્ત મગફળી આવતી ન હોવાથી મગફળીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો નથી.

ABOUT THE AUTHOR

...view details