ગુજરાત

gujarat

જામનગર ATSને મળાી સફળતા, કુખ્યાત બે આરોપીને ઝડપી પાડયા

By

Published : Oct 16, 2020, 6:27 AM IST

ગુજરાત ATSના વધુ એક ઓપરેશનને સફળતા મળી છે. જામનગરના કૂખ્યાત ખંડણીખોર જયેશ પટેલના વધુ બે સાગરીતને ગુજરાત ATS અને જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.

ગુજરાત ATS
ગુજરાત ATS

જામનગર: ગુજરાત ATSના વધુ એક ઓપરેશને સફળતા મળી છે. જામનગરના કૂખ્યાત ખંડણીખોર જયેશ પટેલના વધુ બે સાગરીતને ગુજરાત ATS અને જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.

અનવર ઉર્ફે અનિયો ગઢકાઈ અને એજાજ ઉર્ફે અઝાજ મામાને ગુજરાત ATS ઝડપી લીધા છે. ગુજરાત ATS અને જામનગર પેરોલ ફ્લો સ્કોડે રાજકોટ જામનગર રોડ પરથી બે વોન્ટેડ આરોપીને ઝડપી લીધા છે.

અનવર ઉર્ફે અનિયો વિરૃદ્ધ 17 જેટલા ગંભીર ગુનાં નોંધાયા છે, તો એજાજ મામાના વિરુદ્ધમાં 8 જેટલા ગંભીર ગુના નોંધાઈ ચુક્યા છે. આ બન્ને આરોપીઓ વિરુદ્ધ જમીન પચાવી પાડવી, હત્યાની કોશિશ, મારામારી, ફાયરિંગ સહિતના ગંભીર ગુના નોંધાયા છે.

જામનગર રાજકોટ હાઇવે પર સમરીયા દાદાના મંદિર પાસેથી બન્નેને દબોચી લેવામાં આવ્યા છે. હાલ જામનગર પોલીસે ખુંખાર આરોપીઓને કબ્જો લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અનિયો લાંબો અને એજાજ મામાનો કોરોના રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કોર્ટમાં તેમના રિમાન્ડ માટે માંગણી કરશે.

અગાઉ અનિયા લાંબાએ ભૂમાફિયા જયેશ પટેલ પર ફાયરિંગ પણ કર્યું હતું. જામનગરમાં SP દિપેન ભદ્રન દ્વારા એક બાદ એક ભૂમાફિયા જયેશ પટેલના સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ અગાઉ રજાક સોપારી, યશપાલ જાડેજા સહિતના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details