ગુજરાત

gujarat

સજાતીય સબંધમાં મનદુ:ખ થતાં કિશોરની બે મિત્રોએ કરી હત્યા, મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2023, 12:53 PM IST

Updated : Dec 2, 2023, 1:48 PM IST

જામનગર નજીક સુવરડા સીમમાં અર્ધ સળગેલી હાલતમાં એક કિશોરનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે પોલીસે તપાસ કરતાં કિશોરના જ બે મિત્રોએ સજાતીય સબંધમાં મનદુ:ખ થતાં હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે પોલીસે બન્ને શખ્સોની પુછતાછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સોળ વર્ષના કિશોરની બે મિત્રોએ કરી હત્યા
સોળ વર્ષના કિશોરની બે મિત્રોએ કરી હત્યા

સોળ વર્ષના કિશોરની બે મિત્રોએ કરી હત્યા

જામનગર: મોહનનગર આવાસ વિસ્તારમાં રહેતા એક સોળ વર્ષના કિશોરનું ગઇકાલે અપહરણ થયું હતું. જેનો સુવરડા સીમમાંથી અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી. જેમાં મૃતકના જ બે મિત્રોએ હત્યા કરી હોવાનું બહાર આવતાં પોલીસે બન્ને આરોપી મિત્રોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના:

ગોપાલભાઈનો ધો. 11માં ભણતો પુત્ર સ્કૂલે જવા માટે નીકળ્યો હતો. જે અચાનક બપોરે સ્કૂલના ડ્રેસ અને દફતર સાથે જ ગાયબ થઈ ગયો હતો. પરિવારજનો દ્વારા પુત્રની ભારે શોધખોળ પછી પણ તેનો કોઈ પત્તો નહીં લાગતાં આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો. સમગ્ર મામલાની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. જેમાં મોહનનગર આવાસના બિલ્ડીંગના સીસીટીવી કેમેરા ચેક કરતાં ત્યાંથી જ એક બાઈકમાં કિશોરને લઇ જઇ રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ઓળખ:સીસીટીવી ફુટેજના આધારે પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી હતી. જેમાં ફૂટેજના આધારે કિશોરનું અપહરણ કરી જનાર આરોપીએ અને કિશોરને શોધવાનો પ્રયાસ શરૂ કરાયા હતા. આ દરમિયાન આજે સુવરડા સીમમાંથી અર્ધ સળગેલી હાલતમાં હત્યા કરાયેલ કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. જાણ થતાં પોલીસ સ્ટાફ, મામલતદાર, FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે જામનગર જી.જી. હોસ્પીટલ મોકલી આપવામાં આવ્યો હતો.

રહસ્ય પરથી ઉંચકાયો પડદો:બીજી બાજુ પોલીસની અન્ય એક ટીમ દ્વારા બે અપહરણકર્તાઓને શોધી પુછપરછ કરી હતી. પોલીસની તપાસમાં આ રહસ્યમય બનાવ પરથી કેટલીક વિગતોનો ખુલાસો થયો હતો. જેમાં કિશોર અને અપહરણ કરનારા બન્ને મિત્રો હતા. કિશોરે બે મિત્રો પૈકી એક સાથે મિત્રતા ન રાખતાં તેનું મનદુ:ખ પણ હતું. આ દરમ્યાન બન્ને મિત્રો કિશોરનું અપહરણ કરીને સુવરડા સીમમાં લઇ ગયા હતા, જ્યાં કિશોરને ગળેફાંસો આપી હત્યા કરી સળગાવવાનો પ્રયાસ કરી ભાગી છુટ્યા હતા.

પરિવારજનો દ્વારા આરોપીઓને ફાંસીની સજાની માંગ: મૃતક કિશોરના માતા-પિતાએ જણાવ્યું હતું કે ગઇકાલે અમારો પુત્ર સ્કુલે જવા નીકળ્યો હતો અને મોડે સુધી પરત નહીં આવતા અમે તપાસ કરી હતી. જેમાં તેના બે ભાઇબંધ બહારથી જ મારા દીકરાને લઇ ગયા હોવાનું ઘ્યાન પર આવ્યું હતું આથી આ મામલે પોલીસને જાણ કરી હતી. આરોપીઓને ફાંસીની કડકમાં કડક સજા થવી જોઇએ એવી અમારી માંગણી છે.

કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. PM રિપોર્ટ બાદ આ અંગેની વિગતો સ્પષ્ટ થશે. ઉપરાંત ગળેફાંસો સિવાય અન્ય કંઇ ઘટના બની હતી કે કેમ એ મામલે પણ ઉંડાણપુર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

  1. પિતાએ મા વિહોણી 17 વર્ષની દીકરી પર છ માસ સુધી આચર્યો બળાત્કાર, આખરે થયો ખુલાસો...
  2. આંગણવાડી બહેનોનો સરકાર સામે હલ્લાબોલ, વિવિધ માંગણીઓને લઈને 5 હજાર જેટલી બહેનોનું પ્રદર્શન
Last Updated :Dec 2, 2023, 1:48 PM IST

ABOUT THE AUTHOR

...view details