ગુજરાત

gujarat

જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં 1200 બેડની વ્યવસ્થા કરવામાં આવશે

By

Published : Sep 4, 2020, 10:25 PM IST

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાના કારણે હજારો લોકોના મોત થયા છે. ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર બે દિવસથી જામનગરની મુલાકાતે છે.

bed
જામનગરની G G હોસ્પિટલમાં 1200 બેડની વ્યવસ્થા કરવામાં આવશે

જામનગર: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર બે દિવસથી જામનગરની મુલાકાતે છે. જામનગરમાં અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કોવિડ હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટરો, યુ.એચ.સી વગેરેની મુલાકાત લીધી હતી. જામનગરમાં અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે બેઠકો યોજી માઈક્રો પ્લાનિંગ કર્યુ હતું.

જામનગરની G G હોસ્પિટલમાં 1200 બેડની વ્યવસ્થા કરવામાં આવશે

ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં યોજાયેલી બેઠકમાં કોવિડ હોસ્પિટલ અંગે અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં જી. જી. હોસ્પિટલમાં 698 બેડ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ટી.બી.સી.ડી બિલ્ડિંગમાં 127 બેડ, જુના સિઝનલ ફ્લૂ વોર્ડ સર્જરી બિલ્ડિંગમાં 220 બેડ તેમજ જૂની બિલ્ડિંગમાં 150-190 જેટલા બેડ કોવિડ માટે તાત્કાલિક તૈયાર કરવામાં આવશે. જેમાં 15 આઇ.સી.યુ. બેડ પણ રહેશે. જામનગરમાં કોવિડની સારવાર માટે 1200 બેડની વ્યવસ્થાનું કરવામાં આવશે.

જામનગરની G G હોસ્પિટલમાં 1200 બેડની વ્યવસ્થા કરવામાં આવશે

આ ઉપરાંત કોવિડ હોસ્પિટલમાં વધારાના 60 વેન્ટિલેટરની આવશ્યકતા છે, તેની પણ તાત્કાલિક પૂર્તિ કરવામાં આવશે. હોસ્પિટલમાં 160 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. હોસ્પિટલના દરેક માળને સેપરેટ ઓક્સિજન લાઈન બેકઅપ નાખવાની પ્રક્રિયા પણ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની જરૂર હોય તો, ઓક્સિજનની મોટી 20,000 લીટરની ટેંક મૂકવા માટેની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. હોસ્પિટલના સ્ટાફને સમયાંતરે ડિઝાસ્ટર મોકડ્રીલ પણ કરાવવામાં આવશે. કોવિડની સારવાર માટે આવશ્યક ઇંજેકશન રેમ્ડેસીવીરનો પૂરતો જથ્થો પણ પૂરો પાડવામાં આવશે.

દરેક વોર્ડમાં ઓનલાઈન એન્ટ્રી અને ડેટાની ચોકસાઈ માટે ટેબલેટ આપવામાં આવશે. આ ઉપરાંત સિવીયર અક્યુટ રેસ્પીરેટરી ઇલનેસ ધરાવતા દર્દીઓ ડેટાનું પ્રોજેક્શન અને એનાલિસીસ પણ કરવામાં આવશે. 25 ખાનગી એનેસ્થેસિયા અને પલ્મોનોલોજી ડોકટર્સ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. જેમાં વધારો કરી અન્ય પ્રાઇવેટ ડોક્ટર્સને કોવિડમાં સેવા આપવા માટે જોડવામાં આવી રહ્યાં છે. કોરોના માટેના આર.ટી.પી.સી.આર સેમ્પલ કલેક્શન માટે હોસ્પિટલમાં પરના માળે દર્દીઓને જવું પડતું હતું. જ્યારે હવેથી તેમના સેમ્પલ કલેક્શનની પ્રક્રિયા ઓ.પી.ડી સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર જ કરવામાં આવશે.

કોરોનાના દર્દીના સગાઓને હોસ્પિટલ ખાતેથી તેમના સ્વાસ્થ્યની જાણ માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. જેમાંથી હવે દર્દીના સગાને દિવસમાં એકવાર ફોન કરી કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે. તદુપરાંત જે દર્દી સાજા થઇ ડિસ્ચાર્જ થતા હશે. તેવા દર્દીના પરિવારને ડિસ્ચાર્જના અગાઉના દિવસે તેમના વિશેની જાણ કરવામાં આવશે. દર્દીને ડિસ્ચાર્જના દિવસે સવારે 12 થી 1 વાગ્યા દરમિયાનમાં બપોરના ભોજન બાદ ડિસ્ચાર્જ કરવામાં આવશે. પેશન્ટ અટેન્ડન્ટની નિમણૂંક કરાશે.

ડિસ્ચાર્જ થયેલા દર્દીઓને ઘરે મુકવા જવા માટે પણ કોર્પોરેશન અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવશે. ડિસ્ચાર્જ થયેલા દર્દીઓને ડિસ્ચાર્જ સમયે ડિસ્ચાર્જ કીટ આપવામાં આવશે. જેમાં સેનેટાઈઝરની બોટલ, ત્રિપલ લેયર માસ્ક, પાણીની બોટલ તેમજ ડિસ્ચાર્જ થયા બાદ પણ ધ્યાનમાં રાખવાની બાબતોનું ડુ એન્ડ ડોન્ટ પેમ્ફલેટ આપવામાં આવશે. કોરોનાના દર્દીના સગાઓ માટે બેરીકેટની આગળ ટેમ્પરરી વેઇટિંગ એરિયા બનાવવામાં આવશે. સંપૂર્ણ હોસ્પિટલમાં સતત CCTV દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details