ગુજરાત

gujarat

કેશુભાઈ પટેલને કર્મભૂમિ સોમનાથમાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

By

Published : Oct 30, 2020, 3:08 PM IST

Updated : Oct 30, 2020, 3:38 PM IST

પુર્વ મુખ્યપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુબાપાને સોમનાથમાં ભાવભીની શ્રદ્ધાંજલિ અને શ્રદ્ધાસુમન આપવામાં આવ્યા હતા. સોમનાથ મંદિર સુવર્ણમય બનાવવા સાથે શ્રદ્ધાળુને સામાન્ય દરે ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવાના સંક્લપને પણ યાદ કરવામાં આવ્યો.

શ્રદ્ધાસુમન
શ્રદ્ધાસુમન

  • કેશુભાઇ પટેલનું ગુરુવારે અવસાન
  • સોમનાથ ખાતે કેશુબાપાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
  • કેશુબાપાની સોમનાથ મંદિરનો ફરી સુવર્ણયુગ આવે તેવી ઇચ્છા હતી

ગીર સોમનાથ : પુર્વ મુખ્યપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુબાપાને સોમનાથમાં ભાવભીની શ્રદ્ધાંજલિ અને શ્રદ્ધાસુમન આપવામાં આવ્યા હતા. સોમનાથ મંદિર સુવર્ણમય બનાવવા સાથે શ્રદ્ધાળુને સામાન્ય દરે ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવાના સંક્લપને પણ યાદ કરવામાં આવ્યો.

કેશુબાપાને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઇ

કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ હતા

કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે 01-03-1999ના રોજ કારભાર સંભાળ્યો હતો. તેમને સતત સોમનાથ તીર્થના વિકાસ માટે કાર્યરત રહેતા હતા. સોમનાથ મંદિરનો ફરી સુવર્ણયુગ આવે તેવી તેમની ઈચ્છા હતી. તેમના આ દ્રઢ સંકલ્પને દાતાઓ દ્વારા સહયોગ મળ્યો છે, તેમજ ગર્ભગૃહ, દિવાલો, ત્રિશૂળ, થાળું, ધ્વજદંડ અને નાગ સહિતને સુવર્ણ જડિત કરવામાં આવ્યા હતા.

14,00 કળશોને સોનેથી મઢવાની કામગીરી શરૂ છે

હાલ મંદિર પર આવેલા 14,00 જેટલા કળશોને સોનેથી મઢવાની કામગીરી ચાલે છે. તો સોમનાથમાં આવતાં શ્રદ્ધાળુઓને સહેલાઈથી અને વ્યાજબી ભાવે રહેવા જમવા સહિતની સુવિધાઓમાં વધારો થાય તેવા તેમના સતત પ્રયાસ રહેતા.

સોમનાથ ખાતે કેશુબાપાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

કેશુબાપાને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઇ

શુક્રવારે સોમનાથમાં આવેલા કેશુભાઈના પત્ની લીલાબેનના નામ પરથી બનેલા લીલાવતી અતિથિગૃહ ખાતે શહેરના આગેવાનો, નાના વેપારીઓ કર્મચારીઓએ કેશુબાપાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

સોમનાથ તીર્થમાં શોક છવાયો

ગત રોજ કેશુભાઈના અવસાનથી સોમનાથ તીર્થમાં શોક છવાયો છે. શુક્રવારે લીલાવતી ભવનમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશુભાઇ પટેલ સતત સોમનાથના વિકાસ અને સુવિધાઓ માટે કાર્યરત રહેતા અને લોકોની સુવીધાઓ વધે તેવા તેમને સતત પ્રયાસ કરતા હતા. આ સાથે સોમનાથ મંદિરને સુવર્ણ જડિત કરવાનો પણ કેશુબાપાએ સંકલ્પ કર્યો હતો.

Last Updated : Oct 30, 2020, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details