ગુજરાત

gujarat

Taukte Effect: ગીર સોમનાથના ઉનાનું આમોદ્રા ગામ વાવાઝોડાના 17 દિવસ બાદ પણ અંધારામાં

By

Published : Jun 3, 2021, 1:01 PM IST

તૌકતે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળી રહી છે. વાવાઝોડાના 17 દિવસ બાદ પણ ગીર સોમનાથના ઉના તાલુકાના ગામડાઓ વીજળીથી વંચિત છે. આવી જ રીતે ઉનાનું આમોદ્રા ગામમાં હજુ વીજળી આવી ન હોવાતી અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે ગામમાં તાત્કાલિક ધોરણે વિજ-પુરવઠો પૂર્વવત કરી લોકોની સુખાકારી માટે તંત્ર સત્વરે યોગ્ય પગલાં ભરે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.

ગીર સોમનાથના ઉનાનું આમોદ્રા ગામ વાવાઝોડાના 17 દિવસ બાદ પણ અંધારામાં
ગીર સોમનાથના ઉનાનું આમોદ્રા ગામ વાવાઝોડાના 17 દિવસ બાદ પણ અંધારામાં

  • ગીર સોમનાથના ઉનામાં તૌકતેની અસર
  • વાવાઝોડાના 17 દિવસના અંતે પણ આમોદ્રાની અવદશા
  • વીજળી વિના ગ્રામજનોની હાલત કફોડી

ગીર સોમનાથઃ તૌકતે વાવાઝોડાની કારમી થપાટના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરીયા કિનારે જાણે કુદરતે તબાહી સર્જી દીધી છે. આ તબાહીમાંથી ઉના તાલુકાનું આમોદ્રા ગામ પણ બાકાત નથી. આ વાવાઝોડાના કારણે આમોદ્રામાં ખેડૂતોના આંબા, નાળીયેરી, કેળના બગીચાઓ જમીનદોસ્ત થઇ ગયા છે. જ્યારે ખેતીના ઉભા પાકો ઉનાળુ બાજરી, કઠોળ, મગ જેવા પાકોનું પણ ભારે નુકસાન થયુ છે. મૂંગા, દુધાળા સેંકડો માલઢોર પણ મોતના મુખમાં ધકેલાયા છે. તેમજ રહેણાંકીય મકાનો સહીતના માલઢોરના તબેલાઓમાં પણ પારાવાર નુકસાન થયુ છે. જેની કળ આમ જનતા અને ખેડૂતોને દિર્ઘકાળ સુધી વળે એમ નથી.

ગીર સોમનાથના ઉનાનું આમોદ્રા ગામ વાવાઝોડાના 17 દિવસ બાદ પણ અંધારામાં

આ પણ વાંચોઃતૌકતે વાવાઝોડા બાબતે સર્વે પૂરો થવાને આરે, તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ ફરી ઉભી કરાઇ: મુખ્યપ્રધાન રૂપાણી

વાવાઝોડાની અસરથી હજુ પણ લોકોને પડી રહી છે મુશ્કેલી

આવા સંજોગોમાં વર્તમાન સમયની અતી આવશ્યક અને મહત્વની જરૂરીયાત સમાન વિજળીની વ્યવસ્થાના અભાવે ગામમાં લોકોને પીવાના પાણી તેમજ અનાજ દળવાની ઘંટી માલઢોરના અવેડાઓ સહીત જરૂરીયાત માટે લોકો અગાઉની સરખામણીએ ભયંકર યાતનાઓ વેઠી રહ્યા છે. જોકે પીવાના પાણી માટેની વ્યવસ્થા ગામના જાગૃત સરપંચ અને તેમની ટીમ દ્વારા બીજા દિવસથી જનરેટર મુકી પાણીની જરૂરીયાત પુરી પાડવામાં આવી છે.

આ પણ વાંચોઃtauktae cyclone: 'તૌકતે' વાવાઝોડાથી થયેલા નુક્સાન બદલ મીઠાના ઉદ્યોગે રાહતની કરી માગ

તંત્ર દ્વારા સત્વરે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ

પરંતુ વાવાઝોડા પછી 17 દિવસના અંતે પણ વિજળીના વાંકે આમોદ્રાની પ્રજા પારાવાર મુશ્કેલી વેઠી રહી છે. તેમજ જનજીવન ઉપર અનેક રીતે માઠી અસરો ઉભી થઈ છે. ત્યારે ગામમાં તાત્કાલિક ધોરણે વિજ-પુરવઠો પૂર્વવત કરી લોકોની સુખાકારી માટે તંત્ર સત્વરે યોગ્ય પગલાં ભરે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details