ગુજરાત

gujarat

ગીર સોમનાથમાં તૌક્તે વાવાઝોડાના અસરગ્રસ્ત 48,000 ખેડૂતોના વાડીબગીચાનો થયો સર્વે

By

Published : May 31, 2021, 3:18 PM IST

ગીર સોમનાથ જિલ્લામાં કુલ 75,000 ખેત વાવેતર વિસ્તારમાં ખેતીના પાકો તેમજ બાગાયતી પાકનું વાવેતર થયેલું હતું. તેમાં તૌક્તે વાવાઝોડામાં 45,000 હેકટર જેટલો ખેત અને બાગાયતી હેકટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે અને 48,0000 જેટલા ખેડૂતોના બાગબગીચા વાડીની મુલાકાત લઇ નુકસાન અંગેનો સર્વે કરવામાં આવ્યો છે.

ગીર સોમનાથમાં તૌક્તે વાવાઝોડાના અસરગ્રસ્ત 48,000 ખેડૂતોના વાડીબગીચાનો થયો સર્વે
ગીર સોમનાથમાં તૌક્તે વાવાઝોડાના અસરગ્રસ્ત 48,000 ખેડૂતોના વાડીબગીચાનો થયો સર્વે

  • ગીર સોમનાથ જિલ્લાના 48,000 ખેડૂતોના વાડીબગીચાનો થયો સર્વે
  • નુકશાન અંગે રાહત પેકેજના નિયમો મુજબ લાભ આપવાનું પ્રાથમિક આકલન તૈયાર
  • તૌકતે વાવાઝોડા દરમિયાન થયું હતું નુકસાન

    ગીરસોમનાથ: તૌક્તે વાવાઝોડાથી ખેડૂતોના બાગાયતી અને ખેતીના અન્ય પાકોને નુકસાન થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ દરિયાકાંઠાના ઉના ,ગીર ગઢડા અને કોડીનારના કેટલાક ગામમાં બાગાયતી પાકોના ઝાડ ધરાશાયી થયાં છે. વાવાઝોડાને લીધે ખેડૂતો પર આવેલી કુદરતી આફતમાં રાજ્ય સરકાર ખેડૂતોને મદદ કરવા કટિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા અંતર્ગત ખેડૂતો માટે રૂપિયા 500 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તેના લાભો ખેડૂતો સુધી યુદ્ધના ધોરણે પહોંચે તે માટે સમગ્ર ખેતીવાડી વિભાગ સ્થાનિક પ્રશાસનના સંકલનથી રાતદિવસ કામ કરી રહ્યાં છે.

    ઉના અને ગીર ગઢડામાં વધારે નુકસાન

ગીર સોમનાથ જિલ્લાના ખેતીવાડી અધિકારી અને સંયુક્ત નિયામક,નાયબ બાગાયત નિયામક સહિતના અધિકારીઓની દેખરેખ હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં સર્વેની તાત્કાલિક કામગીરી માટે કુલ 175 કર્મચારીઓ, સ્થાનિક જિલ્લાના તેમજ અન્ય જિલ્લામાંથી ડેપ્યુટ કરીને સર્વે પૂર્ણ કરવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં સર્વે કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે બાગાયતી ફળાઉ ઝાડ પડી જવાની નુકસાની ખાસ કરીને ઉના અને ગીર ગઢડામાં વધારે જોવા મળી છે. કોડીનારના કેટલાક ગામમાં તેમજ તાલાલા અને જિલ્લાના અન્ય વિસ્તારમાં આંબાના ઝાડ પરથી કેસર કેરીનો પાક ખરી ગયાનું જોવા મળ્યું છે.

આ પણ વાંચોઃ માણાવદર તાલુકાના કોઠડી ગામની ગુજરાતી યુવતીઓની ઈઝરાઈલ આર્મીમાં થઈ પસંદગી

ગીર સોમનાથ જિલ્લામાં કુલ 75,000 ખેત વાવેતર વિસ્તાર છે, તેમાં ખેતીના પાકો તેમજ બાગાયતી પાકનું વાવેતર થયેલું હતું.વાવાઝોડામાં જિલ્લાનો 45,000 હેકટર જેટલો ખેત અને બાગાયતી હેકટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે. અને 48,0000 જેટલા ખેડૂતોના બાગબગીચા વાડીની મુલાકાત લઇ નુકસાન અંગેનો સર્વે કરવામાં આવ્યો છે. પ્રાથમિક આકલન કરી સરકાર દ્વારા કરવામાં આવેલી જોગવાઈ અને નુકસાનીની ટકાવારી મુજબ અને નિયત કરાયેલી વ્યવસ્થા -નિયમો મુજબ લાભાર્થી ખેડૂતોને રાહતોનો લાભ આપવા માટે રાહત પેકેજની જોગવાઈ મુજબ મદદ કરવા માટે પ્રાથમિક અંદાજિત અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી ગણતરીના દિવસોમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.


કૃષિપ્રધાન આર. સી. ફળદુએ પણ કરી હતી મુલાકાત

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગીર સોમનાથ જિલ્લાના ઉના વિસ્તારના ગામોમાં ખેતીવાડી અને મકાનોની થયેલ નુકશાની અંગે મુલાકાત લીધી હતી.આ ઉપરાંત કૃષિપ્રધાન આર.સી.ફળદુએ પણ તાલાલા,ગીર ગઢડા અને ઉના વિસ્તારના બાગાયતી અને ખેતી પાકોને થયેલા નુકશાન અંગે નિરીક્ષણ કર્યુ હતું. અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને જિલ્લા કલેકટર અજય પ્રકાશ દ્વારા પણ આ કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેને લીધે સમગ્ર પ્રશાસનની મદદથી ખેડૂતો દ્વારા અપાયેલી માહિતી અને સહકારના આધારે સમગ્ર ડેટા સર્વે પૂર્ણ કરવામાં આવી રહેલ છે. જેના આધારે હવે ખેડૂતોને રાહત લાભો મળશેે.

આ પણ વાંચોઃ વાવઝોડાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા માટે શંકરસિંહ વાઘેલા સુરત પહોંચ્યા

ABOUT THE AUTHOR

...view details