ગુજરાત

gujarat

સરકાર સાથે સામાજિક સંસ્થાઓ પણ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં એક્ટીવ

By

Published : May 24, 2021, 7:49 AM IST

તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યના દરીયાકાંઠાના વિસ્તારમાં ભારે નુક્સાન થયું છે. સરકાર સાથે સામાજિક સંસ્થાઓ પણ લોકોની મદદે આવી છે. ગીર ગઢડામાં RSS દ્વારા રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો.

yy
સરકાર સાથે સામાજિક સંસ્થાઓ પણ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં એક્ટીવ

  • તૌકતે વાવઝોડાને કારણે દરીયાકિનારાના ગામમાં ત્રાહી
  • સરકાર સાથે સામાજિક સંસ્થાઓ મદદે આવી
  • રાશન કીટનુ કરવામાં આવ્યું વિતરણ

ગીર-સોમનાથ: તૌકતે વાવાઝોડાની અસર ગીર-સોમનાથ તાલુકામાં સૈાથી વધુ અસર થઇ છે, જિલ્લાનાં ઉના અને ગીરગઢડા તાલુકામાં જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે સેવાકીય સંસ્થાઓએ પણ લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ મળી રહે તે માટે સેવાયજ્ઞ શરૂ કર્યો છે. ઉનામાં RSS દ્વારા એક રાહતકેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાથી વાહનો મારફતે રાશનકીટ ગામે ગામ પહોંચાડવામાં આવી રહી છે.

અધિકારીઓ દ્વારા કામગીરીનું નિરીક્ષણ

RSS ઉના શાખા દ્વારા આ કામગીરીનું સંકલન કરવામાં આવી રહ્યું છે. ગીરગઢડા તાલુકામાં પણ આર.એસ.એસ. દ્વારા રાહત સામગ્રી પહોચાડવામાં આવી રહી છે. આર.એસ.એસ. ગુજરાતના પ્રાંત અધિકારીઓએ પણ આ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. ઉનાના તમામ ગામો તેમજ દરીયાઇ પટ્ટી સહીત 95 ગામોમાં 15 થી 17 કીલોની કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉનામાં આ બધીજ ખાદ્યય સામગ્રી હાઇસ્કુલ ખાતે રાખવામાં આવી છે. જ્યાથી કીટ બનાવીને ગામે ગામ વિતરણ કરવામાં આવી રહી છે. જેમાં બટેટા, ડુંગળી, ચોખ્ખા, ખાંડ, લોટ સહિતની ખાદ્યય સામગ્રીનો સમાવેશ થાય છે.

સરકાર સાથે સામાજિક સંસ્થાઓ પણ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં એક્ટીવ

આ પણ વાંચો : મોરબી જીલ્લા પંચાયતમાં વિવિધ કમિટીઓની રચના, વરસાદથી થયેલ નુકશાન અંગે સરકારને રજૂઆત કરાશે

પાણીની બોટલનુ પણ વિતરણ

આ ઉપરાંત હિન્દૂ યુવા સંગઠન તેમજ આઈ શ્રી ખોડિયાર માનવ સેવા ટ્રસ્ટ વિરોદર તરફ થી પણ ઉના અસરગરસ્તો માટે ફૂડ પેકેટ, રાશન, અને પાણી નું વિતરણ કરવા માં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ છત્રોડીયા તથા બાબુભાઇ વાઢેરની રાહબરી હેઠળ 5000 ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details